GU/Prabhupada 0740 - આપણે શાસ્ત્રોના પૃષ્ઠો દ્વારા જોવું પડે



Lecture on CC Adi-lila 1.7 -- Mayapur, March 31, 1975

અદ્વૈત અચ્યુત અનાદિ અનંત રુપમ (બ્ર.સં. ૫.૩૩). આ ક્ષીરોદકશાયી વિષ્ણુ વ્યક્તિ છે જે દરેકના હ્રદયમાં સ્થિત છે, દરેક જીવના હ્રદયમાં. ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદ-દેશે અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧). તે ઈશ્વર, અંતર્યામી, જે દરેકના હ્રદયમાં સ્થિત છે, તે છે ક્ષીરોદકશાયી વિષ્ણુ. ફક્ત દરેક જીવોના હ્રદયમાં જ નહીં, પણ તેઓ અણુમાં પણ છે. અંડાન્તરસ્થ પરમાણુ ચયા... પરમાણુ. આ રીતે વિષ્ણુ વિસ્તરણો છે. તે આપણા માટે અચિંત્ય છે, પણ કૃષ્ણની કૃપાથી, આપણે શાસ્ત્રોના વર્ણન પરથી આંશિક રીતે સમજી શકીએ. નહિતો, આપણે કલ્પના ના કરી શકીએ કે કેવી રીતે વસ્તુઓ થઈ રહી છે, પણ તે થાય છે. આપણે સ્વીકારવું પડે. શાસ્ત્ર ચક્ષુશ: (ચૈ.ચ. મધ્ય ૨૩.૭૨) આપણે શાસ્ત્રના પૃષ્ઠો થકી જોવું પડે. નહિતો તે શક્ય નથી.

તો જો આપણે વિષ્ણુ-તત્ત્વને જાણવું હોય, જો આપણે કૃષ્ણને જાણવા હોય, તેમનું ઉત્કૃષ્ટ પદ, તો અહી શાસ્ત્રના વર્ણનો છે. અન જો આપણે તેને તેના મૂળ રૂપે લઈએ, કોઈ ખોટા અર્થઘટન વગર, કોઈ આપણી અસામાન્ય બુદ્ધિ બતાવ્યા વગર... તે શક્ય નથી. આપણે સ્વીકારવું પડે. તેથી આજ્ઞા છે કે તમારે શાસ્ત્રના વિધાનને સ્વીકાર કરવા પડે. તે છે... ભગવદ ગીતા પણ કહે છે, ય: શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય વર્તતે કામ કારત: (ભ.ગી. ૧૬.૨૩): "જો તમે શાસ્ત્રના વર્ણનનો સ્વીકાર ના કરો, અને જો તમે કોઈ વસ્તુનું નિર્માણ કરો," તો પછી ન સિદ્ધિમ સ અવાપ્નોતી, "તો તમને ક્યારેય સિદ્ધિ નહીં મળે." આપણે શાસ્ત્રનું પાલન કરવું પડે; નહિતો કૃષ્ણનું ઉન્નત પદ સમજવાનો કોઈ વિકલ્પ નથી, કેવી રીતે તેઓ વિભિન્ન રૂપોમાં વિસ્તારીત થાય છે, વિષ્ણુ તરીકે, નારાયણ તરીકે. ક્યારેક તેઓ દલીલ કરે છે કે કૃષ્ણ વિષ્ણુના અવતાર છે. તે પણ સત્ય છે. તમે જોશો ચૈતન્ય... સત્ય આ રીતે, કે જ્યારે કોઈ અવતાર આવે છે, તેઓ ક્ષીરોબ્ધિશાયી વિષ્ણુ તરીકે આવે છે. પણ ક્ષીરોબ્ધિશાયી વિષ્ણુ કૃષ્ણનું આંશિક વિસ્તરણ છે. વિષય વસ્તુ ખૂબ જ જટિલ છે, પણ જો આપણે શાસ્ત્રનું પાલન કરીએ અને તેનો સ્વીકાર કરીએ, તો આપણે કોઈ સ્પષ્ટ ધારણા મેળવી શકીએ.

તો નિત્યાનંદ રામ... તો યસ્યાંશ સ નિત્યાનંદ રામ: નિત્યાનંદ બલરામ છે. તેથી તેમને કહેવાય છે, નિત્યાનંદાખ્ય રામ: (ચૈ.ચ. આદિ ૧.૭) જેમ કે શ્રી ચૈતન્ય મહાપ્રભુ... કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામ્ને (ચૈ.ચ. મધ્ય ૧૯.૫૩):"હું મારા સાદર પ્રણામ કરું છું કૃષ્ણને જે હવે કૃષ્ણ ચૈતન્ય તરીકે અવતરિત થયા છે." તેઓ કૃષ્ણ છે. તેવી જ રીતે નિત્યાનંદ બલરામ છે. તો બલરામ હોઈલો નિતાઈ. તેથી તે કહ્યું છે અહિયાં, નિત્યાનંદાખ્ય રામ: "તેઓ રામ છે, બલરામ, પણ વર્તમાન સમયે તેઓ નિત્યાનંદ નામે અવતરિત થયા છે."

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: હરિબોલ! (અંત)