GU/Prabhupada 0762 - ખૂબ જ ચુસ્ત બનો; ગંભીરતાપૂર્વક જપ કરો. તમારું જીવન બચી જાય છે, તમારું આગલું જીવન બચી જાય છે



Lecture on SB 6.1.30 -- Honolulu, May 29, 1976

પ્રભુપાદ: તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન માત્ર માણસોને શિક્ષિત કરવા માટે છે કે તમે માનો કે ના માનો, તેનો ફરક નથી પડતો. ભગવાન છે. તેઓ માલિક છે. પણ તેઓ વ્યક્તિગત રીતે આવે છે અને તેઓ કહે છે, ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ સુહ્રદમ સર્વ ભૂતાનામ (ભ.ગી. ૫.૨૯): "હું માલિક છું, હું ભોક્તા છું, અને હું દરેકનો મિત્ર છું. જો તમારે આ ભૌતિક જીવનની દુખમય અવસ્થામાથી મુક્ત થવું હોય, હું તમારો શ્રેષ્ઠ મિત્ર છું." સુહ્રદમ સર્વ ભૂતાનામ. કૃષ્ણ. કારણકે તેઓ પિતા છે. અહમ બીજ પ્રદ: (ભ.ગી. ૧૪.૪)... પિતા કરતાં વધુ સારો મિત્ર કોણ હોય? હા? પિતાને હમેશા જોવું હોય છે કે "મારો પુત્ર સુખી છે." તે સ્વાભાવિક છે. કોઈ ભીખ નથી માંગવાની, "પિતાજી, મારા પર કૃપાળુ થાઓ." ના. પિતા પહેલેથી જ દયાળુ છે. પણ જો તમે પિતાની વિરુદ્ધમાં બળવો કરો, તો તમે સહન કરશો. તેવી જ રીતે, ભગવાન આપણા પિતા છે, ભગવાન આપણા મિત્ર છે, સ્વાભાવિક રીતે, અને તેઓ કહે ચેક કે સુહ્રદમ સર્વ ભૂતાનામ, અહમ બીજ પ્રદ: પિતા (ભ.ગી. ૧૪.૪): "હું બીજ આપવાવાળો..." ફક્ત મનુષ્યો માટે જ નહીં - બધી જ જીવનની યોનીઓ. પછી, તેમના કર્મ અનુસાર, તેમને વિભિન્ન વસ્ત્રો છે. જેમ કે આ સભામાં આપણને વિભિન્ન વસ્ત્રો છે. તો આપણે દરેક મનુષ્ય તરીકે; વસ્ત્ર અલગ અલગ હોઈ શકે છે. તે બીજી વસ્તુ છે. તેવી જ રીતે, જીવ ભગવાનનો અંશ છે, પણ કોઈ મનુષ્ય બન્યું છે, કોઈ બિલાડી બન્યું છે, કોઈ વૃક્ષ બન્યું છે, કોઈ જીવાણુ બન્યું છે, કોઈ દેવતા બન્યું છે, કોઈ બ્રહ્મા, કોઈ કીડી - વિભિન્ન. કારણકે તેમણે તેવું બનવું હતું, અને ભગવાને તેમને તક આપી, "ઠીક છે. તારે આવું બનવું હતું અને જીવનનો આનંદ કરવો હતો? ઠીક છે, તું આવો બન." તો આ વ્યવસ્થા છે, કે ભગવાન છે, અને તેઓ દરેકના પિતા છે. તેઓ દરેકના મિત્ર છે. તેઓ પહેલેથી જ તૈયાર છે. તેઓ વ્યક્તિગત રીતે પ્રચાર કરવા આવે છે. તેઓ એટલા દયાળુ છે. જરા સાંભળો, તરત જ.

નિશામ્ય મૃયામાણસ્ય
મુખતો હરિ કીર્તનમ
ભર્તુર નામ મહારાજ
પાર્ષદા: સહસાપતન
(શ્રી.ભા. ૬.૧.૩૦)

ભગવાને ઘણા બધા આજ્ઞાકારીઓને મોકલ્યા છે. "બસ તે જોવા માટે કે કોઈ મારી પાસે આવા માટે ઇચ્છુક છે." જરા જુઓ. તો જેવુ આજ્ઞાકારી - તેઓ બધે જ ભ્રમણ કરે છે - તો "અહી એક વ્યક્તિ છે, તે 'નારાયણ' જપ કરે છે. ચાલો. તેને લઈ લો." જરા જુ. "અહી એક વ્યક્તિ છે, તે 'નારાયણ' જપ કરે છે. હા." ભર્તુર નામ મહારાજ નિશામ્ય. "ઓહ, તે અદ્ભુત છે. તે 'નારાયણ' જપ કરે છે." તરત જ . યમદૂતો ત્યાં છે - "કોણ છો તમે, તેને વિચલિત કરતાં? ઊભા રહો!"

તો આ જપના અવસરનો લાભ લો. હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ (ચૈ.ચ. આદિ ૧૭.૨૧). તમે હમેશા સુરક્ષિત છો. યમદૂતો, યમરાજના આજ્ઞાકારીઓ, તમને સ્પર્શ નહીં કરી શકે. તે એટલું અસરકારક છે. તો આ તકનો લાભ લો, હરે કૃષ્ણ જપ. હું ઘણો ખુશ છું કે તમે કરી રહ્યા છો, પણ ખૂબ જ ચુસ્ત બનો, ગંભીરતાપૂર્વક જપ કરો - તમારું જીવન બચી જશે, તમારું આગલું જીવન બચી જશે, બધુ જ ઠીક થઈ જશે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય.