GU/Prabhupada 0842 - કૃષ્ણ ભાવનામૃત નિવૃત્તિ માર્ગનું પ્રશિક્ષણ છે - ઘણી બધી 'ના'



761214 - Lecture BG 16.07 - Hyderabad

આ અસુર જીવનની શરૂઆત છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ મતલબ, શું કહેવાય છે, પ્રોત્સાહન જે... ખાંડનો એક દાણો છે, અને કીડી જાણે છે કે ખાંડનો એક દાણો છે. તે તેની પાછળ દોડે છે. તે પ્રવૃત્તિ છે. અને નિવૃત્તિ મતલબ "મે મારૂ જીવન આ રીતે પસાર કર્યું છે, પણ તે વાસ્તવમાં મારા જીવનની પ્રગતિ નથી. મારે જીવનની આ રીત બંધ કરવી જોઈએ. મારે આધ્યાત્મિક સાક્ષાત્કાર તરફ જવું જોઈએ." તે નિવૃત્તિ માર્ગ છે. બે રીત હોય છે: પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ મતલબ આપણે અંધકાર, સૌથી અંધકારમય ભાગમાં જઈ રહ્યા છે. અદાંત ગોભીર વિષતામ તમિશ્રમ (શ્રી.ભા. ૭.૫.૩૦). કારણકે આપણે ઇન્દ્રિયોને નિયંત્રિત નથી કરી શકતા, અદાંત... અદાંત મતલબ અનિયંત્રિત, અને ગો, ગો મતલબ ઇન્દ્રિયો. અદાંત ગોભીર વિષતામ તમિશ્રમ. જેમ કે આપણે વિભિન્ન પ્રકારના જીવન જોઈએ છીએ, તો નર્કમાં પણ જીવન છે, તમિસ્ર. તો ક્યાં તો તમે નર્કમય જીવનમાં જાઓ છો અથવા તમે મુક્તિના માર્ગ પર જાઓ છો, બંને રસ્તાઓ તમારા માટે ખુલ્લા છે. તો જો તમે નર્કમય જીવનમાં જાઓ છો, તેને પ્રવૃત્તિ માર્ગ કહેવાય છે, અને જો તમે મુક્તિના માર્ગ પર જાઓ છો, તેને નિવૃત્તિ માર્ગ કહેવાય છે.

આપણું આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન નિવૃત્તિ માર્ગનું પ્રશિક્ષણ છે, મૂળ સિદ્ધાંતો, ઘણા બધા 'નહીં'. "નહીં" મતલબ નિવૃત્તિ. અવૈધ મૈથુન નહીં, માંસાહાર નહીં, જુગાર નહીં, નશો નહીં. તો આ નહીં છે, "નહીં" માર્ગ. તો તે લોકોએ તે જાણવું જોઈએ. જ્યારે આપણે કહીએ છીએ કે ઘણા બધા 'નહીં', તેઓ વિચારે છે કે તે મનને ચોક્કસ રીતે બદલવું (બ્રેઇનવોશ) છે. ના તે મનને ચોક્કસ રીતે બદલવું નથી. તે વાસ્તવિક છે. જો તમારે તમારું આધ્યાત્મિક જીવન વિકસિત કરવું છે, તો તમારે ઘણા બધા ઉપદ્રવો બંધ કરવા પડશે. તે નિવૃત્તિ માર્ગ છે. અસુરો, તેઓ જાણતા નથી. કારણકે તેઓ જાણતા નથી, જ્યારે નિવૃત્તિ માર્ગ, "નહીં," "નહીં" નો માર્ગ આપવામાં આવે છે, તેઓ ક્રોધિત થાય છે. તે ક્રોધિત થાય છે.

