GU/Prabhupada 0778 - માનવ સમાજને સૌથી મહાન યોગદાન છે જ્ઞાન
Lecture on SB 6.1.17 -- Denver, June 30, 1975
નિતાઈ: "આ ભૌતિક જગતમાં, શુદ્ધ ભક્તોના માર્ગનું અનુસરણ કરીને કે જે લોકોનું ચારિત્ર્ય ઉમદા હોય છે અને જે પૂર્ણ પણે પ્રથમ વર્ગની યોગ્યતાઓથી યુક્ત છે કારણકે તેમણે નારાયણની સેવા પૂર્ણ રીતે સ્વીકારી છે તેમના જીવન અને પ્રાણ તરીકે જે ચોક્કસપણે ખૂબ જ શુભ છે, નિર્ભય અને શાસ્ત્ર દ્વારા અધિકૃત."
પ્રભુપાદ:
- સદહ્રીચીનો હી અયમ લોકે
- પંથા: ક્ષેમો અકુતો ભય:
- સુશિલા: સાધવો યત્ર
- નારાયણ પરાયાણા:
- (શ્રી.ભા. ૬.૧.૧૭)
તો શાસ્ત્ર કહે છે કે ભક્તોનો સંગ.... નારાયણ પરાયાણા: મતલબ ભક્તો. નારાયણ પરા: જેણે નારાયણનો જીવનના અંતિમ લક્ષ્ય તરીકે સ્વીકાર કર્યો છે. નારાયણ, કૃષ્ણ વિષ્ણુ - તે એક જ તત્ત્વ છે, વિષ્ણુ તત્ત્વ. તો લોકો આ જાણતા નથી, કે નારાયણ અથવા વિષ્ણુ અથવા કૃષ્ણની પૂજા કરવાના સ્તર પર આવવું, તે સૌથી ઉત્કૃષ્ટ છે અને, સુનિશ્ચિત સ્તર છે. જેમ કે આપણને વીમો છે, આ સુનિશ્ચિત છે. સુનિશ્ચિત કોના દ્વારા? સુનિશ્ચિત કૃષ્ણ દ્વારા. કૃષ્ણ ખાત્રી આપે છે, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયીશ્યામી (ભ.ગી. ૧૮.૬૬). કૌંતેય પ્રતિજાનિહિ ન મે ભક્ત પ્રણશ્યતિ (ભ.ગી. ૯.૩૧). અપિ ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાક, સાધુર એવ સ મન... (ભ.ગી. ૯.૩૦). ઘણી બધી ખાત્રીઓ છે. નારાયણ પરા. કૃષ્ણ વ્યક્તિગત રીતે કહે છે કે "હું તારી રક્ષા કરીશ." લોકો પાપની પ્રતિક્રિયા, અજ્ઞાનતા, ને કારણે પીડાઈ રહ્યા છે. અજ્ઞાનતાને કારણે, તેઓ પાપ કરે છે, અને પાપની પ્રતિક્રિયા થાય છે. જેમ કે એક બાળક, અજ્ઞાની, તે ભભકતી આગને સ્પર્શ કરે છે અને તેનો હાથ બાળે છે, અને તે પીડાય છે. તમે કહી ના શકો કે "બાળક નિર્દોષ છે, અને અગ્નિએ તેને દઝાડી કાઢ્યો." ના. તે પ્રકૃતિનો નિયમ છે. અજ્ઞાનતા. તો પાપ અજ્ઞાનતામાં કરવામાં આવે છે. તેથી વ્યક્તિએ જ્ઞાનમાં હોવું જોઈએ. કાયદાની અજ્ઞાનતા કોઈ બહાનું નથી. તમે ન્યાયાલયમાં જાઓ અને જો તમે વિનંતી કરો, "સાહેબ, મને ખબર હતી નહીં કે મારે સહન કરવું પડશે, મારે છ મહિના માટે જેલમાં જવું પડશે કારણકે મે ચોરી કરી છે. આ મને ખબર પડી..." ના. જાણતા કે અજાણતા, તારે જેલ જવું જ પડશે.
તેથી માનવ સમાજને આપવાનું સૌથી મહાન યોગદાન છે જ્ઞાન. તેમને અજ્ઞાનતામાં, અંધકારમાં, રાખવા, તે માનવ સમાજ નથી, તે બિલાડીઓ અને કુતરાઓનો... કારણકે તેઓ અજ્ઞાનતામાં છે, કોઈ પણ વ્યક્તિ તેમને જ્ઞાન ના આપી શકે, કે ન તો તેઓ લઈ શકે. તેથી માનવ સમાજમાં જ્ઞાન આપવાની સંસ્થા છે. તે સૌથી મહાન યોગદાન છે. અને તે જ્ઞાન, પરમ જ્ઞાન, છે વેદોમાં. વેદૈશ ચ સર્વૈ: (ભ.ગી. ૧૫.૧૫). અને બધા જ વેદો નક્કી કરે છે, કે વ્યક્તિએ જાણવું જોઈએ કે ભગવાન શું છે. તેની જરૂર છે. (બાજુમાં:) તે અવાજ ના કરો. વેદૈશ ચ સર્વૈ: લોકો તે જાણતા નથી. આ આખું ભૌતિક જગત, તેઓ નથી જાણતા કે વાસ્તવિક જ્ઞાન શું છે. તે લોકો ઇન્દ્રિય તૃપ્તિ માટેની કામચલાઉ વસ્તુઓમાં વ્યસ્ત છે, પણ તેઓ જાણતા નથી કે જ્ઞાનનું વાસ્તવિક લક્ષ્ય શું છે. ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ (શ્રી.ભા. ૭.૫.૩૧): જ્ઞાનનું લક્ષ્ય છે વિષ્ણુને, ભગવાનને, જાણવા. તે જ્ઞાનનું લક્ષ્ય છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. જીવસ્ય તત્ત્વ જિજ્ઞાસા (શ્રી.ભા. ૧.૨.૧૦). આ જીવન, મનુષ્ય જીવન, પરમ સત્યને સમજવા માટે છે. તે જીવન છે. અને પરમ સત્યને જાણવાના પ્રયત્ન વગર, જો આપણે વ્યસ્ત હોઈએ ફક્ત આરામદાયક રીતે ખાવામાં, ઊંઘવામાં અને અનુકૂળ રીતે મૈથુન જીવન જીવવામાં, આ પશુઓના કાર્યો છે. આ પશુઓના કાર્યો છે. મનુષ્ય કાર્ય મતલબ જાણવું કે ભગવાન શું છે. તે મનુષ્ય કાર્ય છે. ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ દુરાશયા યે બહિર અર્થ માનીન: (શ્રી.ભા. ૭.૫.૩૧). આ જાણ્યા વગર, તેઓ અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે. તે લોકોને, બાહ્ય શક્તિ, બહિર અર્થ માનીન:, ને ઠીક કરીને ખુશ રહેવું છે. અને લોકો, નેતાઓ, અંધા યથાન્ધૈર ઉપનિયમાના: (શ્રી.ભા. ૭.૫.૩૧). મોટા, મોટા વૈજ્ઞાનિકો, તત્વજ્ઞાનીઓને પૂછો, "જીવનનું લક્ષ્ય શું છે?" તેઓ જાણતા નથી. તેઓ ફક્ત સિદ્ધાંતો બનાવે છે, બસ તેટલું જ. જીવનનું સાચું લક્ષ્ય છે ભગવાનને સમજવા.