GU/Prabhupada 0782 - જપ કરવાનું છોડશો નહીં. તો કૃષ્ણ તમારી રક્ષા કરશે
Lecture on SB 6.1.28-29 -- Philadelphia, July 13, 1975
તો અજામિલ, યુવક, એક વેશ્યાના સંગને કારણે, તેણે તેનું સારું ચારિત્ર્ય ગુમાવ્યું અને વેશ્યાનું પાલન કરવા માંડ્યો ચોરી કરીને, છેતરપિંડી કરીને, એક પછી બીજી. તો ભૂલથી, અથવા ઉમ્મરને કારણે, તે વેશ્યાના મોહમાં આવી ગયો. તો કૃષ્ણ જોતાં હતા. તેથી તેમણે તેને અવસર આપ્યો, કે તેના બાળકના પ્રેમ ખાતર, ઓછામાં ઓછું તે બોલશે "નારાયણ, નારાયણ." "નારાયણ નામ. નારાયણ તારું ભોજન લે. નારાયણ અહિયાં બેસી જા." તો ભાવ ગ્રાહી જનાર્દન: (ચૈ.ભા આદિ ખંડ ૧૧.૧૦૮). કૃષ્ણ એટલા દયાળુ છે, તેઓ ઉદેશ્ય લે છે, અથવા સાર. કારણકે પવિત્ર નામને તેની અસર હોય છે. તો જોકે આ અજામિલ, તેની મૂર્ખતાને કારણે, તે પુત્રના ભૌતિક શરીર પ્રત્યે આસક્ત હતો, પણ કારણકે તે બોલતો કરતો હતો "નારાયણ," કૃષ્ણ તેનો અર્થ લેતા હતા, બસ તેટલું જ, કે "એક યા બીજી રીતે, તે બોલી રહ્યો છે." જપનું મહત્વ એટલું સરસ છે. તો જપ કરવાનું છોડતા નહીં. પછી કૃષ્ણ તમારી રક્ષા કરશે. આ ઉદાહરણ છે. "હરે કૃષ્ણ, હરે કૃષ્ણ," તમે અભ્યાસ કરો. સ્વાભાવિક રીતે, જ્યારે તમે સંકટમાં છો, તમે કહેશો, "હરે કૃષ્ણ." આટલું બસ છે. જો તમે કોઈ વસ્તુ કરવાના અભ્યસ્ત થઈ જાયો, હરે કૃષ્ણ જપ, તો તમે સુરક્ષિત છો.
તો તે મુશ્કેલ નથી. ગંભીરતાપૂર્વક જપ કરો. અપરાધો ના કરવાનો પ્રયત્ન કરો. જાણીજોઈને ઇન્દ્રિય તૃપ્તિ માટે પતિત થવાનો પ્રયાસ ના કરો. તે બહુ જ ભયાનક છે. જાણીજોઇને, તે (અજામિલ) પતિત ન હતો થયો. સંજોગોવશાત વેશ્યાના સંગમાં આવ્યો, કશું કરી શક્યો નહીં... તો સંજોગોવશાત તેનું પતન થયું, જાણીજોઈને નહીં. તેની નોંધ લેવી જોઈએ. જાણીજોઈને, તે બહુ મોટો અપરાધ છે. પણ સંજોગોવશાત સંભાવના છે, કારણકે આપણે એટલા પતિત છીએ અને જન્મ જન્માંતરથી ખોટું કરવાના અભ્યાસુ છીએ. કારણકે ભૌતિક જીવન મતલબ પાપી જીવન. તમે બધા લોકોને જુઓ. તેઓ પરવાહ નથી કરતાં. તેઓ જાણતા સુદ્ધાં નથી કે આ પાપમય છે. આપણે કહીએ છીએ, "અવૈધ મૈથુન નહીં, માંસાહાર નહીં, નશો નહીં અને જુગાર નહીં." તો પાશ્ચાત્ય લોકો વિચારશે, "આ બકવાસ શું છે? આ મનુષ્યોની પ્રાથમિક સુવિધાઓ છે, અને આ માણસ ના પાડી રહ્યો છે." તેઓ જાણતા પણ નથી. અમારા અમુક વિદ્યાર્થીઓએ સંસ્થા છોડી દીધી. તેમણે વિચાર્યું, કે "સ્વામીજી જીવનની પ્રાથમિક જરૂરિયાતોની ના પાડે છે." તે લોકો એટલા મૂર્ખ છે કે તેઓ સમજી નથી શકતા કે આ પાપમય છે. ફક્ત સામાન્ય માણસ નહીં, એક મોટો માણસ, લોર્ડ ઝેટલેંડ પણ જે ઇંગ્લૈંડમાં છે. તો મારા એક ગુરુભાઈ પ્રચાર કરવા ગયેલા, અને લોર્ડ ઝેટલેંડ, માર્કસ ઓફ ઝેટલેન્ડ... તે લોર્ડ રોનાલ્ડશાય તરીકે જાણીતો હતો. તે બંગાળનો રાજ્યપાલ હતો. અમારા કોલેજના દિવસોમાં તે આવ્યો હતો.. તે સ્કોટીશ છે. તો એક સજ્જન અને તત્વજ્ઞાન તરફ ઢળેલો. તો તેણે આ ગુરુભાઈને પૂછ્યું, "શું તમે મને બ્રાહ્મણ બનાવી શકો?" તો તેમણે કહ્યું, "હા, કેમ નહીં? તમે આ નીતિ નિયમોનું પાલન કરો, તમે બ્રાહ્મણ બની જશો." તો જ્યારે તેણે આ નીતિ નિયમો સાંભળ્યા - અવૈધ મૈથુન નહીં, માંસાહાર નહીં, જુગાર નહીં, નશો નહીં - તેણે કહ્યું, "ઓહ, તે અશક્ય છે. તે શક્ય નથી." તેણે ઘસીને ના પાડી દીધી, કે "અમારા દેશમાં તે શક્ય નથી." તો તે બહુ મુશ્કેલ કાર્ય છે, પણ જો વ્યક્તિ આ પાપમય કાર્યોને છોડી શકે, તો તેનું જીવન બહુ જ શુદ્ધ છે. તે શુદ્ધ બને છે. અને જ્યાં સુધી વ્યક્તિ શુદ્ધ ના બને, તે હરે કૃષ્ણ જપ ના કરી શકે, કે ન તો કૃષ્ણ ભાવનામૃત સમજી શકે.