ઉપદેશો હી મૂર્ખાણામ
પ્રકોપાય ન શાંતયે
પય: પાનમ ભુજંગાનામ
કેવલમ વિષ વર્ધનમ
(નીતિ શાસ્ત્ર)

જે લોકો ધુરતો, મૂર્ખાઓ છે, જો તમે તેના જીવન માટે કોઈ મૂલ્યવાન વસ્તુ કહેશો તે તમને નહીં સાંભળે; તે ગુસ્સે થઈ જશે. ઉદાહરણ આપવામાં આવ્યું છે, પય: પાનમ ભુજંગાનામ કેવલમ વિષ વર્ધનમ. જેમકે જો એક સાપ, જો તમે સાપને કહો કે "હું તને રોજ એક વાડકી દૂધ આપીશ. આ હાનિકારક જીવન, બીજાને બીનજરૂરી રીતે કરડવું, તે ના કરીશ. તું અહી આવ, એક વાડકી દૂધ છે અને શાંતિથી રહે." તે વસ્તુ તે નહીં કરી શકે. તે... પીવાથી, તે દૂધની વાડકી પીવાથી, તેનું વિષ વધશે, અને જેવુ તેનું વિષ વધશે - તે પણ બીજી ખૂજલી છે - તે કરડવા ઈચ્છે છે. તે કરડશે. તો પરિણામ હશે પય: પાનમ ભુજંગાનામ કેવલમ વિષ વર્ધનમ. જેટલું તેઓ ભૂખ્યા રહેશે, તે તેમના માટે સારું છે, કારણકે વિષ વધશે નહીં. પ્રકૃતિનો નિયમ છે.

અને જેવુ વ્યક્તિ સાપને જુએ છે, તરત જ દરેક વ્યક્તિ સજાગ થઈ જાય છે સાપને મારવા માટે. અને પ્રકૃતિના નિયમ પ્રમાણે... તે કહ્યું છે, "એક મહાન સાધુ વ્યક્તિ પણ, તે પસ્તાવો નથી કરતો જ્યારે એક સાપની હત્યા થાય છે." મોદેત સાધુર આપી સર્પ, વૃશ્ચિક સર્પ હત્યા (શ્રી.ભા. ૭.૯.૧૪). પ્રહલાદ મહારાજે કહ્યું હતું. જ્યારે તેમના પિતાની હત્યા થઈ અને નરસિંહ દેવ હજુ પણ ક્રોધિત હતા, તો તેમણે ભગવાન નરસિંહને શાંત પાડ્યા, "પ્રભુ, હવે તમે તમારો ક્રોધ છોડી શકો છો, કારણકે મારા પિતાના માર્યા જવાથી કોઈ પણ દુખી નથી." મતલબ, "હું પણ દુખી નથી. હું પણ ખુશ છું, કારણકે મારા પિતા બસ એક સાપ અને વીંછી જેવા હતા. તો એક મહાન સાધુ વ્યક્તિ પણ ખુશ થાય છે જ્યારે એક વીંછી અથવા સાપની હત્યા થાય છે." જો કોઇની હત્યા થાય તો તેઓ ખુશ નથી થતાં. એક કીડીની હત્યા પણ થાય, એક સાધુ વ્યક્તિ ખુશ નથી થતો. પણ એક સાધુ વ્યક્તિ, જ્યારે તે જુએ છે કે એક સાપની હત્યા થઈ છે, તે ખુશ થાય છે. તે ખુશ થાય છે.

તો આપણે એક સાપનું જીવન ના જીવવું જોઈએ, પ્રવૃત્તિ માર્ગ. મનુષ્ય જીવન નિવૃત્તિ માર્ગ માટે છે. આપણને ઘણી બધી કુટેવો છે. આ બધી કુટેવોને છોડી દેવી, તે મનુષ્ય જીવન છે. જો આપણે તે ના કરી શકીએ, તો આપણે જીવનની કોઈ આધ્યાત્મિક પ્રગતિ નથી કરી રહ્યા. આધ્યાત્મિક પ્રગતિ... જ્યાં સુધી તમને થોડી પણ ઈચ્છા છે તમારી ઇન્દ્રિય તૃપ્તિ માટે પાપ કરવાની, તમારે એક બીજું શરીર સ્વીકારવું જ પડશે. અને જેવુ તમે એક ભૌતિક શરીર સ્વીકારો છો, પછી તમે પીડાઓ છો.