GU/Prabhupada 0757 - તે ભગવાનને ભૂલી ગયો છે. તેની ચેતના પુનર્જીવિત કરો



750515 - Morning Walk - Perth

પ્રભુપાદ: એક કથા છે: એક માણસે પુસ્તક લખી કે કેવી રીતે ગાયોને પાળવી. "ગાયોનું પાલન, ગાયોનું પાલન, ગાયોનું પાલન." તો એક વૃદ્ધ માણસ પૂછતો હતો, "તમે કઈ પુસ્તક વેચી રહ્યા છો?" "કેવી રીતે ગાયોનું પાલન કરવું." તો તમે આ પુસ્તક તમારી માતા માટે લઈ જાઓ. તે શિખશે કે તમારું પાલન કેવી રીતે કરવું." ગાયનું પાલન દરેક વ્યક્તિ જાણે છે, અને તેણે પુસ્તક લખી છે. "તો સારું છે... તમે એક ધૂર્ત ગાય છો. તમારી માતાને આપજો, અને તે તમારું પાલન કરશે, શિખશે." તે તેવું છે. જો બધુ જ ઠીક છે, કોઈ વ્યક્તિ લે છે, "આ મારો આનંદ છે," કોઈ વ્યક્તિ... તો પુસ્તક લખવાનો ફાયદો શું છે? બધુ જ ઠીક છે. તેમને જે ગમે તે પસંદ કરી શકે છે. "ઓહ, તમે કેમ મોટા પ્રચારક બની રહ્યા છો?" તેમને જે સ્વીકારવું હોય તે સ્વીકાર કરવા દો.

પરમહંસ: પણ અમુક લોકોને તેમને જે ગમે છે તેમાં મજા નથી આવતી. તેથી અમને તેમની મદદ કરવી ગમે છે. અમને લાગે છે કે તે મનુષ્ય તરીકે અમારું કર્તવ્ય છે કે અમે તેમની મદદ કરીએ.

પ્રભુપાદ: તો આ કર્તવ્ય છે કે તમે વધુ સારું છે કે તમારી માતા પાસે જાઓ. બધા અર્થહીન સિદ્ધાંતો. તેનો કોઈ મતલબ નથી.

શ્રુતકીર્તિ: જો બધુ જ ઠીક હોય, તો મારો પ્રચાર, તે પણ ઠીક છે. જો બધુ જ ઠીક છે, તો પછી મારા પ્રચારમાં ખોટું શું છે, તો?

પ્રભુપાદ: તમારો પ્રચાર ઠીક છે, જો, જો તમે કોઈ સારો પ્રચાર કરો. પણ જ્યારે બધુ જ ઠીક છે, ત્યારે તમારા પ્રચારની જરૂર શું છે? તમે કઈ પ્રચાર કરો. જેમ કે આપણે પ્રચાર કરી રહ્યા છીએ. આપણે પ્રચાર કરી રહ્યા છીએ. તે વાસ્તવમાં સારું છે, કે તેણે જાણવું જોઈએ કે તે શું છે, અને જીવનનું અંતિમ લક્ષ્ય શું છે. આની જરૂર છે. ભૌતિક પ્રચારનું કોઈ મૂલ્ય નથી. તે ચૈતન્ય ચરિતામૃતમાં કહ્યું છે, એઈ ભાલ એઈ મંદ, સબ મનોધર્મ ((ચૈ.ચ. અંત્ય ૪.૧૭૬. "આ સારું છે; આ ખરાબ છે," આ બધુ માનસિક તર્ક છે, વાસ્તવમાં. પણ વાસ્તવિક સારું છે: "તે ભગવાનને ભૂલી ગયો છે. તેની ચેતના પુનર્જીવિત કરો." તે વાસ્તવિક સારું છે. પછી તે કહેવાતા સારા અને ખરાબ અને બધાથી બચી જશે. તેની જરૂર છે. ભૌતિક રીતે, બધુ જ છે એક માણસનો આહાર, બીજા માણસનું ઝેર. તેથી કોઈ ભેદ નથી - "આ સારું છે; આ ખરાબ છે." મળ બહુ ખરાબ છે, તમારા માટે દુર્ગંધ, પણ તે ભૂંડનો ખોરાક છે. આ સાબિતી છે - "એક માણસનું ભોજન, બીજાનું ઝેર." તો આ ફક્ત માનસિક તર્ક છે, "આ સારું છે; આ ખરાબ છે." બધુ જ સારું છે; બધુ જ ખરાબ છે - ભૌતિક રીતે. તેના માટે વાસ્તવિક સારું: કે તે તેની આધ્યાત્મિક ઓળખ ભૂલી ગયો છે; તેને તે ચેતના પર પુનર્જીવિત કરો. તે વાસ્તવિક સારું છે. (વિરામ) કોઈ વ્યક્તિ હમણાંજ ડોલ ભરીને પાણી લાવે છે, અને જો તે વિનંતી કરે, "હું તમને ભીંજવી કાઢીશ," "ના, ના, ના, એવું ના કરશો." પણ તમે જોશો - આપણે જઈએ છીએ - બતકો, જેવા તેઓ... તરત જ પાણીમાં કૂદકો મારે છે. તો શું પાણી સારું છે કે ખરાબ? તે બધુ સાપેક્ષ છે. તો આ સારા અને ખરાબની ચિંતા ના કરો. તે ફક્ત માનસિક ધારણા છે.