GU/Prabhupada 0761 - અહી જે પણ આવે તેણે પુસ્તકો વાંચવી જ જોઈએ



Lecture -- Honolulu, May 25, 1975

પ્રભુપાદ: એક શ્લોક છે, સમો અહમ સર્વ ભૂતેશુ ન મે દ્વેષ્યો અસ્તિ ન પ્રિય: (ભ.ગી. ૯.૨૯). કૃષ્ણ કહે છે... ભગવાન દરેક વ્યક્તિ માટે એક સમાન હોવા જ જોઈએ. ભગવાન એક છે, તો તેઓ દરેકને આહાર આપે છે. પક્ષીઓ, પશુઓ, તેઓ આહાર મેળવી રહ્યા છે. હાથી પણ આહાર મેળવી રહ્યો છે. કોણ તેને આહાર પૂરું પાડી રહ્યું છે? કૃષ્ણ, ભગવાન, પૂરું પાડે છે. તો તે રીતે તેઓ દરેક માટે એક સમાન છે, સામાન્ય વ્યવહારમાં. પણ ભક્તો સાથે વિશેષ વ્યવહાર કરે છે. જેમ કે પ્રહલાદ મહારાજ. જ્યારે તેઓ સંકટમાં મૂકવામાં આવ્યા, ત્યારે ભગવાન નરસિંહદેવ તેમને સુરક્ષા આપવા વ્યક્તિગત રીતે આવ્યા. તે ભગવાનનું વિશેષ કર્તવ્ય છે. તે અસ્વાભાવિક નથી. જો કોઈ વ્યક્તિ કહે, "ભગવાન પક્ષપાતી છે, કે તેઓ તેમના ભક્તોની વિશેષ કાળજી રાખે છે," ના, તે પક્ષપાત નથી. જેમ કે એક સજ્જન - પાડોશમાં, તે બધા બાળકોને પ્રેમ કરે છે, પણ જ્યારે તેનું પોતાનું બાળક સંકટમાં છે, તે વિશેષ કાળજી રાખે છે. તે અસ્વાભાવિક નથી. તમે તેને દોષ ના આપી શકો, કે "તમે કેમ તમારા પોતાના બાળકની વિશેષ કાળજી રાખો છો?" ના. તે સ્વાભાવિક છે. કોઈ પણ તેને દોષ નહીં આપે. તેવી જ રીતે, દરેક વ્યક્તિ ભગવાનની સંતાન છે, પણ તેમનો ભક્ત વિશેષ છે. તે ભગવાનનું વિશેષ ધ્યાન છે. યે તુ ભજન્તિ મામ પ્રિત્યા તેશુ તે મયી (ભ.ગી. ૯.૨૯). તો ભગવાન દરેક જીવને સુરક્ષા આપે છે, પણ જો તમે ભગવાનના ભક્ત બનો, શુદ્ધ ભક્ત, કોઈ પણ સ્વાર્થ વગર, તો ભગવાન તમારું વિશેષ ધ્યાન રાખશે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે, કે આપણે માયા, ભૌતિક શક્તિ, દ્વારા હેરાન થઈ રહ્યા છીએ, અને જો આપણે કૃષ્ણની શરણ લઈશું તો આપણું વિશેષ રક્ષણ થશે.

મામ એવ પ્રપદ્યન્તે
માયામ એતામ તરન્તિ તે
(ભ.ગી. ૭.૧૪)

તો કૃષ્ણના ભક્ત બનવાનો પ્રયાસ કરો. આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન આ સિદ્ધાંત શીખવાડે છે. આપણી પાસે કેટલી બધી પુસ્તકો છે. જે પણ અહી આવે છે, તેણે પુસ્તકો વાંચવી જ જોઈએ, ભક્ત, મંદિરના રહેવાસીઓ, બહારના, પછી તમે સમજશો કૃષ્ણ ભાવનામૃત શું છે. અથવા તમારે ફક્ત હરે કૃષ્ણનો જપ કરવો જોઈએ. બકવાસ વસ્તુઓની વાતો ના કરો, સમયનો બગાડ. તે સારું નથી. એક ક્ષણ પણ એટલી કીમતી છે કે તમે તેને લાખો ડોલર ખર્ચ કરીને પણ ખરીદી ના શકો. હવે આજે ૨૫ મે છે, ચાર વાગ્યા છે. તમે તેને પાછું ના લાવી શકો. બપોરના ચાર, ૨૫ મે, ૧૯૭૫, જો તમારે લાખો ડોલર ખર્ચ કરીને પણ તેને પાછું લાવવું હોય, તે શક્ય નહીં થાય. તેથી આપણે આપણા સમય વિશે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. એક વાર સમય બરબાદ થઈ ગયેલો, તમે તેને પાછો ના લાવી શકો. વધુ સારું છે કે સમયનો સદુપયોગ કરો. શ્રેષ્ઠ ઉપયોગ છે હરે કૃષ્ણ જપ કરવું અથવા કૃષ્ણ વિશે વિચારવું, કૃષ્ણની પૂજા કરવી. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય પ્રભુપાદ.