GU/Prabhupada 0808 - આપણે કૃષ્ણને છેતરી ના શકીએ



730926 - Lecture BG 13.03 - Bombay

તો, જેવી આપણી ચેતના કૃષ્ણ ભાવનાભાવિત બને છે, કૃષ્ણ સમજી જાય છે. કૃષ્ણ તમારા હ્રદયમાં છે. ઈશ્વર: સર્વભૂતાનામ હ્રદ-દેશે અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧).

તો કૃષ્ણ તમારો ઉદેશ્ય સમજી જાય છે. આપણે કૃષ્ણને છેતરી ના શકીએ. કૃષ્ણ તરત જ સમજી શકે કે તમે કેટલા ગંભીર અને નિષ્ઠાવાન છો, કૃષ્ણને સમજવા માટે અને તેમની પાસે જવા માટે અથવા ભગવદ ધામ જવા માટે. તે કૃષ્ણ સમજી શકે છે. જેવા તેઓ સમજી જાય છે કે "અહી એક આત્મા છે, તે બહુ જ ગંભીર છે," તેઓ તમારી કાળજી લે છે, વિશેષ કરીને. સમો અહમ સર્વભૂતેશુ. કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હોવાના કારણે, તેઓ દરેક માટે સમાન છે. સમો અહમ સર્વભૂતેશુ. ન મે દ્વેષ્યો અસ્તિ ન પ્રિય: (ભ.ગી. ૯.૨૯). કોઈ પણ વધુ પ્રિય નથી, અથવા, દ્વેષ, અથવા ઈર્ષાનું પાત્ર. કૃષ્ણ ઈર્ષાળુ નથી, કે નથી કોઈ પ્રત્યે વિશેષ ઢળેલા. વાસ્તવમાં, ભગવાનનું પદ છે તટસ્થ. દરેક.... તેઓ દરેકને માટે સમાન છે. સુહ્રદમ સર્વ ભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમ ઋચ્છતી (ભ.ગી. ૫.૨૯). તે પણ ભગવદ ગીતામાં કહેલું છે. તેઓ દરેકના મિત્ર છે.

આપણે આપણી સ્વાર્થપૂર્તિ માટે ઘણા બધા લોકો સાથે મિત્રતા ઈચ્છીએ છીએ. પણ જો આપણે કૃષ્ણને મિત્ર બનાવીશું, જો આપણે જાણીશું કે કૃષ્ણ પહેલેથી જ તૈયાર છે... ઉપનિષદમાં તે કહ્યું છે કે બે પક્ષીઓ મૈત્રીપૂર્વક એક જ વૃક્ષ પર બેઠેલા છે, એક જ શરીરમાં. તો જો આપણે સમજીએ કે, "કૃષ્ણ મારા શ્રેષ્ઠ મિત્ર છે..." કૃષ્ણ કહે છે, સુહ્રદમ સર્વ ભૂતાનામ. તેઓ ફક્ત મારા જ મિત્ર નથી, તમારા મિત્ર, પણ તેઓ દરેકના મિત્ર છે. તો તે મિત્રતા સમાન રીતે વિતરિત થયેલી છે. પણ જો વ્યક્તિ વિશેષ ભક્ત બને છે, યે તુ ભજન્તિ મામ પ્રિત્યા (ભ.ગી. ૯.૨૯), પ્રેમ અને લાગણી સાથે, જે વ્યક્તિ ભગવાનની સેવામાં સંલગ્ન છે, તેઓ તેની તરફ વિશેષ ઢળેલા છે. તે ભક્ત પર કૃષ્ણની કૃપા છે. કૃષ્ણ દરેક માટે સમાન છે, પણ તેઓ ભક્તો તરફ વિશેષ ઢળેલા છે જે પ્રેમ અને શ્રદ્ધાથી તેમની સેવામાં જોડાયેલા છે.

તેશામ સતત યુક્તાનામ
ભજતામ પ્રીતિ પૂર્વકમ
દદામી બુદ્ધિયોગમ તમ
યેન મામ ઉપયાન્તિ તે
(ભ.ગી. ૧૦.૧૦)

કૃષ્ણ તેને આપે છે... કારણકે તેઓ ભક્તની વિશેષ કાળજી રાખે છે...

તો દરેકના હ્રદયમાં, તેઓ વિદ્યમાન છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેશુ ભારત (ભ.ગી. ૧૩.૩). પણ તેઓ ભક્તનું વિશેષ ધ્યાન રાખે છે, તેને માર્ગદર્શન આપે છે, તેને બુદ્ધિ આપે છે. કયા પ્રકારની બુદ્ધિ? યેન મામ ઉપયાન્તિ તે. તેને સંકેત આપવા માટે કે કેવી રીતે તે ભગવદ ધામ આવી શકે. કૃષ્ણ વ્યક્તિને કોઈ ભૌતિક ઐશ્વર્ય મેળવવા માટે બુદ્ધિ નથી આપતા. તે માયાને સોંપેલું છે - દૈવી માયા અથવા દુર્ગાદેવી.

તેથી લોકો કૃષ્ણની પૂજા કરવા માટે બહુ ઉત્સાહી નથી. તે લોકો સામાન્ય રીતે દુર્ગાદેવી, શિવજીની પૂજા કરવામાં રુચિ ધરાવે છે. કારણકે શિવજી, દુર્ગાદેવીની પૂજા કરીને તેઓ ભૌતિક ઐશ્વર્ય મેળવે છે. તો દેવતાઓની પૂજા કરવી મતલબ સો ટકા ભૌતિકતાવાદ. આધ્યાત્મિક જીવનનો કોઈ પ્રશ્ન જ નથી. તેથી કૃષ્ણ કહે છે... તે શ્લોક શું છે? નષ્ટ બુદ્ધય: કામૈસ તૈસ તૈર હ્રત જ્ઞાના: યજન્તિ અન્ય દેવતા: (ભ.ગી. ૭.૨૦). જે લોકો બીજા દેવતાઓની પૂજા કરવામાં રુચિ ધરાવવે છે, તેમની બુદ્ધિ લઈ લેવામાં આવી છે, હ્રત જ્ઞાના. કામૈસ તૈસ તૈર, માયયાપહ્રત જ્ઞાના. આ શબ્દો છે. માયા બે રીતે કાર્ય કરી રહી છે: પ્રક્ષેપાત્મિકા શક્તિ, આવરણાત્મિકા શક્તિ. આવરણાત્મિકા શક્તિ મતલબ તે ઢાંકે છે. આવરણાત્મિકા શક્તિ, તે ઢાંકે છે. સાચી હકીકત માયા દ્વારા ઢંકાય છે.