GU/Prabhupada 0736 - આ બધી કહેવાતી અથવા છેતરપિંડીવાળી ધાર્મિક પદ્ધતિઓનો ત્યાગ કરો
Arrival Lecture -- Calcutta, March 20, 1975
શ્રીમદ ભાગવતમ કોઈ ચોક્કસ પ્રકારના ધર્મનું નામ નથી લેતું. તે કહે છે, "તે ધર્મ, તે ધર્મની પદ્ધતિ, પ્રથમ વર્ગની છે," સ વૈ પુંસામ પરો ધર્મ: (શ્રી.ભા. ૧.૨.૬) "દિવ્ય." આ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, તે બધા પ્રકૃત છે, ભૌતિક છે. પણ આપણે, ધર્મની પ્રકૃત, અથવા ભૌતિક ધારણાથી પરે જવું પડે - "અમે હિન્દુ છીએ," "અમે મુસ્લિમ છીએ," "અમે ખ્રિસ્તી છીએ." જેમ કે સોનું. સોનું તે સોનું છે. સોનું હિન્દુ સોનું અથવા ખ્રિસ્તી સોનું અથવા મુસ્લિમ સોનું ના હોઈ શકે. કારણકે સોનાનો ગઠ્ઠો હિન્દુ અથવા મુસ્લિમના હાથમાં છે, કોઈ પણ નહીં કહે, "તે મુસ્લિમ સોનું છે," "તે હિન્દુ સોનું છે." દરેક વ્યક્તિ કહેશે, "તે સોનું છે." તો આપણે સોનું પસંદ કરવું પડે - હિન્દુ સોનું કે મુસ્લિમ સોનું કે ખ્રિસ્તી સોનું નહીં. જ્યારે ભગવાન કૃષ્ણે કહ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬), તેમનો મતલબ આ હિન્દુ અથવા મુસ્લિમ ધર્મ ન હતો. આ ઉપાધિઓ છે. તો આપણે તે સ્તર પર આવવું પડે જે શુદ્ધ છે; કોઈ ઉપાધિ નથી. અહમ બ્રહ્માસ્મિ: "હું કૃષ્ણનો અંશ છું." આ સાચો ધર્મ છે. આ ખ્યાલ વગર, કોઈ પણ નિયુક્ત કરાયેલો ધર્મ, તે પ્રકૃત છે. તે દિવ્ય નથી.
તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન દિવ્ય છે, પરો ધર્મ: સ વૈ પુંસામ પરો ધર્મ: પર મતલબ "પરે", કહેવાતી ધાર્મિક પદ્ધતિઓથી પરે. તો આ અમારી નિર્મિત કરાયેલી વસ્તુઓ નથી. તે શ્રીમદ ભાગવતમમાં શરૂઆતમાં જ કહેલું છે, ધર્મએલ પ્રોઝ્ઝિત કૈતવ: અત્ર (શ્રી.ભા. ૧.૧.૨): "કોઈ પણ પ્રકારનો કૈતવ:, બનાવટી અથવા ખોટો, ભ્રામક,: કૈતવ: કૈતવ: મતલબ છેતરપિંડી. "છેતરપિંડીનો ધર્મ અસ્વીકૃત છે, ફેંકી દીધેલો," પ્રોઝ્ઝિત. પ્રકૃષ્ટ રૂપેણ ઉઝઝિત. જેમ કે આપણે ભોંય પર કચરો વાળીએ છીએ, આપણે છેલ્લો ધૂળનો કણ લઈએ છીએ અને તેને ફેંકી દઈએ છીએ, તેવી જ રીતે, કૃષ્ણ ભાવનાભાવિત બનવું મતલબ આપણે છોડી દેવું પડે આ બધા કહેવાતા અથવા છેતરપિંડીવાળા ધર્મો. કારણકે અનુભવ કહે છે કે ઘણા બધી વિભિન્ન નિયુક્ત ધાર્મિક પદ્ધતિઓનું પાલન કરીને, કોઈ પણ વ્યક્તિ ભગવદ પ્રેમના સ્તર પર પહોંચ્યું નથી. કોઈએ પણ પ્રાપ્ત નથી કર્યું. તે વ્યાવહારિક અનુભવ છે. તે છે... શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ, તેમણે પ્રસ્તુત કર્યું. પણ ભગવાન કૃષ્ણે ઈશારો આપ્યો કે "આ વાસ્તવિક ધર્મ છે, મામ એકમ શરણમ વ્રજ. આ ધર્મ છે." બીજો કોઈ ધર્મ, ધાર્મિક પદ્ધતિ, જે અનુયાયીઓને ભગવદ પ્રેમમાં પ્રશિક્ષિત નથી કરતી, તે છેતરપિંડીનો ધર્મ છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, પ્રેમ પુમ અર્થો મહાન. અને ભાગવત પણ તે જ વસ્તુ કહે છે. જીવનની સાચી સફળતાની પ્રાપ્તિ છે કેવી રીતે ભગવાન, અથવા કૃષ્ણ, ને પ્રેમ કરવો. તે જીવનની સર્વોચ્ચ સિદ્ધિ છે.