GU/Prabhupada 0665 - કૃષ્ણનો ગ્રહ, ગોલોક વૃંદાવન, સ્વ-પ્રકાશિત છે



Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969

તમાલ કૃષ્ણ: "ઊલટું ભૌતિક અસ્તિત્વનું બંધ કરવું તે વ્યક્તિને પ્રવેશવ કરવા દે છે આધ્યાત્મિક આકાશમાં, ભગવદ ધામમાં. ભગવદ ધામનું ભગવદ ગીતામાં સ્પષ્ટ રીતે વર્ણન છે તે સ્થળ તરીકે જ્યાં કોઈ સૂર્ય અથવા ચંદ્ર, અથવા વીજળીની આવશ્યકતા નથી."

પ્રભુપાદ: હવે તમે ભગવદ ગીતામાં જોશો, આપણે પહેલેથી જ... હું વિચારું છું કે બીજા અધ્યાયમાં તે છે, કઈ વાંધો નહીં, કે તે કહ્યું છે કે:

ન તદ ભાસયતે સૂર્યો
ન શશાંકો ન પાવક:
યદ ગત્વા ન નિવર્તન્તે
તદ ધામ પરમમ મમ
(ભ.ગી. ૧૫.૬)

હવે કૃષ્ણ વર્ણન કરે છે, "મારૂ ધામ, કેવું છે તે. તે આકાશમાં, જ્યાં મારુ ધામ છે, ત્યાં કોઈ સૂર્યપ્રકાશની જરૂર નથી, કોઈ ચંદ્રપ્રકાશની જરૂર નથી, કોઈ વીજળીની જરૂર નથી." હવે આ બ્રહ્માણ્ડમાં તમે આવું કોઈ સ્થળ શોધી ના શકો. તમે તમારા અવકાશયાન અથવા કોઈ યંત્રથી ભ્રમણ કરો, તમે કોઈ સ્થળ શોધો જ્યાં કોઈ સૂર્યપ્રકાશ નથી, કોઈ ચંદ્રપ્રકાશ નથી. સૂર્યપ્રકાશ એટલો વ્યાપક છે, આખા બ્રહ્માણ્ડમાં સૂર્યપ્રકાશ છે. ક્યાં તમે તે સ્થળ શોધશો? તેનો મતલબ કે સ્થળ આકાશથી પરે છે. તે પણ કહ્યું છે: પરસ તસ્માત તુ ભાવો અન્યો અવ્યક્તો અવ્યક્તાત સનાતન: (ભ.ગી. ૮.૨૦). આ ભૌતિક પ્રકૃતિની પરે બીજી આધ્યાત્મિક પ્રકૃતિ છે. તો આપણે જાણતા નથી કે આ ભૌતિક પ્રકૃતિની રચના શું છે, અને આધ્યાત્મિક પ્રકૃતિ વિશે શું જાણીએ. તો તમારે કૃષ્ણ પાસેથી સાંભળવું પડે, જેઓ ત્યાં રહે છે. નહિતો તમે તમારું આખું જીવન વિચારહીન રહેશો.

અહી તે માહિતી છે. તમે કેવી રીતે જાણી શકો જ્યાં તમે પહોંચી નથી શકતા, તમે જાણી ના શકો - તમારી ઇન્દ્રિયો એટલી અપૂર્ણ છે. તમે કેવી રીતે જાણી શકો? ફક્ત તમારે સાંભળવું પડે. જેમ કે તમારે તમારા પિતા વિશે તમારી માતા પાસેથી સાંભળવું પડે. બીજો કોઈ માર્ગ નથી. માતા પ્રમાણ આપે છે, "અહી તારો પિતા છે, તારે સ્વીકારવું પડશે." તમે કોઈ પ્રયોગ ના કરી શકો. તમારા સાધનોની પરે. તેવી જ રીતે, જો તમારે આધ્યાત્મિક આકાશ અને ભગવાનના સામ્રાજ્ય વિશે શીખવું હોય, તો તમારે ફક્ત અધિકારી પાસેથી સાંભળવું પડે. પ્રાયોગિક જ્ઞાનનો કોઈ પ્રશ્ન જ નથી. ફક્ત સાંભળવું. તો સાંભળવું મતલબ, જેમ કે તમારે કોઈ સજ્જનને તમારા પિતા તરીકે માનવા પડે, તમારી માતાની અધિકૃતતા પરથી સાંભળીને. ફક્ત વેદિક સાહિત્ય પાસેથી જેનો માતા તરીકે સ્વીકાર કરવામાં આવે છે, માતાની અધિકૃતતા, જ્ઞાન. માતાની અધિકૃતતા. વેદ-માતા. તેને કહેવાય છે વેદ-માતા. વેદ મતલબ જ્ઞાન અને તે માતા દ્વારા મેળવવામાં આવે છે. તો વેદ-માતા, જ્ઞાન માતા, તમારે જાણવું પડે કૃષ્ણ શું છે. અને અહી કૃષ્ણ વ્યક્તિગત રીતે સમજાવી રહ્યા છે. તો તમારે તેનો વિશ્વાસ કરવો પડે. પછી તમને જ્ઞાન મળે છે. નહિતો કોઈ શક્યતા નથી., તમે કોઈ પ્રયોગ ના કરી શકો. તો તમે નિષ્ફળ જશો. આગળ વધો.

તમાલ કૃષ્ણ: "આધ્યામિક રાજ્યના બધા જ ગ્રહો સ્વ-પ્રકાશિત છે જેમ કે ભૌતિક આકાશમાં સૂર્ય..."

પ્રભુપાદ: તો... કારણકે અહી, આ ગ્રહ, આ પૃથ્વી ગ્રહ પ્રકાશિત નથી, તેથી તમને સૂર્ય દ્વારા પ્રકાશની જરૂર છે, વીજળી દ્વારા, ચંદ્ર દ્વારા. પણ તે ગ્રહમાં... કૃષ્ણ સ્વ-પ્રકાશિત છે - તેમનો ગ્રહ પણ સ્વ... એક ઉદાહરણ સૂર્ય છે. સૂર્ય સ્વ-પ્રકાશિત ગ્રહ છે. જો ભૌતિક જગતમાં આ પ્રકાશિત ગ્રહની શક્યતા છે, તો આધ્યાત્મિક જગતની તો વાત જ શું કરવી? બધા જ ગ્રહો છે, તેઓ પ્રકાશિત છે. સ્વ-પ્રકાશિત. જેમ કે માણેક. માણેક, એક હીરો, એક હીરાનો ટુકડો, તમે તેને અંધારામાં મૂકો, તે સ્વ-પ્રકાશિત છે. પ્રકાશ આપવાનો કોઈ પ્રશ્ન નથી તે બતાવવા માટે, 'અહી હીરો છે'. તે સ્વ-પ્રકાશિત છે. આ ભૌતિક જગતમાં પણ, તમે જોશો. તો તે ગ્રહ, કૃષ્ણ ગ્રહ, ગોલોક વૃંદાવન, તે સ્વ-પ્રકાશિત છે. અમે તે ચિત્ર અમારા શ્રીમદ ભાગવતમમાં આપ્યું છે, સ્વ-પ્રકાશિત. તે આધ્યાત્મિક જગતમાં ઘણા લાખો ગ્રહો છે. આગળ વધો.