GU/Prabhupada 0647 - યોગ મતલબ પરમ ભગવાન સાથે જોડાણ



Lecture on BG 6.2-5 -- Los Angeles, February 14, 1969

ભક્ત: શ્લોક ક્રમાંક ચાર. "એક વ્યક્તિને યોગ પ્રાપ્ત થઈ ગયેલું કહેવાય છે જ્યારે બધી ભૌતિક ઈચ્છાઓનો ત્યાગ કરીને, તે ઇન્દ્રિય તૃપ્તિ માટે કામ નથી કરતો કે નથી સકામ કર્મોમાં પ્રવૃત્ત થતો (ભ.ગી. ૬.૪)."

પ્રભુપાદ: હા. આ યોગ પદ્ધતિ, યોગ અભ્યાસ, નું પૂર્ણ સ્તર છે. એક વ્યક્તિને યોગ પ્રાપ્ત થઈ ગયો હોવાનું કહેવાય છે. તેનો મતલબ, યોગ મતલબ જોડાણ. જેમ કે, તે જ ઉદાહરણ. ધારોકે આ આંગળી મારા શરીરની બહાર હતી. અથવા આંગળીને ના લો, એક યંત્રનો ભાગ લો. તે યંત્રની બહાર છે, એકલું પડી રહેલું. અને જેવુ તમે યંત્ર સાથે જોડો છો, તે અલગ અલગ કાર્યો સાથે કામ કરવા માંડે છે. કટાકટ, કટાકટ, કટાકટ, તે કામ કરે છે. મતલબ યોગ, તેનું જોડાણ થઈ ગયું છે. તેવી જ રીતે, આપણે અત્યારે વિખૂટા છીએ. આ ભૌતિક કાર્યો, સકામ કાર્યો, તેને ફક્ત સમયના બગાડ તરીકે વર્ણવવામાં આવ્યા છે. મૂઢ. મૂઢ. તેને ભગવદ ગીતામાં મૂઢ તરીકે વર્ણવવામાં આવ્યા છે. મૂઢ મતલબ ધૂર્ત. કેમ? આટલો મોટો વેપારી? તમે ધૂર્ત કહો છો, કેમ? તે રોજ હજારો ડોલર કમાય છે. પણ તેમણે મૂઢ, ધૂર્ત, તરીકે વર્ણવવામાં આવ્યા છે, કારણકે તેઓ આટલી સખત મહેનત કરી રહ્યા છે, પણ તે શું આનંદ કરી રહ્યો છે? તે તેટલા જ પ્રમાણનું ખાવું, ઊંઘવું, અને મૈથુનનો આનંદ કરી રહ્યો છે. બસ. એક માણસ કે જે રોજના લાખો ડોલર કમાય છે, તેનો મતલબ એવો નથી કે તે લાખો સ્ત્રીઓ સાથે મૈથુનનો આનંદ માણી શકશે. ના. તે શક્ય નથી. તેની મૈથુનની શક્તિ તેટલી જ છે જેટલી કે એક વ્યક્તિની જે દસ ડોલર કમાઈ રહ્યો છે. તેની ખાવાની શક્તિ તેટલી જ છે જેટલી કે એક વ્યક્તિ જે દસ ડોલર કમાઈ રહ્યો છે. તો તે નથી વિચારતો કે "મારા જીવનનો આનંદ એક માણસ કે જે દસ ડોલર કમાઈ રહ્યો છે તેના જેટલો જ છે. તો શું કરવા રોજ લાખો ડોલર કમાવવા માટે સખત પરિશ્રમ કરી રહ્યો છું? કેમ હું મારી શક્તિ તે રીતે વેડફી રહ્યો છું?" તમે જોયું? તેમને મૂઢ કહેવાય છે.

