GU/Prabhupada 0705 - આપણે ભગવદ ગીતામાં જોઈશું, આ ભગવદ વિજ્ઞાનની શ્રેષ્ઠતા



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969

ભક્ત: તે શું છે જે આપણે કૃષ્ણના પૂર્ણ વિસ્તરણ, વિષ્ણુ, વિશે સમજવું જ જોઈએ?

પ્રભુપાદ: હા. કૃષ્ણ પોતાને વિસ્તારીત કરી શકે છે. જેમ કે તમે અહી બેઠા છો. તમે તમારા ઘરમાં નથી. કારણકે તમે બદ્ધ છો. જ્યારે તમે આધ્યાત્મિક, મુક્ત, બનો છો, તમે પણ વિસ્તારીત થઈ શકો છો. પણ કૃષ્ણ, કારણકે તેમને ભૌતિક શરીર નથી, તેઓ પોતાને લાખો રૂપોમાં વિસ્તારીત કરી શકે છે. તેઓ અહી બેસી શકે છે, તેઓ અહી બેસી શકે છે. ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદ-દેશે અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧). તેઓ દરેકના હ્રદયમાં સ્થિત છે. દરેકના, તેમના વિસ્તરણ દ્વારા. જોકે તેઓ એક છે, તેઓ વિસ્તારીત થઈ શકે છે. કારણકે તેઓ મહાન છે, જેમ કે સૂર્ય મહાન છે. તેથી જો તમે, બપોરના સમયે તમારા મિત્રને ટેલિગ્રામ મોકલો, જે પાંચ હજાર માઈલ દૂર છે, "સૂર્ય ક્યાં છે?" તે કહેશે, "મારા માથા પર." અને તમે જોશો કે સૂર્ય તમારા માથા પર પણ છે. શા માટે? કારણકે તે મહાન છે. તો કૃષ્ણ મહાન હોવાના કારણે, તે એક સમયે દરેક જગ્યાએ રહી શકે છે. તે વિસ્તરણ છે. તમે ઉદાહરણ લો. સૂર્ય શું છે? તે કૃષ્ણની સૂક્ષ્મ રચના છે. જો સૂર્ય દરેક વ્યક્તિના માથા પર એક સાથે રહી શકતો હોય, ભલે વ્યક્તિ પાંચ હજાર, દસ હજાર માઈલ દૂર હોય, તો કૃષ્ણ કેમ ના રહી શકે? તમે તમારી તાર્કિક શક્તિનો ઉપયોગ કેમ નથી કરતાં? શું સૂર્ય કૃષ્ણ કરતાં મહાન છે? ના. કૃષ્ણ લાખો સૂર્યો રચી શકે છે. જો સૂર્ય પાસે આટલી શક્તિ હોય, કૃષ્ણ પાસે કેમ નહીં? તો પછી તમે કૃષ્ણનમે સમજતા નથી.

તો કૃષ્ણ, અખિલાત્મ ભૂત: (બ્ર.સં. ૫.૩૭). તેઓ વિસ્તારીત થઈ શકે છે, તે તમે તેરમાં અધ્યાયમાં જોશો. કે ક્ષેત્રજ્ઞમ ચાપિ મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેશુ ભારત (ભ.ગી. ૧૩.૩). ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞમ. જેમ કે તમે આધ્યાત્મિક આત્મા છો. તમે આ શરીરના માલિક છો. હું આ શરીરનો માલિક છું, તમે તમારા શરીરના માલિક છો. પણ કારણકે હું આ શરીરમાં રહું છું... પણ કૃષ્ણ બધા જ શરીરોના માલિક છે કારણકે તેઓ બધે જ રહે છે. જેમ કે આ ઘર મારી કે બીજા કોઈની માલિકીનું હોઈ શકે. તે ઘર તેની માલિકીનું હોઈ શકે. પણ આખું અમેરિક રાજ્યનું છે. તેવી જ રીતે જ્યારે મહાનતાનો પ્રશ્ન આવે છે, તે શક્ય છે, તે વિસ્તરણ છે. અને કારણકે હું વિસ્તારીત ના થઈ શકું, દેડકાનો સિદ્ધાંત, તેથી કૃષ્ણ પણ વિસ્તારીત ના થઈ શકે, તે બકવાસ છે. આપણે હમેશા આપણી સ્થિતિના સંદર્ભમાં વિચારીએ છીએ. જો હું વિસ્તારીત ના થઈ શકું તો કૃષ્ણ કેવી રીતે વિસ્તારીત થઈ શકે. તમે શું છો? તમારી સ્થિતિ શું છે? તમે પોતાને કૃષ્ણ સાથે કેમ સરખાવો છો? હા, કૃષ્ણ વિસ્તારીત થઈ શકે છે. તો ઘણા બધા ઉદાહરણો આપેલા છે. એવું ના વિચારો કે કારણકે તમે વિસ્તારીત ના થઈ શકો, તેથી કૃષ્ણ વિસ્તારીત ના થઈ શકે. તે બકવાસ સિદ્ધાંતની ખામી છે. તેઓ ઔપચારિક રીતે કહે છે "ભગવાન મહાન છે." પણ, જ્યારે વાસ્તવમાં તે વિચારે, "ઓહ, તેઓ કેટલા મહાન હોવા જોઈએ? હું આ નથી કરી શકતો. કેવી રીતે કૃષ્ણ કરી શકે." પણ ઔપચારિક રીતે, "ઓહ, ભગવાન મહાન છે." તેમને કોઈ ખ્યાલ જ નથી કે ભગવાન કેટલા મહાન છે. તે આપણે ભગવદ ગીતામાં જોઈશું. તેથી આ શ્રેષ્ઠ ભગવદ વિજ્ઞાન. અખિલાત્મ ભૂત: (બ્ર.સં. ૫.૩૭). જો તમારે જાણવું હોય કે ભગવાન કેટલા મહાન છે તો તમારે આ વેદિક સાહિત્યનો સંદર્ભ લેવો પડે. બીજા કોઈ સાહિત્યનો નહીં.

ભક્ત: પ્રભુપાદ? અમે જાણીએ છીએ કે કૃષ્ણકૃપામૂર્તિ ભક્તિસિદ્ધાંત સરસ્વતી હમેશા બહુ ટટ્ટાર બેસતા હતા અને તે ભગવદ ગીતામાં કહ્યું છે કે વ્યક્તિએ ટટ્ટાર બેસવું જોઈએ. શું તે અમને અમારા જપને ધ્યાનપૂર્વક કરવામાં મદદ કરશે, જો અમે કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરીએ, જો અમે ટટ્ટાર બેસવાનો પ્રયત્ન કરીએ (અસ્પષ્ટ), જપ દરમ્યાન...?

પ્રભુપાદ: ના, ના, તેમાં બેસવાની મુદ્રાની કોઈ જરૂર નથી. પણ જો તમે બેસી શકો, તે મદદ કરશે. તે મદદ કરશે. જો તમે આ રીતે ટટ્ટાર બેસી શકો, તે બહુ જ સરસ છે. તે મદદ કરી શકે છે, હા, તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, જપ દરમ્યાન અને સાંભળવા દરમ્યાન પણ. તેથી આ વસ્તુઓની જરૂર છે. પણ આપણે આના વિશે બહુ જ ચોક્કસ નથી. પણ તેઓ બ્રહ્મચારી હતા, તેઓ તે રીતે બેસી શકતા હતા. તે બ્રહ્મચારીનું લક્ષણ છે. તેઓ બનાવટી બ્રહ્મચારી ન હતા, પણ તેઓ સાચા બ્રહ્મચારી હતા, હા. (અંત)