GU/Prabhupada 0809 - 'લોકશાહી' નું ટૂંકું રૂપ છે 'દાનવશાહી'



740928 - Lecture SB 01.08.18 - Mayapur

તો કુંતી કાકી છે, પીશીમા, કૃષ્ણના કાકી. વાસુદેવના બહેન, કુંતી. તો જ્યારે કૃષ્ણ દ્વારકા પાછા જઈ રહ્યા છે, કુરુક્ષેત્રનું યુદ્ધ સમાપ્ત કરીને, અને મહારાજ યુધિષ્ઠિરને રાજગાદીએ બેસાડીને... તેમનો ઉદેશ્ય... તેમનો ઉદેશ્ય હતો કે દુર્યોધનને કાઢી મૂકવો જોઈએ, અને યુધિષ્ઠિરે જ રાજગાદીએ બેસવું જોઈએ. ધર્મ, ધર્મરાજ.

તે કૃષ્ણ, અથવા ભગવાન, ની ઈચ્છા છે કે રાજ્યનો પ્રમુખ મહારાજ યુધિષ્ઠિર જેટલો પુણ્યશાળી હોવો જોઈએ. તે યોજના છે. દુર્ભાગ્યપણે, લોકોને તે જોઈતું નથી. તેમણે હવે આ લોકશાહીની શોધ કરી છે. લોકશાહી - 'દાનવ' શાહી. 'દાનવ-શાહી' નું ટૂંકું રૂપ છે 'લોકશાહી.' બધા અસુરો અને ડાકુઓ, તેઓ ભેગા થાય છે, એક યા બીજી રીતે મતથી, અને બેઠક મેળવે છે, અને કાર્ય છે લૂંટ કરવી. કાર્ય છે લૂંટ કરવી. જો આપણે આના વિશે વધુ વાત કરીશું, તે બહુ સારું નહીં હોય, પણ શાસ્ત્ર અનુસાર... આપણે, આપણે શાસ્ત્ર અનુસાર વાત કરીએ છીએ, કે લોકશાહી મતલબ ડાકુઓ અને લૂંટેરાઓની સભા. તે શ્રીમદ ભાગવતમનું વિધાન છે. દસ્યુ ધર્મભી: (શ્રી.ભા. ૧૨.૨.૮). સરકારી લોકો બધા દસ્યુ હશે. દસ્યુ મતલબ લૂંટેરો. ખિસ્સાકાતરું નહીં. ખિસ્સાકાતરુ, એક યા બીજી રીતે, જો તમે સમજો નહીં, તમારા ખિસ્સામાથી કઈ લઈ જાય છે, અને લૂંટેરો, અથવા દસ્યુ, તે તમને પકડે છે અને બળપૂર્વક, "જો તું તારું ધન નહીં આપે, હું તને મારી નાખીશ." તેને દસ્યુ કહેવાય છે.

તો, વર્તમાન કલિયુગમાં, સરકારી લોકો હશે દસ્યુ. આ શ્રીમદ ભાગવતમમાં કહેલું છે. દસ્યુ ધર્મભી: (શ્રી.ભા. ૧૨.૨.૮). તમે, આપણે વ્યાવહારિક રીતે જોઈએ શકીએ છીએ. તમે તમારું ધન ના રાખી શકો. તમે તમારી મહેનતથી કમાઓ, પણ તમે સોનું ના રાખી શકો, તમે ઘરેણાં ના રાખી શકો, તમે ધન ના રાખી શકો. તે લોકો કાયદાઓથી લઈ લેશે. તો તેઓ કાયદા બનાવે છે... યુધિષ્ઠિર મહારાજ બિલકુલ વિપરીત હતા. તેઓ દરેક નાગરિકને સુખી જોવા ઇચ્છતા હતા કે તે લોકો વધુ પડતી ગરમી અને વધુ પડતી ઠંડીથી મુશ્કેલીમાં ના મુકાય. અતિવ્યાધિ. તે લોકો કોઈ રોગથી પીડાતા નથી, તેઓ વધુ પડતાં વાતાવરણની અસરથી પીડાતા નથી, સારી રીતે ખાય છે, અને વ્યક્તિ અને સંપત્તિની સુરક્ષા અનુભવે છે. તે યુધિષ્ઠિર મહારાજ હતા. ફક્ત યુધિષ્ઠિર મહારાજ જ નહીં. લગભગ બધા જ રાજાઓ, તેઓ તેવા હતા.

તો કૃષ્ણ મૂળ રાજા છે. કારણકે તે કહ્યું છે, પુરુષમ આદ્યમ ઈશ્વરમ (શ્રી.ભા. ૧.૮.૧૮). ઈશ્વરમ મતલબ નિયંત્રક. તેઓ મૂળ નિયંત્રક છે. તે ભગવદ ગીતામાં કહ્યું છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ: સુયતે સ-ચરાચરમ (ભ.ગી. ૯.૧૦). આ ભૌતિક પ્રકૃતિ પણ, અદ્ભુત વસ્તુઓ ચાલી રહી છે, તે કૃષ્ણ દ્વારા નિયંત્રિત છે. આ સમજવાનું છે. તો આપણે ભગવદ ગીતા વાંચી રહ્યા છીએ, અને શ્રીમદ ભાગવતમ અને બીજા વેદિક ગ્રંથો. શું ઉદેશ્ય છે? ઉદેશ્ય છે વેદૈશ ચ સર્વૈર અહમ એવ વેદ્યમ (ભ.ગી. ૧૫.૧૫). ઉદેશ્ય છે કૃષ્ણને સમજવા. જો તમે કૃષ્ણને સમજો નહીં, તો તમારું કહેવાતું વેદો અને વેદાંતો અને ઉપનિષદોનું વાંચન, તે બેકાર સમયનો બગાડ છે. તો અહી કુંતી પ્રત્યક્ષ કહી રહ્યા છે કે "મારા પ્રિય કૃષ્ણ, તમે આદ્યમ પુરુષમ છો, મૂળ વ્યક્તિ. અને ઈશ્વરમ. તમે સાધારણ વ્યક્તિ નથી. તમે પરમ નિયંત્રક છો." તે કૃષ્ણની સમજણ છે. ઈશ્વર: પરમ: કૃષ્ણ: (બ્ર.સં. ૫.૧). દરેક વ્યક્તિ નિયંત્રક છે, પણ પરમ નિયંત્રક કૃષ્ણ છે.