ન મામ દુષ્કૃતિન: (ભ.ગી. ૭.૧૫) - વાસ્તવમાં તેણે પ્રવૃત્ત થવું જોઈએ, જ્યારે તે રોજના લાખો ડોલર કમાય છે, તેણે પોતાને, તેના સમય અને શક્તિને જોડવા જોઈએ, કેવી રીતે ભગવાનને સમજવા, જીવનનું લક્ષ્ય શું છે, તેના માટે. કારણકે તેને કોઈ આર્થિક સમસ્યા નથી. તો તેની પાસે પૂરતો સમય છે, તે કૃષ્ણ ભાવનામૃત અથવા ભગવદ ભાવનામૃતમાં ઉપયોગ કરી શકે છે. પણ તે ભાગ નથી લેતો તે રીતે. તેથી તે મૂઢ છે. મૂઢ મતલબ, વાસ્તવમાં મૂઢ મતલબ ગધેડો. તો તેની બુદ્ધિ બહુ સારી નથી. એક વ્યક્તિએ યોગ પ્રાપ્ત કર્યો કહેવાય છે, જ્યારે તે બધી જ ભૌતિક ઈચ્છાઓ ત્યાગી દે છે. જો વ્યક્તિ યોગની પૂર્ણતામાં છે, તો તે સંતુષ્ટ છે. તેને કોઈ હવે ભૌતિક ઈચ્છા નથી. તે પૂર્ણતા છે. તે ન તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે છે કે ન તો સકામ કર્મોમાં પ્રવૃત્ત થાય છે. સકામ કર્મો પણ, સકામ કર્મો મતલબ તમે ઇન્દ્રિય તૃપ્તિ માટે થોડું ધન કમાઓ. વ્યક્તિ વ્યાવહારિક રીતે કોઈ ઇન્દ્રિય તૃપ્તિમાં પ્રવૃત્ત છે, અને વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિ માટે ધન એકઠું કરે છે.

તો સકામ કાર્યો, ધારો કે પુણ્યશાળી કાર્યો. પુણ્યશાળી કાર્યો, વેદોના અનુસાર, દરેક જગ્યાએ, જો તમે ભલા છો, જો તમે દાનમાં થોડું ધન આપો, તે સારું કાર્ય છે. જો તમે ચિકિત્સાલયને ખોલવા માટે થોડું ધન આપો, જો તમે શાળા, મફત શિક્ષણ માટે થોડું ધન આપો, આ બધા પુણ્યશાલી કાર્યો છે. પણ તે પણ ઇન્દ્રિય તૃપ્તિ માટે છે. ધારો કે હું શિક્ષણના વિતરણ માટે દાન આપું છું. તો મારા આગલા જીવનમાં મને શિક્ષા માટે સારી સુવિધાઓ મળશે, હું ઉચ્ચ શિક્ષિત હોઈશ, અથવા શિક્ષિત થઈને હું સારા પદ પર હોઈશ. પણ અંતમાં, ખ્યાલ શું છે? જો મને સારું પદ મળશે, જો મને સારી પદવી મળશે, હું તેનો કેવી રીતે ઉપયોગ કરીશ? ઇન્દ્રિય તૃપ્તિ માટે. સરસ રીતે, બસ. કારણકે હું બીજું કશું જાણતો જ નથી. આ સકામ કર્મો છે. જો હું સ્વર્ગમાં જાઉં, જીવનનું વધુ સારું ધોરણ. ધારોકે, તમારા અમેરિકામાં, ભારત કરતાં વધુ સારું જીવનનું ધોરણ છે. પણ આનો અર્થ શું છે, "જીવનનું વધુ સારું ધોરણ"? તે જ ખાવું, ઊંઘવું, વધુ સારી રીતે, બસ. તમે કશું વધુ નથી કરતાં. તે લોકો પણ ખાય છે. તેઓ થોડું સાધારણ ધાન્ય ખાય છે, તમે બહુ સારી વસ્તુ ખાઓ છો. પણ ખાઓ છો. આ ખાવાથી પરે નહીં.

