GU/Prabhupada 0755 - દરિયાઈ પીડિતો



Lecture on SB 6.1.7 -- Honolulu, May 8, 1976

પ્રભુપાદ: તમે ભગવદ ગીતા વાંચેલી છે. સર્વ યોનિશુ: જીવનની બધી જ યોનીઓમાં. સર્વ યોનિશું સંભવંતી મૂર્તયો ય: (ભ.ગી. ૧૪.૪). જીવનની વિભિન્ન યોનીઓ છે, ૮૪,૦૦,૦૦૦. તે બધા જીવો છે, પણ કર્મ અનુસાર, તેમને વિભીન્ન શરીરો છે. તે ફરક છે. જેમ કે આપણને પસંદગી અનુસાર વિભિન્ન વસ્ત્રો છે, તેવી જ રીતે, મને મારી પસંદગી અનુસાર વિભિન્ન શરીરો મળે છે. આજે સવારે આપણે પીડિતો વિશે ચર્ચા કરી રહ્યા હતા... શું કહેવાય છે? સમુદ્ર પીડિતો?

ભક્ત: પ્રવાસીઓ.

પ્રભુપાદ: પ્રવાસીઓ, હા. (ભક્તો હસે છે) પ્રવાસીઓ. હું કહું છું "પીડિત." "દરિયાઈ-પીડિત." (હાસ્ય) દરિયાઈ-પ્રવાસી, તે વ્યાવહારિક છે કારણકે આપણે સ્થિતિ ઉત્પન્ન કરીએ છીએ જેનાથી આપણે માછલી બનીએ. (હાસ્ય) હા. દૂષણ. જેમ કે જો તમે જાણીજોઈને કોઈ રોગનો ચેપ કરો, તમારે તે રોગથી પીડાવું જ પડશે. કારણમ ગુણ સંગો અસ્ય સદ અસદ જન્મ યોનિશુ (ભ.ગી. ૧૩.૨૨), ભગવદ ગીતામાં. જીવનના વિભિન્ન પ્રકારો શા માટે હોય છે? શું કારણ છે? કારણ છે કારણમ. કૃષ્ણ કહે છે ભગવદ ગીતામાં... કારણમ ગુણ સંગો અસ્ય સદ અસદ જન્મ યોનિશુ. પ્રકૃતે: ક્રિયમાણાની (ભ.ગી. ૩.૨૭). પ્રકૃતિસ્થો અપિ પુરુષ: ભૂંજન્તે તદ ગુણાન (ભ.ગી. ૧૩.૨૨). તો કારણ છે.. જેમ આપણને ચેપ લાગે છે... પ્રકૃતિનો કાયદો એટલો પૂર્ણ છે કે જો તમે કોઈ વસ્તુનો ચેપ લગાડો, કોઈ રોગ, કોઈ દૂષણ, તો તમારે પીડાવું જ પડે. આ પ્રકૃતિનો કાયદો આપમેળે ચાલી રહ્યો છે. કારણમ ગુણ સંગો અસ્ય.

તો પ્રકૃતિના ત્રણ ગુણો હોય છે - સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો જ્યારે સુધી આપણે આ ભૌતિક જગતમા છીએ, પુરુષ: પ્રકૃતિસ્થો અપિ ભૂંજન્તે તદ ગુણાન. જો આપણે એક ચોક્કસ સ્થળ પર રહીએ છે, તો આપણે તે સ્થળના ગુણો દ્વારા પ્રભાવિત થવું જ પડે. તો ત્રણ ગુણો હોય છે: સત્વગુણ, રજોગુણ... આપણે ક્યાં તો સત્વગુણનો સંગ કરવો પડે, અથવા રજોગુણનો અથવા તમોગુણનો. હવે, ત્રણ ગુણ્યા ત્રણ, નવ બને છે, અને નવ ગુણ્યા નવ, એકયાસી બને છે. તો મિશ્રણ. જેમ કે રંગ. ત્રણ રંગો હોય છે: વાદળી, લાલ અને પીળો. હવે, જે લોક રંગ બનાવવામા નિષ્ણાત હોય છે, ચિત્રકાર, તેઓ ત્રણ રંગોને વિભિન્ન રીતે સંયોજિત કરે છે અને તેઓ બતાવે છે. તેવી જ રીતે, ગુણ અથવા મિશ્રણ, સંગ પ્રમાણે - કારણમ ગુણ સંગો અસ્ય - આપણને વિભિન્ન શરીરો મળે છે. તેથી આપણે ઘણા બધા પ્રકારના શરીરો જોઈએ છે. કારણમ ગુણ સંગો અસ્ય (ભ.ગી. ૧૩.૨૨). તો જે વ્યક્તિ બહુ આનંદ લે છે, સમુદ્રમા માછલીની જેમ નાચવામાં, તો તે પ્રકૃતિના ગુણોમા દૂષિત થાય છે જેથી તે આગલા જીવનમા માછલી બનશે. તે મહાસાગરમા નાચવા માટે ખૂબ જ મુક્ત બનશે. (હાસ્ય) હવે, તેને ફરીથી મનુષ્ય જીવનના સ્તર પર આવવા માટે લાખો વર્ષો લાગશે. જલજા નવ લક્ષાણી સ્થાવરા લક્ષ વીંશતી. તેણે માછલીના જીવનમાથી પસાર થવું પડશે. ૯,૦૦,૦૦૦ પ્રકારની વિભિન્ન યોનીઓ હોય છે. પછી તમે ફરીથી ભૂમિ પર આવો છો - તમે વૃક્ષ બનો છો, વનસ્પતિ, અને તે રીતે. વીસ લાખ વિભિન્ન યોનીઓમાથી તમારે પસાર થવું પડે. તે ઉત્ક્રાંતિ છે. ડાર્વિનનો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત, તે પૂર્ણ રીતે સમજાવેલો નથી. તે વેદિક ગ્રંથોમા સમજાવેલો છે. તો માત્ર... એક વૃક્ષ દસ હજાર વર્ષો સુધી ઊભું હોય છે, આપણે તે જીવનમાથી પસાર થવું પડે. પણ કોઈ પૂર્ણ જ્ઞાન નથી. આપણે વિચારીએ છીએ કે અત્યારે આપણે બહુ જ સરસ અમેરિકન શરીર અથવા ભારતીય શરીરમા છીએ. ના. આ જીવન પર આવવા માટે ઘણા બધા વર્ષો લાગ્યા છે. તેથી શાસ્ત્ર કહે છે, લબ્ધ્વા સુદુર્લભમ ઈદમ બહુ સંભવાન્તે (શ્રી.ભા. ૧૧.૯.૨૯): "તમને આ મનુષ્ય જીવન ઘણા, ઘણા લાખો વર્ષોની પ્રતિક્ષા પછી મળ્યું છે." તો તેનો દુરુપયોગ ના કરો. તે વેદિક સંસ્કૃતિ છે, મનુષ્ય જીવનનો દુરુપયોગ ના કરવો.