GU/Prabhupada 0737 - પહેલું આધ્યાત્મિક જ્ઞાન આ છે - 'હું આ શરીર નથી'



Lecture on BG 4.1 -- Bombay, March 21, 1974

પ્રભુપાદ: શરીર અલગ રીતે બનેલું છે. આત્મા તે જ છે. તમારો આત્મા, મારો આત્મા, એક જ છે. પણ તમારા શરીરને અમેરિકન શરીર કહેવામા આવે છે, મારૂ શરીર ભારતીય શરીર કહેવાય છે. તે ફરક છે. જેમ કે તમારે અલગ વસ્ત્ર છે. મારે અલગ વસ્ત્ર છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય (ભ.ગી. ૨.૨૨)... શરીર ફક્ત એક વસ્ત્ર જેવુ છે.

તો પ્રથમ આધ્યાત્મિક જ્ઞાન છે આ, કે "હું આ શરીર નથી." પછી આધ્યાત્મિક જ્ઞાન શરૂ થાય છે. નહિતો આધ્યાત્મિક જ્ઞાનની કોઈ શક્યતા જ નથી. યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે સ્વ ધિ: કલત્રાદીશુ ભૌમ ઈજય ધિ: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). જે વ્યક્તિ વિચારે છે, "હું આ શરીર છું. હું, પોતે," તે એક ધૂર્ત, પશુ છે. બસ તેટલું જ. આ ધૂર્ત પશુતા, આખી દુનિયામાં ચાલી રહી છે. "હું અમેરિકન છું," "હું ભારતીય છું," "હું બ્રાહ્મણ છું," "હું ક્ષત્રિય છું." આ ધૂર્તતા છે. તમારે આની ઉપર જવું પડે. પછી આધ્યાત્મિક જ્ઞાન છે. તે ભક્તિયોગ છે.

મામ ચ યો અવ્યભિચારેણ
ભક્તિયોગેન સેવતે
સ ગુણાન સમતીત્યૈતાન
બ્રહ્મ ભૂયાય કલ્પતે
(ભ.ગી. ૧૪.૨૬)

અહમ બ્રહ્માસ્મિ. આની જરૂર છે. તો આ યોગ પદ્ધતિ, ભક્તિયોગ, સમજવા માટે... કારણકે ફક્ત ભક્તિયોગથી જ તમે આધ્યાત્મિક સ્તર પર આવી શકો છો. અહમ બ્રહ્માસ્મિ. નાહમ વિપ્રો... જેમ કે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, નાહમ વિપ્રો ન ક્ષત્રિય... તે શ્લોક શું છે?

ભક્ત: કિબા વિપ્ર કિબા ન્યાસી...

પ્રભુપાદ: "હું એક બ્રાહ્મણ નથી, હું એક ક્ષત્રિય નથી, હું એક વૈશ્ય નથી, હું એક શુદ્ર નથી. હું એક બ્રહ્મચારી નથી, હું એક ગૃહસ્થ નથી, હું એક વાનપ્રસ્થ નથી..." કારણકે આપણી વેદિક સંસ્કૃતિ વર્ણ અને આશ્રમ પર આધારિત છે. તો ચૈતન્ય મહાપ્રભુ આ બધી વસ્તુઓનો ઇનકાર કરે છે: "હું આમાથી કોઈ પણ નથી." તો તમારું પદ શું છે? ગોપી ભર્તુ: પદ કમલયોર દાસ દાસાનુદાસ: (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦). "હું ગોપીઓના પાલકનો શાશ્વત સેવક છું." તેનો મતલબ કૃષ્ણ. અને તેમણે પ્રચાર કર્યો: જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯). આ આપણી ઓળખ છે. આપણે કૃષ્ણના શાશ્વત સેવક છીએ. તેથી જે સેવકોએ કૃષ્ણ વિરુદ્ધમાં વિદ્રોહ કર્યો છે, તેઓ આ ભૌતિક જગતમાં આવ્યા છે. તેથી, આ સેવકોને પાછા લઈ જવા માટે, કૃષ્ણ આવે છે. અને કૃષ્ણ કહે છે,

પરિત્રાણાય સાધુનામ
વિનાશાય ચ દુષ્કૃતામ
ધર્મ સંસ્થાપનાર્થાય
સંભવામી યુગે યુગે
(ભ.ગી. ૪.૮)

કૃષ્ણ અવતરિત થાય છે. તેઓ એટલા દયાળુ છે. તો ચાલો આપણે લાભ લઈએ કૃષ્ણના અહી આવવાનો, તેમની પાછળ આ ભગવદ ગીતા મૂકી જવાનો, અને તેને પૂર્ણ રીતે વાંચીએ અને આપણું જીવન પૂર્ણ બનાવીએ. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. તે કોઈ બનાવટી આંદોલન નથી. તે શ્રેષ્ઠ વૈજ્ઞાનિક આંદોલન છે. તો ભારતની બહાર, આ યુરોપિયાનો, અમેરિકનો, તેનો લાભ લઈ રહ્યા છે. ભારતીય યુવાપેઢી કેમ નહીં? તેમાં ખોટું શું છે? આ સારું નથી. ચાલો આપણે જોડાઈએ, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ગંભીરતાપૂર્વક શરૂ કરીએ, અને આ પીડાતી માનવતાનો ઉદ્ધાર કરીએ. તે અમારો ઉદેશ્ય છે. તેઓ જ્ઞાન મેળવવા માટે પીડાઈ રહ્યા છે. બધુ જ છે, પૂર્ણ. ફક્ત ગેરવ્યવસ્થાથી... ફક્ત... તે ચોરો અને ડાકુઓથી સંચાલિત થઈ રહ્યું છે. ગ્રહણ કરો. તમે કૃષ્ણ ભાવનામૃતમાં સિદ્ધ બનો અને સંચાલન સંભાળો અને તમારું જીવન સફળ બનાવો.

આપનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ.