GU/Prabhupada 0706 - વાસ્તવિક શરીર અંદર છે



Lecture on SB 3.26.29 -- Bombay, January 6, 1975

તો પ્રયાસ હોવો જોઈએ કેવી રીતે મુક્ત બનવું આ ભૌતિક અસ્તિત્વમાથી, અને આપણા આધ્યાત્મિક સ્તર પર આવવું. તે મનુષ્ય જીવનનો પ્રયાસ હોવો જોઈએ. બિલાડીઓ અને કુતરાઓ, તેમની પાસે આવી કોઈ વિકસિત ચેતના નથી. તેઓ તેનો પ્રયાસ ના કરી શકે. તેઓ આ ભૌતિક શરીર અને ભૌતિક ઇન્દ્રિયોથી સંતુષ્ટ છે. પણ મનુષ્ય શરીરમાં સમજવાની તક છે કે આ ઇન્દ્રિયો, આ શરીરની ભૌતિક રચના, ખોટી છે, અથવા નાશવંત, અથવા ખોટી એ રીતે - કે તે મારૂ મૂળ શરીર નથી. મૂળ શરીર આ ભૌતિક શરીરની અંદર છે. તે આધ્યાત્મિક શરીર છે. અસ્મિન દેહે દેહીન: દેહીનો અસ્મિન, તથા દેહાંતર પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩). અસ્મિન દેહીન: તો આધ્યાત્મિક શરીર વાસ્તવમાં શરીર છે, અને આ ભૌતિક શરીર આવરણ છે. તે ભગવદ ગીતામાં અલગ રીતે સમજાવેલું છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય (ભ.ગી. ૨.૨૨). આ ભૌતિક શરીર ફક્ત એક વસ્ત્ર જેવુ છે. વસ્ત્ર.... હું શર્ટ પહેરું છું, તમે શર્ટ અને કોટ પહેરો છો. તે બહુ મહત્વપૂર્ણ વસ્તુ નથી. મહત્વપૂર્ણ વસ્તુ છે શર્ટની અંદરનું શરીર. તેવી જ રીતે, આ ભૌતિક શરીર ફક્ત આધ્યાત્મિક શરીરનું બહારનું આવરણ છે ભૌતિક વાતાવરણથી, પણ સાચું શરીર અંદર છે. દેહીનો અસ્મિન યથા દેહે (ભ.ગી. ૨.૧૩). આ બાહરી, ભૌતિક શરીર દેહ કહેવાય છે અને આ 'દેહ' ના માલિકને દેહી કહેવાય છે. "જે આ દેહને ધરાવે છે." તે આપણે સમજવું પડે.... આ ભગવદ ગીતાની પ્રથમ શિક્ષા છે.

તો વ્યક્તિએ જાણવા માટે જિજ્ઞાસુ બનવું જોઈએ, "કેવી રીતે આ ભૌતિક શરીર અસ્તિત્વમાં આવ્યું છે, મને, આધ્યાત્મિક શરીરને, આવરિત કરતું, અહમ બ્રહ્માસ્મિ?" તો આ વિજ્ઞાનને સમજવા માટે, કપિલદેવ ભૌતિક સાંખ્ય તત્વયાન સમજાવી રહ્યા છે, કેવી રીતે વસ્તુઓ વિકાસ પામે છે. તે સમજવા માટે... તે જ વસ્તુ: સરળ વસ્તુને સમજવું, કે "હું આ શરીર નથી. શરીર આત્મામાથી વિકસિત થયું છે." તેથી આપણે ભૌતિક વૈજ્ઞાનિકોને પડકાર આપીએ છીએ. તેઓ કહે છે કે આત્મા શરીરમાથી વિકસિત થઈ છે. ના. આત્મા શરીરમાથી વિકસિત નથી થઈ, પણ શરીર આત્મામાથી વિકાસ પામ્યું છે. બિલકુલ ઊલટું. ભૌતિક વૈજ્ઞાનિકો, તેઓ વિચારે છે કે આ ભૌતિક ઘટકોના સંયોજનથી રચના થાય છે એક પરિસ્થિતીનું જ્યાં, જ્યારે એક જીવ, જીવના લક્ષણો ઉદભવે છે. ના. તેવું નથી. વાસ્તવિક હકીકત છે, કે આત્મા છે. તે આખા બ્રહ્માણ્ડમાં ફરી રહી છે, બ્રહ્માણ્ડ ભ્રમણ. બ્રહ્માણ્ડ મતલબ આખા બ્રહ્માણ્ડમાં. આત્મા ક્યારેક એક જીવનની યોનિમાં હોય છે; ક્યારેક જીવનની બીજી યોનીમાં. ક્યારેક તે આ ગ્રહ પર હોય છે, ક્યારેક બીજા ગ્રહ પર. આ રીતે, તેના કર્મ અનુસાર, તે ભટકી રહી છે. તે તેનું ભૌતિક જીવન છે. તો એઈ રૂપે બ્રહ્માણ્ડ ભ્રમિતે (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧). તે ભટકી રહી છે, કોઈ લક્ષ્ય વગર ભ્રમણ. "જીવનનુ લક્ષ્ય શું છે? શા માટે મને આ સ્થિતિમાં મૂકવામાં આવ્યો છે, આ ભૌતિક શરીર, બધા જ દુખોનો સ્ત્રોત, સ્વીકાર કરતો?" આ પ્રશ્નો પૂછાવા જોઈએ. આને બ્રહ્મજિજ્ઞાસા કહે છે. અને તેનો યોગ્ય રીતે ઉત્તર અપાવવો જોઈએ. પછી આપણું જીવન સફળ થશે. નહિતો તે એક બિલાડી અથવા કુતરાની જેમ બેકાર છે - કોઈ સમજ નહીં, મૂઢ. મૂઢ.