GU/Prabhupada 0793 - શિક્ષામાં કોઈ ફરક નથી. તેથી ગુરુ એક જ છે



Lecture What is a Guru? -- London, August 22, 1973

તો ગુરુનું કાર્ય છે જ્ઞાનની બત્તી લેવી અને અજ્ઞાની, અથવા અંધકારમાં રહેલા શિષ્ય સમક્ષ પ્રસ્તુત કરવું, અને તે તેને અંધકાર અથવા અજ્ઞાનતાની પીડામાથી રાહત આપે. તે ગુરુનું કાર્ય છે.

પછી બીજો શ્લોક કહે છે,

તદ વિજ્ઞાનાર્થમ સ ગુરૂમ એવાભિગચ્છેત
સમિત પાણી: શ્રોત્રિયમ બ્રહ્મ નિષ્ઠમ
(મુ.ઉ. ૧.૨.૧૨)

તે વેદિક આજ્ઞા છે. કોઈ વ્યક્તિ પૂછતું હતું કે શું ગુરુ નિતાંત આવશ્યક છે. હા, ચોક્કસપણે આવશ્યક. તે વેદિક આજ્ઞા છે. વેદો કહે છે, તદ વિજ્ઞાનાર્થમ. તદ વિજ્ઞાન મતલબ આધ્યાત્મિક જ્ઞાન. આધ્યાત્મિક જ્ઞાન; આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. તદ વિજ્ઞાનાર્થમ. સ - એક; ગુરૂમ એવ - એવ મતલબ ચોક્કસ; ગુરૂમ - એક ગુરુ પાસે. ગુરુ પાસે જવું જ જોઈએ. "એક" ગુરુ નહીં; "ગુરુ પાસે". ગુરુ એક જ છે. કારણકે જેમ અમારા રેવતીનંદન મહારાજે સમજાવેલું છે, ગુરુ પરંપરામાથી આવે છે. જે પાંચ હજાર વર્ષો પહેલા વ્યાસદેવે શિક્ષા આપી, અથવા કૃષ્ણે શિક્ષા આપી, તે જ વસ્તુની શિક્ષા અમે આપી રહ્યા છીએ. તેથી શિક્ષામાં કોઈ ફરક નથી. તેથી ગુરુ એક જ છે. જો કે સેંકડો અને હજારો આચાર્યો આવ્યા અને જતાં રહ્યા, પણ સંદેશ એક જ છે. તેથી ગુરુ બે ના હોઈ શકે. સાચો ગુરુ અલગ રીતે બોલશે નહીં. કોઈ ગુરુ કહે છે કે "મારા મતમાં, તમારે આ કરવું જોઈએ," અને કોઈ ગુરુ કહેશે, "મારા મતમાં તમે આ કરશો" - તે ગુરુ નથી; તે ધૂર્તો છે. ગુરુને કોઈ "પોતાનો" મત નથી હોતો. ગુરુને ફક્ત એક જ મત હોય છે, તે જ મત જે કૃષ્ણ દ્વારા, અથવા વ્યાસદેવ દ્વારા, અથવા નારદજી દ્વારા આપવામાં આવ્યો, અથવા અર્જુન અથવા શ્રી ચૈતન્ય મહાપ્રભુ અથવા ગોસ્વામીઓ. તમે તે જ વસ્તુ જોશો. પાંચ હજાર વર્ષો પહેલા, ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ ગીતા કહી અને વ્યાસદેવે તે લખી, નોંધ કરી. વ્યાસદેવ નથી કહેતા કે "તે મારો મત છે." વ્યાસદેવ લખે છે, શ્રી ભગવાન ઉવાચ: "હું જે લખી રહ્યો છું, તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દ્વારા બોલાયેલું છે." તે તેમનો પોતાનો મત નથી આપી રહ્યા. શ્રી ભગવાન ઉવાચ. તેથી તે ગુરુ છે. તે કૃષ્ણના શબ્દનું ખોટું અર્થઘટન નથી કરતાં. તે તેના મૂળ રૂપે તેને પ્રસ્તુત કરે છે. જેમ કે એક પટાવાળો. કોઈ વ્યક્તિએ તમને પત્ર લખ્યો છે, પટાવાળા પાસે પત્ર છે. તેનો મતલબ એ નથી કે તે તેને સુધારી શકે અથવા વધઘટ કરી શકે... ના. તે તેને પ્રસ્તુત કરશે. તે તેનું કર્તવ્ય છે. પછી તે ગુરુ છે. તે પ્રામાણિક છે. તેવી જ રીતે, ગુરુ બે ના હોઈ શકે. તેનું ધ્યાન રાખજો. વ્યક્તિ અલગ હોઈ શકે છે, પણ ઉપદેશ તે જ છે. તેથી ગુરુ એક જ છે.