GU/Prabhupada 0750 - શા માટે આપણે આપણી માતાને આદર આપીએ છીએ?
Lecture on BG 9.10 -- Melbourne, April 26, 1976
કોઈ શાળા, કોલેજ કે સંસ્થા નથી જે મૃત્યુ સંસાર વર્ત્મની (ભ.ગી. ૯.૩) પર સંશોધન કરતું હોય. આપણે એટલા પતિત છીએ કે આપણે પૃચ્છા નથી કરતાં. જેમ કે તે જ, પશુ. પશુને કતલખાને લઈ જવામાં આવી રહ્યું છે, દરેક વ્યક્તિ જાણે છે. પણ પશુને પૃચ્છા કરવાનું કોઈ સામર્થ્ય નથી, "શા માટે મને કતલખાને લઈ જવામાં આવી રહ્યું છે?" તેની પાસે કોઈ સામર્થ્ય નથી. તેની પાસે કોઈ સામર્થ્ય નથી પગલું લેવામાં તેના કતલખાને લઈ જવાની વિરોધમાં. મૃત્યુ સંસાર વર્ત્મની. આપણે દરેક, આપણે કતલખાને જઈ રહ્યા છીએ; પણ મનુષ્ય, જો તેને બળપૂર્વક કતલખાને લઈ જવામાં આવે, તે ઓછામાં ઓછું વિરોધ કરશે, રડશે, કે "કેમ આ માણસ મને કતલખાને લઈ જઈ રહ્યો છે?" પણ પ્રાણીને કોઈ... જોકે તે અનુભવે છે, તે રડે છે, તેની આંખોમાં આંસુ હોય છે, ક્યારેક આપણે જોયા છે. તેઓ જાણે છે કે "આપણને કોઈ પણ વાંક વગર કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. અમે કોઈ ક્ષતિ નથી પહોંચાડતા." જેમ કે ગાયો. તે ઘાસ ખાય છે, અને તેના બદલામાં તમને સૌથી વધુ પૌષ્ટિક આહાર આપે છે, દૂધ. પણ આપણે એટલા નિર્દયી અને આભારવિહોણા છીએ કે આપણે ગાયોને કતલખાને લઈ જઈએ છીએ.
ગાય, વેદિક સંસ્કૃતિ અનુસાર, માતા ગણવામાં આવે છે. કેમ માતા? તે દૂધ પૂરું પાડે છે. કેમ માતા આદરણીય છે? કેમ આપણે આપણી માતાને આદર આપીએ છીએ? કારણકે જ્યારે તમે વિવશ છો, જ્યારે આપણે કશું ખાઈ નથી શકતા, માતા તેના સ્તનમાથી દૂધ પૂરું પાડે છે. માતા મતલબ જે આહાર પૂરો પાડે છે. તો જો ગાય આપણને આહાર પૂરો પડે છે, દૂધ - દૂધ એટલું પૌષ્ટિક અને વિટામિનથી ભરપૂર છે - અને તે આપણી માતા છે. શાસ્ત્રમાં સાત માતા છે, વેદિક સંસ્કૃતિ અનુસાર. સાત માતાઓ. એક માતા વાસ્તવિક માતા, જેના ગર્ભમાથી આપણે જન્મ લીધો છે. આદૌ માતા. તે વાસ્તવિક માતા છે. ગુરુ-પત્ની, ગુરુ અથવા શિક્ષકની પત્ની, તે માતા છે. આદૌ માતા ગુરુ-પત્ની બ્રાહમણી. બ્રાહ્મણની પત્ની, તે પણ માતા છે. વાસ્તવમાં, એક સભ્ય માણસ તેની પત્ની સિવાય દરેક પત્નીને માતા તરીકે જુએ છે. સાત નહીં, આઠ - દરેક સ્ત્રી.
- માતૃવત પરદારેશુ
- પર દ્રવ્યેશુ લોષ્ટ્રવત
- (ચાણક્ય શ્લોક ૧૦)
એક શિક્ષિત વિદ્વાનનો મતલબ એ નથી કે તેની પાસે કેટલી ઉપાધિઓ છે. એક શિક્ષિત વ્યક્તિ મતલબ જે બધી સ્ત્રીઓને માતા તરીકે જુએ છે. તો બધી સ્ત્રીઓ સિવાય, ઓછામાં ઓછી સાતને માતા તરીકે સ્વીકારવી જોઈએ. આદૌ માતા ગુરુ-પત્ની બ્રાહમણી. બ્રાહમણી. રાજ-પત્નીકા, રાણી. રાણી માતા છે, રાજ-પત્નીકા. ધેનુ, ગાય. ગાય માતા છે. અને ધાત્રી, નર્સ, તે માતા છે. ધેનુર ધાત્રી તથા પૃથ્વી. અને પૃથ્વી, તે આપણને કેટલા બધા પ્રકારનો આહાર આપે છે.
તો આ સિદ્ધાંત છે. તો આપણે બહુ જ દયાળુ હોવું જોઈએ, ઓછામાં ઓછું ગાયો પ્રત્યે. જો વ્યક્તિ માંસ ખાવાથી આસક્ત છે, તે બીજા કોઈ નીચલા પશુને મારી શકે છે જેમ કે બકરા, ઘેટાં, ભૂંડ, માછલી. બીજા પ્રાણીઓ છે. પણ ભગવદ ગીતામાં તે વિશેષ કરીને કહેલું છે,
- કૃષિ ગો રક્ષ્ય વાણિજ્યમ
- વૈશ્ય કર્મ સ્વભાવ જમ
- (ભ.ગી. ૧૮.૪૪)
ગો રક્ષ્ય. તે સમાજમાં બહુ જ મહત્વપૂર્ણ વસ્તુ છે, ગાયોને રક્ષણ આપવું અને દૂધ લેવું. અને વિભિન્ન પ્રકારની દૂધની બનાવટો, આખરે ઘી, તે બહુ જ મહત્વની વસ્તુ છે. ભારતમાં હજુ પણ, દરેક ઘરમાં પર્યાપ્ત માત્રામાં ઘી ની જરૂર હોય છે. પણ માંસાહારીઓ નથી. માંસાહારીઓ ઘી ને સહન ના કરી શકે.