GU/Prabhupada 0650 - આ કૃષ્ણ ભાવનામૃતના પૂર્ણ યોગથી આ બંધનમાથી બહાર નીકળો



Lecture on BG 6.2-5 -- Los Angeles, February 14, 1969

ભક્ત: "ભૌતિક અસ્તિત્વમાં, વ્યક્તિ મન અને ઇન્દ્રિયોની અસર હેઠળ છે. વાસ્તવમાં, શુદ્ધ આત્મા ભૌતિક જગતમાં ફસાયેલી છે મનના અહંકારને કારણકે જે ભૌતિક પ્રકૃતિનું સ્વામિત્વ કરવાની ઈચ્છા કરે છે. તેથી, મનને એવી રીતે પ્રશિક્ષિત કરવું જોઈએ કે તે ભૌતિક પ્રકૃતિની ઝાકઝમાળથી આકર્ષિત ના થાય. આ રીતે બદ્ધ જીવનો બચાવ થઈ શકે છે. વ્યક્તિએ પોતાને ઇન્દ્રિય વિષયોના આકર્ષણ દ્વારા પતિત ના થવા દેવું જોઈએ. જેવુ વ્યક્તિ ઇન્દ્રિય વિષયોથી વધુ આકર્ષિત થાય છે, વધુ તે ભૌતિક અસ્તિત્વમાં ફસાય છે. વ્યક્તિએ પોતાને બહાર કાઢવાનો શ્રેષ્ઠ રસ્તો છે કે મનને કૃષ્ણની સેવામાં સંલગ્ન કરવું. આ શ્લોકમાં સંસ્કૃત શબ્દનો ઉપયોગ આ મુદ્દા પર ભાર આપવા માટે થયો છે, કે વ્યક્તિએ આ કરવું જ જોઈએ. તે પણ કહ્યું છે: 'માણસ માટે, મન બંધનનું કારણ છે અને મન મુક્તિનું કારણ છે. ઇન્દ્રિય વિષયોમાં લીન મન બંધનનું કારણ છે અને ઇન્દ્રિય વિષયોથી વિરક્ત મન મુક્તિનું કારણ છે.' તેથી મન કે જે હમેશા કૃષ્ણ ભાવનામૃતમાં પ્રવૃત્ત છે તે પરમ મુક્તિનું કારણ છે."

પ્રભુપાદ: હા. કોઈ અવસર નથી. મન હમેશા કૃષ્ણ ભાવનામૃતમાં લીન હોવાને કારણે, તેનો માયાની ભાવનામાં પ્રવૃત્ત થવાનો કોઈ અવસર નથી. જેટલું આપણે આપણા મનને કૃષ્ણ ભાવનામૃતમાં વધુ લીન કરીશું, જેટલું તમે પોતાને સૂર્યપ્રકાશમાં રાખશો, અંધકારમાં જવાનો કોઈ અવસર જ નથી. તે વિધિ છે. જો તમે ઈચ્છો, તમારું તે સ્વાતંત્ર્ય છે. તમે પોતાને ઓરડામાં અંધકારમાં રાખી શકો, અને તમે વિશાળ સૂર્યપ્રકાશમાં આવી શકો છો. તે તમારી પસંદગી પર આધારિત છે. પણ જ્યારે તમે વ્યાપક સૂર્યપ્રકાશમાં આવો છો, અંધકારનો કોઈ અવસર જ નથી. અંધકારનો ઉચ્છેદ પ્રકાશ દ્વારા થઈ શકે, પણ પ્રકાશ અંધકાર દ્વારા ઢંકાઈ ના શકે. ધારોકે તમે એક અંધારા ઓરડામાં છો. તમે એક ગોળો લાવો. અંધકાર સમાપ્ત. પણ જો તમે કોઈ અંધકાર લો અને સૂર્યપ્રકાશમાં જાઓ, તે (અંધકાર) આછો થઈ જશે. તો કૃષ્ણ સૂર્ય સમ માયા અંધકાર (ચૈ.ચ. મધ્ય ૨૨.૩૧). કૃષ્ણ સૂર્યપ્રકાશ જેવા જ છે. અને માયા બિલકુલ અંધકાર જેવી છે. તો સૂર્યપ્રકાશમાં અંધકાર શું કરશે? તમે પોતાને સૂર્યપ્રકાશમાં રાખો. અંધકાર તમારા પર કાર્ય કરવામાં નિષ્ફળ જશે. આ આખુ કૃષ્ણ ભાવનામૃતનું તત્વજ્ઞાન છે.

