GU/Prabhupada 0651 - આખી યોગ પદ્ધતિનો અર્થ છે મનને આપણું મિત્ર બનાવવું
Lecture on BG 6.6-12 -- Los Angeles, February 15, 1969
પ્રભુપાદ: એકત્રિત ભક્તોનો જય.
ભક્તો: પ્રભુપાદ તમારો જય હો.
પ્રભુપાદ: પૃષ્ઠ? ભક્ત: શ્લોક છ.
ભક્ત: "જે વ્યક્તિએ મન પર વિજય પ્રાપ્ત કર્યો છે, તે સૌથી શ્રેષ્ઠ મિત્ર છે. પણ જે વ્યક્તિ આવું કરવામાં નિષ્ફળ ગયો છે, તેનું તે જ મન સૌથી મોટો દુશ્મન હશે (ભ.ગી. ૬.૬)."
પ્રભુપાદ: હા. આ મન, તે લોકો મનની વાત કરી રહ્યા છે. આખી યોગ પદ્ધતિ મતલબ મનને મિત્ર બનાવવું. મન, ભૌતિક સંપર્કથી... જેમ કે એક વ્યક્તિ (દારૂ) પીધેલી હાલતમાં, તેનું મન શત્રુ છે. ચૈતન્ય ચરિતામૃતમાં એક સુંદર શ્લોક છે.
- કૃષ્ણ ભૂલીયા જીવ ભોગ વાંછા કરે
- પાશતેમાયા તારે જાપટિયા ધારે
- (પ્રેમ વિવર્ત)
મન... હું આત્મા છું, પરમ ભગવાનનો અંશ. જેવુ મન દૂષિત થાય છે, હું વિદ્રોહ કરું છું, કારણકે મને થોડી સ્વતંત્રતા છે. "શા માટે હું કૃષ્ણ અથવા ભગવાનની સેવા કરું? હું ભગવાન છું." તે ફક્ત મનનો નિર્દેશ છે. અને આખી પરિસ્થિતી બદલાઈ જાય છે. તે ખોટી ધારણા હેઠળ છે, ભ્રમ, અને આખું જીવન બરબાદ થઈ જાય છે. અને જે વ્યક્તિ આવું કરવામાં નિષ્ફળ ગયો છે, જો આપણે મન પર વિજય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જઈશું, આપણે કેટલી બધી વસ્તુઓ પર વિજય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, રાજ્ય, પણ જો આપણે આપણા મન પર વિજય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જઈશું, તો જો તમે એક રાજ્ય પર પણ વિજય મેળવી લો, તે નિષ્ફળતા છે. તેનું પોતાનું મન જ સૌથી મોટો શત્રુ હશે. આગળ વધો.
ભક્ત: "જે વ્યક્તિએ મન પર વિજય પ્રાપ્ત કર્યો છે, પરમાત્માની સિદ્ધિ થઈ ગઈ છે, તેણે શાંતિ પ્રાપ્ત કરી લીધી છે. આવા માણસ માટે, સુખ અને દુખ, ગરમી અને ઠંડી, આદર અને અનાદર બધુ સરખું જ છે (ભ.ગી. ૬.૭)."
પ્રભુપાદ: આગળ વધો.
ભક્ત: "એક વ્યક્તિ આત્મ-સાક્ષાત્કારમાં સ્થિત કહેવાય છે, અને એક યોગી કહેવાય છે, જ્યારે તે તેના પ્રાપ્ત જ્ઞાન અને સાક્ષાત્કાર દ્વારા પૂર્ણ રીતે સંતુષ્ટ બને છે. આવ્યો વ્યક્તિ દિવ્યતામાં સ્થિર છે અને આત્મ-નિયંત્રિત છે. તે બધુ જ, તે કાંકરો હોય, પથ્થર અથવા સોનું, એક સમાન રીતે જુએ છે (ભ.ગી. ૬.૮)."
પ્રભુપાદ: હા. જ્યારે મન સંતુલનમાં છે, ત્યારે આ સ્થિતિ આવે છે. કાંકરો, પથ્થર અથવા સોનું, એક જ મૂલ્ય.