GU/Prabhupada 0756 - આધુનિક શિક્ષણ - કોઈ સાચું જ્ઞાન નથી

From Vanipedia


આધુનિક શિક્ષણ - કોઈ સાચું જ્ઞાન નથી
- Prabhupāda 0756


Lecture on SB 6.1.10 -- Honolulu, May 11, 1976

તો, હા, ગુરુએ, શુકદેવ ગોસ્વામીએ, પરિક્ષિત મહારાજની પરીક્ષા લીધી, અને તેવું લાગે છે કે રાજાએ પરીક્ષાનો એક ભાગ પાસ કર્યો, પ્રાયશ્ચિતની ક્રિયાનો અસ્વીકાર કરીને. આ બુદ્ધિ છે. તરત જ કહ્યું, "ગુરુ, આ શું છે?" તેમણે તરત જ અસ્વીકાર કર્યો. પ્રાયશ્ચિતની ક્રિયાનો અસ્વીકાર, કારણકે તેમાં સકામ કર્મ હતું. કર્મ, મે કોઈ પાપમય કાર્ય કર્યું છે, પછી બીજું, બીજું કર્મ મને દંડ આપવા માટે. તો અહી તે કહ્યું છે... એક કર્મ બીજા કર્મથી રદ થઈ શકે. કર્મ મતલબ કાર્ય. તે ચાલી રહ્યા છે, નિયમો અને નિયમો બનાવતા, પણ વસ્તુઓ તે જ જગ્યાએ છે. તે બદલાતી નથી. તેથી તે રીતે તે રોકાઈ ના શકે. કર્મણા કર્મ નીર્હાર (શ્રી.ભા. ૬.૧.૧૧). હવે શુકદેવ ગોસ્વામી તાર્કિક જ્ઞાનના સ્તરની સલાહ આપે છે. જ્યારે તે નિષ્ફળ જાય છે કે એક ચોર, વારંવાર ગુનાહિત કાર્યો કરતો, વારંવાર તેને દંડ મળે છે પણ તે સુધરતો નથી, તો ઈલાજ શું છે? તે છે વિમર્શનમ, તાર્કિક જ્ઞાન. કર્મકાંડથી જ્ઞાનકાંડ તરફ, તેઓ પ્રસ્તાવ મૂકી રહ્યા છે પ્રાયશ્ચિતમ વિમર્શનમ (શ્રી.ભા. ૬.૧.૧૧): સાચું પ્રાયશ્ચિત છે પૂર્ણ જ્ઞાન. વ્યક્તિને જ્ઞાન આપવું જોઈએ.

જ્યાં સુધી વ્યક્તિ જ્ઞાનમાં નથી આવતો... તો આધુનિક શિક્ષણમાં કોઈ સાચું જ્ઞાન નથી. સાચું જ્ઞાન મતલબ ભગવદ ગીતા. જેમણે ભગવદ ગીતા વાંચેલી છે, સૌ પ્રથમ સમજણ, અર્જુનને શિક્ષા આપવામાં આવી હતી. જ્યારે તે ગૂંચવાઈ ગયો હતો અને તે કૃષ્ણનો શિષ્ય બન્યો, શિષ્યસ તે અહમ સાધી મામ પ્રપન્નમ (ભ.ગી. ૨.૭): "કૃષ્ણ, હવે આ મૈત્રીપૂર્ણ વાર્તાલાપને બંધ કરીએ. આ મૈત્રીપૂર્ણ વાર્તાલાપને બંધ કરીએ. હવે હું તમારો શિષ્ય બનવા સહમત થાઉં છું. હવે તમે મને શીખવાડો." તો પ્રથમ શિક્ષા આલોચના હતી. અશોચ્યન અન્વશોચસ ત્વમ પ્રજ્ઞા વાદાંશ ચ ભાશસે (ભ.ગી. ૨.૧૧): "તને કોઈ જ્ઞાન નથી." ગાતાસૂન અગતાસુંશ ચ નાનુશોચન્તિ પંડિતા: "તું એક પંડિતની જેમ વાત કરી રહ્યો છું પણ તું પંડિત નથી." તેમણે પરોક્ષ રીતે કહ્યું, "તું મૂર્ખ છું," કારણકે નાનુશોચન્તિ, "આ પ્રકારની વિચારધારા શિક્ષિત વિદ્વાનો નથી રાખતા." તેનો મતલબ "તું શિક્ષિત માણસ નથી." તે વર્તમાન સમયે ચાલી રહ્યું છે. દરેક વ્યક્તિ વિચારે છેકે તે બહુ જ ઉચ્ચ છે, શિક્ષિત, પણ તે પહેલા ક્રમાંકનો મૂર્ખ છે. તે ચાલી રહ્યું છે, કારણકે કોઈ પ્રમાણભૂત જ્ઞાન નથી. સનાતન ગોસ્વામી પણ, જ્યારે તેઓ ચૈતન્ય મહાપ્રભુ પાસે ગયા, તેમણે પણ તે જ વસ્તુ કહી. તેઓ ભાનમાં હતા. તેઓ પ્રધાન મંત્રી હતા. તેઓ સંસ્કૃત અને ઉર્દુના શિક્ષિત વિદ્વાન હતા - તે દિવસોમાં ઉર્દુ, કારણકે તે મુસ્લિમ સરકાર હતી. પણ તેમણે તેવું વિચાર્યું કે "તે લોકો મને શિક્ષિત વિદ્વાન કહે છે, પણ હું કયા પ્રકારનો વિદ્વાન છું?" હું ચૈતન્ય સમક્ષ આ પ્રશ્ન રજૂ કરું છું. ગ્રામ્ય વ્યવહારે કહયે પંડિત સત્ય કરી માની, આપનાર હિતાહિત કિછુઈ નાહી જાની (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૦): "મારા પ્રિય ભગવાન ચૈતન્ય મહાપ્રભુ, આ સામાન્ય માણસો, તેઓ કહે છે, કે હું એમ,એ., પી.એચ.ડી., ડી.એ.સી., અને વગેરે વગેરે છું. હું બહુ જ શિક્ષિત વિદ્વાન છું. પણ હું એટલો મોટો વિદ્વાન છું કે હું જાણતો નથી કે હું કોણ છું અને મારા જીવનનું લક્ષ્ય શું છે." જરા જુઓ. કોઈ પણ કહેવાતા વિદ્વાનને પૂછો કે "જીવનનું લક્ષ્ય શું છે?" તે કહી નહીં શકે. જીવનનું લક્ષ્ય તે જ છે, કૂતરાની જેમ: ખાવું, પીવું, ખુશ રહેવું, અને મજા કરવી અને મરી જવું. બસ તેટલું જ. તો શિક્ષણ ક્યાં છે? કોઈ શિક્ષણ નથી. સાચું શિક્ષણ અલગ છે: કે વ્યક્તિએ તેની સ્થિતિ જાણવી જોઈએ અને તે પ્રમાણે કાર્ય કરવું જોઈએ.