GU/Prabhupada 0841 - આધ્યાત્મિક રીતે, પ્રાગટ્ય અને અપ્રાગટ્યમાં કોઈ ફરક નથી
731213 - Lecture Festival Disappearance Day, Bhaktisiddhanta Sarasvati - Los Angeles
- નમ ઓમ વિષ્ણુ પાદાય
- કૃષ્ણ પ્રેષ્ઠય ભૂતલે
- શ્રીમતે ભક્તિસિદ્ધાંત
- સરસ્વતી નામીને
ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુર આ ભૌતિક જગતમાથી જતાં રહ્યા ૩૧ ડિસેમ્બર, ૧૯૩૬ના. તો લગભગ ચાલીસ વર્ષ વીતી ગયા છે. તો અહી બે તબક્કા છે, પ્રકટ અને અપ્રકટ, આવિર્ભાવ અને તિરોભાવ. તો આપણે તિરોભાવને કારણે કોઈ પસ્તાવાનું નથી કારણકે કૃષ્ણ અને કૃષ્ણના ભક્તો... ફક્ત ભક્તો નહીં, અભક્તો પણ, કોઈનો તિરોભાવ નથી થતો. કોઈ અપ્રગટ નથી થતું કારણકે દરેક જીવ... જેમ કૃષ્ણ શાશ્વત છે... તેની વેદિક સાહિત્યમાં પુષ્ટિ થઈ છે, નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). પરમ ભગવાનનું વર્ણન છે કે તેઓ પણ નિત્ય, શાશ્વત, છે, અને જીવો પણ શાશ્વત છે. પણ તેઓ મુખ્ય શાશ્વત છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ. તો ગુણાત્મક રીતે, કૃષ્ણ અને જીવો વચ્ચે કોઈ ફરક નથી. અને જથ્થાત્મક રીતે, ફરક છે. નિત્ય, એકવચન નિત્ય, અને બહુવચન નિત્ય, વચ્ચે શું ફરક છે? બહુવચન નિત્ય આધીન છે, એકવચન નિત્યના શાશ્વત સેવકો. જેમ કે જો તમારે કોઈ વ્યક્તિની સેવા કરવી હોય, તો માલિક પણ બિલકુલ તમારા જેવો જ છે. તેને બે હાથ છે, બે પગ, અથવા એકસરખી લાગણીઓ. તે પણ ખાય છે. બધુ એક સમાન છે. પણ ફરક છે સ્વામી અને સેવકનો. બસ તેટલું જ. નહિતો, દરેક રીતે એક સમાન.
તો આધ્યાત્મિક રીતે, પ્રાકટ્ય અને તિરોભાવ, કોઈ ફરક નથી. જેમ કે ભૌતિક દ્રષ્ટિકોણથી, જો એક વ્યક્તિ જન્મ લે છે... ધારોકે તમને એક પુત્ર જન્મ થાય, તમે બહુ જ ખુશ થાઓ છો. તે જ પુત્ર, જે મરી જાય છે, તમે બહુ જ દુખી બનો છો. આ ભૌતિક છે. અને આધ્યાત્મિક રીતે, આવો કોઈ ફરક નથી, જન્મ અથવા મૃત્યુ. તો જોકે આ ૐ વિષ્ણુપાદ શ્રી શ્રીમદ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરનો તિરોભાવ દિવસ છે, તો તેમાં પસ્તાવો કરવાનું કશું છે નહીં. જોકે આપણે વિરહ અનુભવીએ છીએ, તે લાગણી છે, પણ આધ્યાત્મિક રીતે, પ્રાકટ્ય અને તિરોભાવમાં કોઈ ફરક નથી. એક ભજન છે, નરોત્તમ દાસ ઠાકુરનું ભજન, યે અનિલો પ્રેમ ધન. તમે જાણો છો, તમારામાથી કોઈ? તમારામાથી કોઈ તે ભજન ગાઈ શકે છે? ઓહ, યે અનિલો પ્રેમ ધન, કરુણા પ્રચુર, હેનો પ્રભુ કોથા ગેલો. મને ચોક્કસ રીતે આખું ભજન યાદ નથી. તે આપણો પસ્તાવો છે, કે... શ્રીલા ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરે આ સંદેશ આખી દુનિયામાં વિતરિત... અવશ્ય, શ્રી ચૈતન્ય મહાપ્રભુએ તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી, કે
- પૃથ્વીતે આછે યત નગરાદી ગ્રામ
- સર્વત્ર પ્રચાર હઇબે મોર નામ
તેમણે ભવિષ્યવાણી કરી હતી કે "આખી દુનિયામાં, જેટલા નગરો અને ગામડાઓ છે, દરેક જગ્યાએ મારૂ નામ જાણીતું થશે." શ્રી ચૈતન્ય મહાપ્રભુનું નામ. જેનો અત્યારે, વાસ્તવમાં પ્રયાસ થઈ રહ્યો છે... શ્રી ચૈતન્ય મહાપ્રભુની આ ઈચ્છાને પૂરી કરવા માટે, તેમણે વ્યક્તિગત રૂપે કહ્યું હતું,
- ભારત ભૂમિતે મનુષ્ય જન્મ હઇલ યાર
- જન્મ સાર્થક કરી કર પર ઉપકાર
- (ચૈ.ચ. આદિ ૯.૪૧)
તેમની ઈચ્છા હતી કે તેમના નામનો પ્રચાર આખી દુનિયાના દરેક નગર અને ગામમાં થાય. અને તે કોણ કરશે? તે તેમણે કહ્યું કે જે પણ વ્યક્તિએ જન્મ લીધો છે ભારતવર્ષમાં, ભારતમાં, તે તેનું કર્તવ્ય છે: સૌ પ્રથમ શ્રી ચૈતન્ય મહાપ્રભુનો સિદ્ધાંત સમજીને પોતાને સિદ્ધ બનાવવું; પછી તેનો પ્રચાર કરવો, વિતરણ કરવું. આ દરેક ભારતીયનું કર્તવ્ય છે.
ભારતીય, ખાસ કરીને ભારતમાં, તેમની પાસે વેદિક સાહિત્યનો લાભ લેવાનો વિશેષ અધિકાર છે. બીજા દેશોમાં આવો લાભ નથી. તો જો વ્યક્તિએ તેના જીવનને સિદ્ધ બનાવવું હોય, તો તેણે ભારતીય આધ્યાત્મિક જ્ઞાનના વિશાળ ખજાનાનો લાભ લેવો જ પડે.