પોતાને હમેશા કૃષ્ણ ભાવનામૃતના કાર્યોમાં પ્રવૃત્ત રાખો. માયા તમે સ્પર્શ પણ નહીં કરી શકે. કારણકે પ્રકાશમાં અંધકારની અસર કરવાની કોઈ શક્યતા જ નથી. તે શ્રીમદ ભાગવતમમાં આપેલું છે. કે જ્યારે વ્યાસદેવ, તેમના ગુરુ, નારદ, ની શિક્ષા હેઠળ, ભક્તિયોગથી: ભક્તિયોગેન પ્રણિહિતે સમ્યક, પ્રણિહિતે અમલે. ભક્તિયોગેન મનસી (શ્રી.ભા. ૧.૭.૪). તે જ મન, મનસી મતલબ મન. જ્યારે ભક્તિયોગથી પ્રકાશિત, ભક્તિ-પ્રકાશ, ભક્તિયોગેન મનસી સમ્યક પ્રણિહિતે અમલે. જ્યારે મન બધા જ દૂષણોથી પૂર્ણ રીતે મુક્ત બને છે. તે ભક્તિયોગ દ્વારા થઈ શકે છે. ભક્તિયોગેન મનસી સમ્યક પ્રણિહિતે અમલે અપશ્યત પુરુષમ પૂર્ણમ. તેમણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને જોયા. માયામ ચ તદ અપાશ્રયમ. અને તેમણે આ માયાને ફક્ત પાછળ પડછાયામાં જોઈ. અપાશ્રયમ. પ્રકાશ અને અંધકાર, સાથે સાથે. જેમ કે અહી પ્રકાશ છે. અહી અંધકાર પણ છે, થોડો અંધકાર. તો અંધકાર પ્રકાશની શરણ હેઠળ રહે છે. પણ પ્રકાશ અંધકારની શરણ નીચે રહેતો નથી. તો વ્યાસદેવે કૃષ્ણને જોયા, પરમ ભગવાનને, અને આ માયા, અંધકાર, અપાશ્રયમ, બસ તેમની શરણ હેઠળ.

અને આ માયા કોણ છે? તે સમજાવેલું છે. યાયા સમ્મોહિતો જીવ. તેજ માયા, તે જ ભ્રામક શક્તિ જેણે આ બદ્ધ જીવોને ઢાંકેલા છે. અને આ બદ્ધ જીવો કોણ છે? યયા સમ્મોહિતો જીવ આત્માનમ ત્રિગુણાત્મકમ (શ્રી.ભા. ૧.૭.૫). જોકે આ આત્મા કૃષ્ણ, અથવા ભગવાન, ના પ્રકાશ તરીકે છે, જોકે સૂક્ષ્મ. પણ તે પોતાને આ ભૌતિક જગત સાથે ઓળખાવે છે. યયા સમ્મોહિત:, આને ભ્રમ કહેવાય છે. જ્યારે આપણે પોતાને આ પદાર્થ સાથે ઓળખાવીએ છીએ. યયા સમ્મોહિતો જીવ આત્માનમ ત્રિગુણાત્મકમ, પરો અપિ મનુતે અનર્થમ. જોકે તે દિવ્ય છે, છતાં તે અર્થહીન કાર્યોમાં પ્રવૃત્ત છે. પરો અપિ મનુતે અનર્થમ તતકૃતમ ચાભિપદ્યતે. અને જે આ માયાના નિર્દેશન હેઠળ કાર્ય કરી રહ્યો છે. આ બહુ સરસ રીતે શ્રીમદ ભાગવતમના પહેલા સ્કંધમાં સમજાવેલું છે, તમે જોશો સાતમા અધ્યાયમાં.

તો આપણી સ્થિતિ તેવી છે. કે આપણે આધ્યાત્મિક તણખલા છીએ, પ્રજજ્વલિત તણખલા. પણ ત્યારે આપણે આ ભ્રામક શક્તિ, માયા, દ્વારા ઢંકાયેલા છીએ. અને આપણે માયાથી નિર્દેશિત થઈ રહ્યા છીએ અને કાર્ય કરી રહ્યા છીએ, અને ભૌતિક શક્તિમાં વધુ અને વધુ ફસાઈ રહ્યા છીએ. તમારે આ ફસામણીમાથી મુક્ત થવું પડે આ યોગ દ્વારા, અથવા કૃષ્ણ ભાવનામૃતનો પૂર્ણ યોગ. તે યોગ પદ્ધતિ છે.