GU/Prabhupada 0807 - બ્રહ્માસ્ત્ર મંત્રનું બનેલું હોય છે. તે સૂક્ષ્મ રીત છે
Lecture on SB 1.7.26 -- Vrndavana, September 23, 1976
આપણે બ્રહ્માસ્ત્ર વિશે ચર્ચા કરેલી છે. તે લગભગ આધુનિક પરમાણુ હથિયાર અથવા બોમ્બ જેવુ છે, પણ... તે રસાયણોનું બનેલું છે, પણ આ બ્રહ્માસ્ત્ર મંત્રનું બનેલું છે. તે સૂક્ષ્મ રીત છે. આધુનિક વિજ્ઞાન તે સૂક્ષ્મ અસ્તિત્વના બિંદુ સુધી નથી પહોંચ્યું. તેથી તે લોકો સમજી નથી શકતા કે કેવી રીતે આત્માનું સ્થાનાંતર થાય છે. આધુનિક વિજ્ઞાનને કોઈ જ્ઞાન નથી. અપૂર્ણ જ્ઞાન. તે લોકો સ્થૂળ શરીરને જુએ છે, પણ તેમને સૂક્ષ્મ શરીર વિશે કોઈ જ્ઞાન નથી. પણ સૂક્ષ્મ શરીર છે. જેમ કે હું તમારા મનને નથી જોતો, પણ હું જાણું છું કે તમને મન છે. તમે મારૂ મન નથી જોતાં, પણ તમે જાણો છો કે મારૂ મન છે. મન, બુદ્ધિ અને અહંકાર. મારી ધારણા, ઓળખ, "હું છું," તે ધારણા છે. તે અહંકાર છે. અને મારી બુદ્ધિ અને મારૂ મન, તમે જોઈ ના શકો, કે ન તો હું જોઈ શકું. તેથી કેવી રીતે મન, બુદ્ધિ અને વ્યક્તિગત ઓળખ, અથવા અહંકાર, આત્માને શરીરમાં લઈ જાય છે, તેઓ જોઈ નથી શકતા. તેઓ જોઈ ના શકે. તે લોકો જુએ છે કે સ્થૂળ શરીર સમાપ્ત થઈ ગયું છે, બધુ જ સમાપ્ત થઈ ગયું છે. સ્થૂળ શરીર બળીને રાખ થઈ ગયું છે; તેથી તેઓ વિચારે છે કે બધુ જ સમાપ્ત થઈ ગયું છે. ભસ્મી ભૂતસ્ય દેહસ્ય કૂત: પુનર આગમનો ભવેદ (ચાર્વાક મુનિ). નાસ્તિક વર્ગ, તેઓ તેવું વિચારે છે. કંગાળ જ્ઞાનથી, તેઓ વિચારે છે કે "હું જોઉ છું કે હવે શરીર બળીને રાખ થઈ ગયું છે. તો આત્મા ક્યાં છે?" તો "કોઈ આત્મા નથી, કોઈ ભગવાન નથી, તે બધી કલ્પના છે." પણ તે હકીકત નથી, ના તે હકીકત છે. હકીકત છે, કે સ્થૂળ શરીર સમાપ્ત થઈ ગયું છે, પણ સૂક્ષ્મ શરીર છે. મનોર બુદ્ધિર અહંકાર. ભૂમિર અપો અનલો વાયુ: ખમ મનો બુદ્ધિર એવ ચ (ભ.ગી. ૭.૪). અપરેયમ ઇતસ તુ વિદ્ધિ મે પ્રકૃતિમ પરામ (ભ.ગી. ૭.૫). તો સૂક્ષ્મ વસ્તુની, સૂક્ષ્મ પદાર્થની, ક્રિયા અને પ્રતિક્રિયા મન પણ પદાર્થ છે, પણ સૂક્ષ્મ પદાર્થ, બહુ જ સૂક્ષ્મ. જેમ કે આકાશ. આકાશ પણ પદાર્થ છે, પણ તે બહુ જ સૂક્ષ્મ છે. અને આકાશ કરતાં સૂક્ષ્મ છે મન, અને મન કરતાં સૂક્ષ્મ છે બુદ્ધિ. અને બુદ્ધિ કરતાં સૂક્ષ્મ છે મારો અહંકાર: "હું છું," આ ધારણા.
તો તેમની પાસે કોઈ જ્ઞાન નથી. તેથી... તે સ્થૂળ વસ્તુઓથી શસ્ત્ર અથવા બોમ્બ બનાવી શકે છે. ભૂમિર અપો અનલો - રસાયણો, તે સ્થૂળ છે. પણ આ બ્રહ્માસ્ત્ર સ્થૂળ નથી. આ પણ ભૌતિક છે, પણ તે સૂક્ષ્મ વસ્તુઓનું બનેલું છે: મન, બુદ્ધિ અને અહંકાર. તેથી અર્જુન કૃષ્ણને કહે છે, "હું જાણતો નથી કે તે ક્યાથી આવી રહ્યું છે, ક્યાથી આટલું બધુ ઊંચું તાપમાન આવી રહ્યું છે." તે અહી કહ્યું છે, તેજ: પરમ દારુણમ (શ્રી.ભા. ૧.૭.૨૬). તાપમાન એટલું ઊંચું છે, અસહ્ય. તો આપણે અધિકારીને પૂછવું જોઈએ. કૃષ્ણ શ્રેષ્ઠ અધિકારી છે. તો અર્જુન તેમને પૂછી રહ્યો છે, કીમ ઇદમ સ્વીત કુતો વેતી: "મારા પ્રિય કૃષ્ણ, આ તાપમાન ક્યાથી આવી રહ્યું છે?" કીમ ઇદમ. દેવ-દેવ. શા માટે તે કૃષ્ણને પૂછી રહ્યો છે? કારણકે કૃષ્ણ દેવ-દેવ છે.