તો મારા જીવનના વધુ સારા ધોરણનો મતલબ કોઈ આધ્યાત્મિક સાક્ષાત્કાર નથી. એક ખાવાનું, ઊંઘવાનું, મૈથુનનું વધુ સારું ધોરણ, બસ. તો આ સકામ કર્મો કહેવાય છે. સકામ કર્મ પણ ઇન્દ્રિય તૃપ્તિનું બીજું સ્તર છે, પણ તે ઇન્દ્રિય તૃપ્તિના આધાર પર છે. અને યોગ મતલબ પરમ ભગવાન સાથે જોડાણ. જ્યારે પરમ ભગવાન સાથે જોડાણ થાય છે, તરત જ, જેમ કે ધ્રુવ મહારાજ. જેવા તેમણે ભગવાન, નારાયણ, ને જોયા... તે છોકરો કડી તપસ્યાઓ કરતો હતો, ભગવાનને જોવા માટે. તેણે જોયા. પણ જ્યારે તેણે જોયા, ત્યારે તેણે કહ્યું, સ્વામીન કૃતાર્થો અસ્મિ વરમ ના યાચે (ચૈ.ચ. મધ્ય ૨૨.૪૨). "મારા પ્રિય સ્વામી, હું હવે પૂર્ણ રીતે સંતુષ્ટ થયો છું. મારે બીજું કશું માંગવુ નથી, તમારી પાસેથી કોઈ વરદાન." કારણકે વરદાન શું છે? વરદાન મતલબ તમે બહુ સારું રાજ્ય મેળવો અથવા બહુ સારી પત્ની, અથવા બહુ સારું ભોજન, બહુ સરસ. આ વસ્તુઓને આપણે વરદાન ગણીએ છીએ. પણ વાસ્તવમાં જ્યારે વ્યક્તિ ભગવાન સાથે જોડાય છે, તેને આવું કોઈ વરદાન જોઈતું નથી હોતું. તે સંતુષ્ટ હોય છે. પૂર્ણ રીતે સંતુષ્ટ. સ્વામીન કૃતાર્થો અસ્મિ વરમ ન યાચે (ચૈ.ચ. મધ્ય ૨૨.૪૨).

આ ધ્રુવ મહારાજનો ઇતિહાસ મે તમને ઘણી વાર કહ્યો છે, તે એક બાળક હતો, પાંચ વર્ષનો બાળક. તેનું તેની સાવકી માતા દ્વારા અપમાન થયેલું. તે તેના પિતાના ખોળામાં બેસેલો હતો, અથવા તે પ્રયત્ન કરી રહ્યો હતો. અને તેની સાવકી માતાએ કહ્યું, "ઓહ, તું તારા પિતાના ખોળામાં બેસી ના શકે કારણકે તે મારા ગર્ભમાથી જન્મ નથી લીધો." તો કારણકે તે ક્ષત્રિય છોકરો હતો, જોકે પાંચ વર્ષનો, તેણે તેને એક મોટા અપમાન તરીકે લીધું. તો તે પોતાની માતા પાસે ગયો. "માતા, સાવકી માતાએ મારુ આ રીતે અપમાન કર્યું." તે રડતો હતો. માતાએ કહું, "હું શું કરી શકું, મારા પ્રિય પુત્ર? તારા પિતા તારી સાવકી માતાને વધુ પ્રેમ કરે છે. હું શું કરી શકું?" "ના, મને, મને મારા પિતાનું રાજ્ય જોઈએ છે. મને કહો કે હું કેવી રીતે પ્રાપ્ત કરી શકું." માતાએ કહ્યું, "મારા પ્રિય પુત્ર, જો કૃષ્ણ, ભગવાન, તને વરદાન આપે, તું મેળવી શકે." "ભગવાન ક્યાં છે?" તેણે કહ્યું, "ઓહ, અમે સાંભળ્યુ છે કે ભગવાન જંગલમાં હોય છે. મહાન ઋષિઓ ત્યાં જાય છે અને શોધે છે." તો તે વનમાં ગયો અને આકરી તપસ્યા કરી અને તેણે ભગવાનને જોયા. પણ જ્યારે તેણે ભગવાન, નારાયણ, ને જોયા, તેને તેના પિતાના રાજ્યમાં કોઈ ઈચ્છા ના રહી. કોઈ ઈચ્છા નહીં. તેણે કહ્યું, "મારા પ્રિય ભગવાન, હું સંતુષ્ટ છું, પૂર્ણ રીતે સંતુષ્ટ. મારે બીજું કશું નથી જોઈતું, મારૂ રાજ્ય, મારા પિતાનું રાજ્ય." તેણે સરખામણી આપી કે "હું થોડા પથ્થરની શોધ કરતો હતો, પણ મને મૂલ્યવાન મોતીઓ મળી ગયા છે." તો તેનો મતલબ તે વધુ સંતુષ્ટ થયો.

જ્યારે તમે વાસ્તવમાં પોતાને ભગવાન સાથે જોડો, ત્યારે તમે પોતાને આ ભૌતિક જગતના આનંદ કરતાં લાખો ગણા વધુ સંતુષ્ટ થાઓ છો. આ ભગવદ સાક્ષાત્કાર છે. તે યોગની પૂર્ણતા છે.