GU/Prabhupada 0829 - ચાર દિવાલો તમને જપ અથવા કીર્તન કરતાં સાંભળશે. તે પર્યાપ્ત છે. નિરાશ ના થાઓ



The Nectar of Devotion -- Vrndavana, November 7, 1972

પ્રદ્યુમ્ન: "શ્રીલ રૂપ ગોસ્વામીએ શુભતાની વ્યાખ્યા આપી છે. તેઓ કહે છે કે વાસ્તવિક શુભતા મતલબ દુનિયાના બધા લોકો માટે કલ્યાણ કાર્યો."

પ્રભુપાદ: હા. જેમ કે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન: તે દુનિયાના બધા જ લોકો માટે કલ્યાણ કાર્ય છે. તે એક સાંપ્રદાયિક આંદોલન નથી, ફક્ત મનુષ્યો માટે જ નહીં, પણ પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, વૃક્ષો, દરેક માટે. આ ચર્ચા હરિદાસ ઠાકુર અને ભગવાન ચૈતન્ય વચ્ચે થઈ હતી. તે કથનમાં, હરિદાસ ઠાકુરે ભારપૂર્વક કહ્યું કે હરે કૃષ્ણ મંત્રનો મોટેથી જપ કરવાથી, વૃક્ષો, પક્ષીઓ, પશુઓ, દરેકને લાભ થાય છે. આ નામાચાર્ય હરિદાસ ઠાકુરનું કથન છે. તો જ્યારે આપણે હરે કૃષ્ણ મંત્રનો મોટેથી જપ કરીએ, તે દરેક માટે હિતકારી છે. આ વિધાન મેલબોર્ન ન્યાયાલયમાં મૂકવામાં આવ્યું હતું. ન્યાયાલયમાં પુછવામાં આવ્યું હતું કે "શા માટે તમે હરે કૃષ્ણ મંત્રનો મોટેથી રસ્તા પર જપ કરો છો?" જવાબ અમે આપ્યો કે "ફક્ત બધા લોકોના કલ્યાણ માટે." વાસ્તવમાં, તે હકીકત છે. અવશ્ય, હવે રાજ્ય દ્વારા કોઈ કાર્યવાહી નથી. અમે ખૂબ જ મુક્તપણે રસ્તા પર કીર્તન કરીએ છીએ. તે લાભ છે. જો આપણે હરે કૃષ્ણ મંત્રનો જપ કરીએ, તે દરેકને માટે હિતકારી છે, ફક્ત મનુષ્યો માટે જ નહીં. મારા ગુરુ મહારાજ કહેતા હતા, જો કોઈ વ્યક્તિએ ફરિયાદ કરી કે "અમે જઈએ છીએ અને કીર્તન કરીએ છીએ, પણ કોઈ વ્યક્તિ અમારી સભામાં હાજર નથી રહેતું," તો ગુરુ મહારાજ કહેશે કે "શા માટે? ચાર દીવાલ તમને સાંભળશે. તે પર્યાપ્ત છે. નિરાશ ના થશો. કીર્તન કરતાં જાઓ. જો ચાર દીવાલો હશે, તે સાંભળશે. બસ." તો કીર્તન એટલું અસરકારક છે કે તે પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીડાઓ, દરેકને લાભકારક છે. કરતાં જાઓ. આ શ્રેષ્ઠ કલ્યાણકારી કાર્ય છે. મનુષ્ય સમાજમાં કલ્યાણ કાર્યો છે કોઈ સમાજ માટે અથવા દેશ માટે અથવા સંપ્રદાય માટે અથવા મનુષ્યો માટે. પણ આ કલ્યાણ કાર્ય ફક્ત માનવ સમાજ માટે જ લાભકારી નથી પણ પક્ષીઓ, પશુઓ, વૃક્ષો, પ્રાણીઓ, બધા માટે છે. આ શ્રેષ્ઠ, સર્વોચ્ચ કલ્યાણ કાર્ય છે જગતમાં, કૃષ્ણ ભાવનામૃતને ફેલાવવું.