GU/Prabhupada 0745 - તમે વિશ્વાસ કરો કે ના કરો, કૃષ્ણના શબ્દો મિથ્યા ના હોઈ શકે



Lecture on SB 7.9.54 -- Vrndavana, April 9, 1976

હવે, જો તમે વર્તમાન સમયે આખી દુનિયાનો પણ અભ્યાસ કરો, તે લોકો આત્મામાં વિશ્વાસ નથી કરતાં. તે લોકો આત્માના એક શરીરમાથી બીજા શરીરમાં સ્થાનાંતરમાં પણ વિશ્વાસ નથી કરતાં. મોટા, મોટા પ્રોફેસરો, મોટા, મોટા શિક્ષિત વિદ્વાનો, તેઓ વિશ્વાસ નથી કરતાં. તો તેથી તમે સમજી શકો કે દુનિયાની વર્તમાન જનતા શું છે - બધા ધૂર્તો. બધા ધૂર્તો. તેઓ સરળ સત્ય સમજી નથી શકતા, અને તેઓ મોટા વિદ્વાનો, મોટા વૈજ્ઞાનિકો, મોટા રાજનીતિજ્ઞો તરીકે ઓળખાય છે. પણ બધા ધૂર્તો. બસ. તે નિષ્કર્ષ છે. કૃષ્ણ કહે છે, ધિરસ તત્ર ના મુહ્યતી... આ આત્માનું એક શરીરમાથી બીજા શરીરમાં સ્થાનાંતર, કૃષ્ણ કહે છે, ધિરસ તત્ર ન મુહ્યતી (ભ.ગી. ૨.૧૩). અને અહી પણ તે જ વસ્તુ, પૃણન્તિ હી અથ મામ ધીરા: સર્વ ભાવેન સાધવ: (શ્રી.ભા. ૭.૯.૫૪). આધ્યાત્મિક... જો તમે સમજો નહીં કે આત્મા શું છે, તો આધ્યાત્મિક જીવન અને આધ્યાત્મિક જીવનની પ્રગતિનો પ્રશ્ન જ શું છે? કોઈ પ્રશ્ન જ નથી. આ આધ્યાત્મિક અસ્તિત્વની શરૂઆત છે, શિક્ષા, કે "હું આ શરીર નથી. હું આત્મા છું." અહમ બ્રહ્માસ્મિ. તે લોકો સમજી શકે છે.

તો જો આપણે ગંભીરતાથી કૃષ્ણ ભાવનાભાવિત છીએ, જો આપણે કૃષ્ણમાં વિશ્વાસ કરીએ છીએ... આપણે વિશ્વાસ કરવો જ પડે. તમે વિશ્વાસ કરો કે ના કરો, કૃષ્ણના શબ્દો ખોટા ના હોઈ શકે. તે હકીકત છે. તમે ધૂર્ત હોઈ શકો છો, તમે વિશ્વાસ ના કરો, પણ જે લોકો ધીર છે, તે વિશ્વાસ કરે છે. તે વિશ્વાસ કરે છે. જો તમને કૃષ્ણ પ્રત્યે પ્રેમ હોય... પ્રેમ હોવાનો કે ના હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ હકીકત છે. તો વ્યક્તિએ બનવું પડે... આ જીવનનું અંતિમ ધ્યેય છે, કે વ્યક્તિએ ધીર બનવું પડે, બિલાડીઓ અને કુતરાઓના જેવુ નહીં, અહિયાં અને ત્યાં કૂદવું. તે મનુષ્ય જીવન નથી. તે કુતરાનું જીવન છે.

યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે
સ્વ ધિ: કલત્રાદીશુ ભૌમ ઈજ્ય ધિ:
યત તીર્થ બુદ્ધિ: સલીલે ન કરહિચિત
જનેશુ અભિજ્ઞેશુ સ એવ ગો ખર:
(શ્રી.ભા. ૧૦.૮૪.૧૩)

આ માણસોના વર્ગો, યસ્ય, જેમનું જીવન છે શારીરિક ખ્યાલ, "હું શરીર છું." "હું હિન્દુ છું," "હું મુસ્લિમ છું," "હું બ્રાહ્મણ છું," "હું ભારતીય છું," "હું અમેરિકન છું," "હું છું..." આખી દુનિયા આના પર લડી રહી છે, કારણકે તેઓ પાગલ છે, ધીર નથી. આ આધુનિક સમાજ છે. યસ્યાત્મ બુદ્ધિ: કુણપે. આ એક હાડકાં અને માંસ અને રક્તનો કોથળો છે, અને તે લોકો વિચારી રહ્યા છે કે તેઓ આ શરીર છે. તો જો તમે આ શરીર છો તો જીવ શક્તિ ક્યાથી આવી રહી છે? કારણકે જેવી જીવ શક્તિ જતી રહે છે, શરીર બેકાર છે, એક પદાર્થનો ગઠ્ઠો. તો શું તમે વિચારો છો કે આ પદાર્થનો ગઠ્ઠો જીવન આપી રહ્યું છે? પણ તે લોકો ધીર નથી. બધા ધૂર્તો; તેઓ સમજી ના શકે. શબ્દ બહુ જ મહત્વપૂર્ણ છે. ધીરસ તત્ર ન મુહ્યતી (ભ.ગી. ૨.૧૩). કેવી રીતે ધૂર્તો સમજશે? તેથી આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે ધૂર્તોને શિક્ષિત કરવું, બસ તેટલું જ. સરળ વસ્તુ. આપણે દરેકને પડકાર આપીએ છીએ કે "તમે પહેલા ક્રમાંકના ધૂર્ત છો. કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો." આ અમારો પડકાર છે. આગળ આવો. અમે કહીએ છીએ, અમે પડકાર આપીએ છીએ, "તમે પહેલા ક્રમાંકના ધૂર્ત છો. તમે કૃષ્ણ ભાવનામૃતમાં શિક્ષા લો અને તમારું જીવન પૂર્ણ બનાવો." આ કૃષ્ણ ભાવનામૃત છે. કોઈ પણ વ્યક્તિ ધીર નથી.