GU/Prabhupada 0810 - આ ભૌતિક જગતની ભયાનક સ્થિતિથી વિચલિત ના થશો
741003 - Lecture SB 01.08.23 - Mayapur
તો અહી એક વસ્તુ ખાસ કરીને કહેલી છે, કે મુહૂર વિપદગણાત (શ્રી.ભા. ૧.૮.૨૩). મુહૂ: મતલબ ચોવીસ કલાક, અથવા હમેશા, લગભગ ચોવીસ કલાક. મુહૂ: મુહૂ: મતલબ "વારંવાર, વારંવાર." તો વિપાત. વિપાત મતલબ "સંકટ." અને ગણ, ગણ મતલબ "ગણું," એક પ્રકારનું સંકટ નહીં પણ વિભિન્ન પ્રકારોના સંકટ. તો મુહૂર વિપાદ ગણાત, કોણ પીડાઈ રહ્યું છે? હવે, કુંતી. અને કોણ બીજું પીડાઈ રહ્યું છે? હવે, દેવકી. દેવકી કૃષ્ણની માતા છે, અને કુંતી કૃષ્ણની કાકી છે. બંને, સાધારણ સ્ત્રીઓ નથી. કૃષ્ણની માતા બનવું અથવા કૃષ્ણની કાકી બનવું, તે સામાન્ય વસ્તુ નથી. તેના માટે ઘણા, ઘણા જીવનોની તપસ્યાની જરૂર પડે છે. પછી વ્યક્તિ કૃષ્ણની માતા બની શકે. તો તેઓ પણ મુહૂર વિપાદ ગણાતથી પીડાઈ રહ્યા હતા, હમેશા વિપાત. જોકે કૃષ્ણ તેમના દ્વારા બહુ જ સરળતાથી પ્રાપ્ય હતા, માતા, છતાં... દેવકી કૃષ્ણને જન્મ આપ્યો હતો, પણ સંકટ એટલું ભયાનક હતું કે તે તેના પુત્રને સાથે ના રાખી શકી. તેને તરત જ સ્થાનાંતરિત કરવો પડ્યો. જરા જુઓ કેટલું બધુ વિપાત, કેટલું બધુ વિપાત. કૃષ્ણની માતા તેના પુત્રને ખોળામાં રાખી ના શકી. દરેક માતાની ઈચ્છા હોય છે, પણ કારણકે તે કંસ ખલેન (શ્રી.ભા. ૧.૮.૨૩) હતું, તે રાખી ના શકી. અને પાંડવો સાથે, કૃષ્ણ નિત્ય સંગી હતા. જ્યા પણ પાંડવો છે, કૃષ્ણ ત્યાં છે. કૃષ્ણ... દ્રૌપદી સંકટમાં છે. તેને નગ્ન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કુરુઓ દ્વારા, દુર્યોધન, દુશાસન, દ્વારા. કૃષ્ણે વસ્ત્ર પૂરું પાડ્યું. તો એક સ્ત્રી માટે ઘણા માણસોની સભામાં, જો તેને નગ્ન કરવામાં આવે, તે સૌથી મોટું સંકટ છે. તે સૌથી મોટું સંકટ છે, અને કૃષ્ણે રક્ષા કરી. તેવી જ રીતે, કુંતીની રક્ષા થયેલી... સંકટોને પછીના શ્લોકોમાં વર્ણવવામાં આવશે. તે (કુંતી) કહે છે, વિમોચિતાહમ ચ સહાત્મજા વિભો: (શ્રી.ભા. ૧.૮.૨૩) "મને ઘણી બધી ભયાનક પરિસ્થિતિઓમાથી મુક્તિ મળી હતી, ફક્ત મને જ નહીં, પણ મારા પુત્રો સાથે."
તો હકીકત છે કે કુંતી અથવા દેવકી પણ, કૃષ્ણ સાથે આટલા ઘનિષ્ઠ રીતે સંબંધિત, પણ તેમને ઘણા બધા સંકટોનો સામનો કરવો પડ્યો, તો બીજાનું તો કહેવું જ શું? બીજાનું, આપણું તો કહેવું જ શું? તો જ્યારે આપણે સંકટમાં હોઈએ છીએ, આપણે નિરાશ ના થવું જોઈએ. આપણે હિમ્મત રાખવી જોઈએ કે કુંતી અને વસુદેવ અને દેવકી પણ, તે પણ સંકટમાં હતા, જોકે તેઓ કૃષ્ણ સાથે ખૂબ જ, ખૂબ જ ઘનિષ્ઠ રીતે સંબંધિત હતા. તો આપણે આ ભૌતિક જગતના સંકટોથી વિચલિત ના થવું જોઈએ. જો આપણે વાસ્તવમાં કૃષ્ણ ભાવનાભાવિત છીએ, આપણે સંકટનો સામનો કરવો જોઈએ અને કૃષ્ણ પર નિર્ભર રહેવું જોઈએ. અવશ્ય રખીબે કૃષ્ણ વિશ્વાસ પાલન. આને શરણાગતિ કહેયાય છે, કે "હું સંકટમાં હોઈ શકું છું, પણ કૃષ્ણ... હું કૃષ્ણને શરણાગત છું. તે મારી રક્ષા કરશે જ." આ શ્રદ્ધા રાખો. તમે સંકટમાં હોવ ત્યારે વિચલિત ના થાઓ, કારણકે આ દુનિયામાં... પદમ પદમ વિપદામ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). દરેક ડગલે સંકટ છે. જેમ કે આપણે રસ્તા પર ચાલી રહ્યા છીએ. તરત જ કોઈ કાંટો વાગે છે. અને તે કાંટાના વાગવાથી, તે એક ફોલ્લો બની શકે છે; તે ભયાનક હોઈ શકે છે. તો ફક્ત રસ્તા પર ચાલવાથી પણ, રસ્તા પર વાત કરવાથી, આપણું ભોજન કરવાથી... અને અંગ્રેજીમાં તે કહ્યું છે, "પ્યાલા અને હોઠ વચ્ચે ઘણા બધા સંકટો હોય છે."
તો તમારે હમેશા યાદ રાખવું જોઈએ કે આ ભૌતિક જગત માત્ર સંકટોથી ભરેલું છે. જો તમે વિચારો કે "આપણે બહુ જ સુરક્ષિત છીએ; આપણે બહુ નિષ્ણાત છીએ; આપણે આ જગતને બહુ સુખી બનાવ્યું છે," તો તમે પહેલા ક્રમાંકના મૂર્ખ છો. પદમ પદમ યાદ વિપદામ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). પણ જો તમે કૃષ્ણની શરણ લો, આ સંકટો કશું જ નથી. તે કુંતી કહેશે, કે વિમોચીત. વિમોચીત મતલબ સંકટમાથી મુક્તિ. અહમ. સહાત્મજ: "મારા..."
તો આ કૃષ્ણનો અભ્યાસ છે, કે જો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો, કૃષ્ણના એક ગંભીર સેવક, આ ભૌતિક જગતની ભયાનક સ્થિતિથી વિચલિત ના થાઓ. તમે ફક્ત કૃષ્ણ પર નિર્ભર રહો, અને તેઓ તમને બચાવશે.
આપનો ખૂબ ખૂબ આભાર.