GU/Prabhupada 0741 - કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો ઉદેશ્ય: માનવ સમાજની મરામત
Lecture on BG 4.13 -- Bombay, April 2, 1974
તથા દેહાંતર પ્રાપ્તિ: દેહીનો અસ્મિન યથા દેહે (ભ.ગી. ૨.૧૩). આ જ્ઞાનની પ્રથમ સમજણ છે, પણ લોકો નથી સમજતા કે શરીરની અંદર આત્મા હોય છે. તેઓ એટલા મૂર્ખ છે. તેથી તેમને શાસ્ત્રમાં વર્ણિત કરવામાં આવ્યા છે, સ એવ ગો ખર: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩) "આ વર્ગના માણસો, તેઓ ગાયો અને ગધેડાઓ કરતાં વધુ સારા નથી." તો તમે પ્રાણીઓના સમૂહમાં ખુશ ના રહી શકો. તેથી લોકો વર્તમાન સમયે એટલા બધા વિચલિત છે. કોઈ સાદું જીવન નથી, ધીર. જો તમારે સમાજમાં શાંત જીવન જોઈતું હોય, તો તમારે આ કાર્યક્રમ સ્વીકારવો જોઈએ. ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ (ભ.ગી. ૪.૧૩). બ્રાહ્મણ વર્ગના માણસો હોવા જ જોઈએ, ક્ષત્રિય વર્ગના માણસો, વૈશ્ય વર્ગના માણસો.
વૈશ્ય... સામાન્ય રીતે, આપણે સમજીએ છીએ, વૈશ્ય મતલબ વેપારી વર્ગ. ના. વર્તમાન સમયે, કહેવાતા વૈશ્યો શુદ્ર છે, શુદ્ર કરતાં પણ નીચા. શા માટે? હવે વૈશ્યોનું કાર્ય છે કૃષિ ગો રક્ષ્ય વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવ જમ (ભ.ગી. ૧૮.૪૪). વૈશ્યો ધાન્ય ઉત્પન્ન કરવામાં પ્રવૃત્ત હોવા જ જોઈએ, પણ તેમને રુચિ નથી. તેમને બોલ્ટ્સ અને નટ્સ અને પૈડાઓના કારખાનાઓ ખોલવામાં રસ છે, ગુડવ્હીલ ટાયર, ગુડયર ટાયર. હવે તમે પૈડું ખાઓ અને બોલ્ટ અને નટ ખાઓ. ના, તમે ખાઈ ના શકો. તમારે ભાત ખાવો પડે, અને ભાત દસ રૂપિયાનો કિલો છે. બસ. પણ કોઈ વૈશ્ય ધાન્ય ઉત્પન્ન કરતું નથી. તે ખામી છે.
તેઓ ખામીને જોતાં નથી. તેઓ ફક્ત, આક્રંદ કરે છે, "ઓહ, તેણે ભાવ વધારી દીધો છે." કેમ ભાવ ના વધે? બોમ્બે શહેરમાં લાખો લોકો છે. કોણ ધાન્ય ઉત્પન્ન કરી રહ્યું છે? પણ તેઓ વૈશ્ય તરીકે જાણીતા છે. કયા પ્રકારનો વૈશ્ય? કોઈ બ્રાહ્મણ સંસ્કૃતિ નથી; કોઈ મગજ નથી. કોઈ ક્ષત્રિય નથી જે તમને રક્ષા આપી શકે. ઘણી બધી ખામીઓ છે.
તો જો તમારે તમારું જીવન, સમાજ, માનવ સમાજ, નવેસરથી ઢાળવું હોય, રાષ્ટ્રીય રીતે અથવા આંતરરાષ્ટ્રીય રીતે - બધુ જ અહી બોલાયેલું છે, આંતરરાષ્ટ્રીય - તો તમારે કૃષ્ણની સલાહ લેવી પડે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો ઉદેશ્ય છે: માનવ સમાજની બરાબર મરામત. અમે કોઈ તાર્કિક વસ્તુનું નિર્માણ નથી કર્યું. તે બહુ જ વૈજ્ઞાનિક છે. જો તમારે વાસ્તવમાં તમારા જીવનનો ઉદેશ્ય પૂરો કરવો છે, તો તમારે આ ભગવદ ગીતાની સલાહ લેવી પડે, બહુ જ વૈજ્ઞાનિક અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દ્વારા બોલાયેલી, કોઈ પણ ક્ષતિ વગર.
જો હું બોલી રહ્યો છું, ઘણી બધી ખામીઓ હોઈ શકે છે, કારણકે હું અપૂર્ણ છું. આપણે દરેક, અપૂર્ણ. આપણે ભૂલ કરીએ છીએ. ભૂલ કરવી તે મનુષ્યનો સ્વભાવ છે. કોઈ માણસ નથી જે હિમ્મતથી એવું કહી શકે કે "મે ક્યારેય કોઈ ભૂલ નથી કરી." તે શક્ય નથી. તમે ભૂલ કરશો જ. અને ક્યારેક આપણે ભ્રમિત થઈએ છીએ, પ્રમાદ. તે આપણે બધા, કારણકે આપણે આ શરીરને "હું છું," તેમ સ્વીકારીએ છીએ, જે હું નથી. તેને પ્રમાદ કહેવાય છે. ભ્રમ, પ્રમાદ. પછી વિપ્રલિપ્સા (ચૈ.ચ. આદિ ૭.૧૦૭). મારે ભ્રમ છે, હું ભૂલ કરું છું, હું વિચલિત છું, હું મોહમાં છું. છતાં, હું એક શિક્ષકનું પદ ગ્રહણ કરું છું. તે છેતરપિંડી છે. જો તમે ખામીયુક્ત છો, જો તમારા જીવનમાં તમને ઘણી બધી ખામીઓ છે, તમે શિક્ષક કેવી રીતે બની શકો? તમે ઠગ છો. કોઈ શિક્ષક નથી, કારણકે પૂર્ણ બન્યા વગર, તમે કેવી રીતે શિક્ષક બની શકો? તો આ વસ્તુઓ ચાલી રહી છે.