GU/Prabhupada 0855 - જો હું મારો ભૌતિક આનંદ બંધ કરીશ, તો મારા જીવનનો આનંદ સમાપ્ત થઈ જશે. ના.



750306 - Lecture SB 02.02.06 - New York

જો હું મારો ભૌતિક આનંદ બંધ કરીશ, તો મારા જીવનનો આનંદ સમાપ્ત થઈ જશે. ના. જ્યાં સુધી આપણે આ ભૌતિક જગતમાં રહીશું, હું ઇંદ્રદેવ હોઉ, બ્રહ્મા હોઉ, કે અમેરિકનો રાષ્ટ્રપતિ હોઉ, અથવા આ કે તે - તમે આ ચાર વસ્તુઓ ટાળી ના શકો. આ ભૌતિક અસ્તિત્વ છે. તે સમસ્યા છે. પણ જો તમારે સમસ્યાનું નિરાકરણ કરવું હોય, તો આ વિધિ આપેલી છે: નિવૃતિ. અન્યાભિલાષા શૂન્યમ. ભૌતિક આનંદની કામના ના કરો. આનંદ તો છે. એવું ના વિચારો કે " જો હું મારો ભૌતિક આનંદ બંધ કરીશ, તો મારા જીવનનો આનંદ સમાપ્ત થઈ જશે." ના. એ સમાપ્ત નથી થતો. જેવી રીતે એક રોગી મનુષ્ય: તે પણ ખાય છે, તે પણ ઊંઘે છે, તેને પણ બીજા કર્તવ્યો છે, પણ તે... તેનું ખાવું, ઊંઘવું, અને સ્વસ્થ માણસનું ખાવું, ઊંઘવું એ એકસમાન નથી. તેવી જ રીતે, આપણો ભૌતિક આનંદ - આહાર, નિદ્રા, મૈથુન અને ભય - તે, વિપત્તિઓ થી ભરપૂર છે. આપણે કોઈ બાધા વગર આનંદ ના લઈ શકીએ. ઘણી બધી બાધાઓ છે.

તેથી જો આપણને અવિરત સુખ જોઈએ છે.... સુખ છે. જેમ કે રોગી વ્યક્તિ, તે પણ ખાય છે, અને સ્વસ્થ વ્યક્તિ પણ ખાય છે. પણ તેને સ્વાદ કડવો લાગે છે. કમળાથી પીડિત માણસ, જો તમે તેને શેરડી આપશો, તો તેને સ્વાદ કડવો લાગશે. આ સત્ય છે. પણ જો તેજ વ્યક્તિ જે કમળાથી સાજો થઈ ગયો છે, તેને તેનો સ્વાદ મીઠો લાગશે. તેવી જ રીતે, આ ભૌતિક જીવનમાં ઘણા બધા વ્યભિચાર છે, આપણે જીવનનો પૂર્ણ રીતે આનંદ ના લઈ શકીએ. જો તમારે જીવનનો પૂર્ણ આનંદ લેવો હોય તો, તમારે અધ્યાત્મિક સ્તર પર આવવું જ ઘટે. દુખાલાયમ આશાશ્વતમ (ભ.ગી. ૮.૧૫). આ ભૌતિક જગતનું ભગવદ ગીતમાં વર્ણન થયેલું છે, કે તે દુખાલયમ છે. તે દુખોનું સ્થાન છે. પછી તમે કહો, "ના. મે વ્યવસ્થા કરેલી છે. મારી પાસે હવે સરસ મૂડી છે બેંકમાં. મારી પત્ની સુંદર છે, મારા બાળકો સરસ છે, તો મને વાંધો નથી. હું આ ભૌતિક જગતમાં રહીશ," કૃષ્ણ કહે છે આશાશ્વતમ: "ના સાહેબ. તમે અહી રહી નહીં શકો. તમને કાઢી મૂકવામાં આવશે." દુખાલાયમ આશાશ્વતમ. જો તમે અહી રહેવા માટે સમ્મત થાઓ, આ જીવનની દુખદાયી સ્થિતિમાં, તો તેની પણ પરવાનગી નથી. કાયમી વસાહત નથી. તથા દેહાંતર પ્રાપ્તિ.

તો આ સમસ્યાઓ... ક્યાં છે વૈજ્ઞાનિકો આ સમસ્યાની ચર્ચા કરતાં? પણ સમસ્યાઓ તો છે. કોને પોતાનું જે પણ કુટુંબ છે તેનો ત્યાગ કરવો છે? દરેકને કુટુંબ છે, પણ કોઈને કુટુંબ છોડવું નથી. પણ બળપૂર્વક તે લઈ લેવામાં આવે છે. મનુષ્ય રડે છે, "ઓહ, હવે હું જઈ રહ્યો છું. હવે હું મારી રહ્યો છું. મારી પત્ની, મારા બાળકોનું શું થશે?" તેને જબરજસ્તી પૂર્વક જવુ જ પડશે. તો આ સમસ્યા છે. તો આ સમસ્યાનો ઉકેલ ક્યાં છે? આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. જો તમારે સમસ્યાનો ઉકેલ જોઈએ છીએ, તો કૃષ્ણ કહે છે,

મામ ઉપેત્ય કૌંતેય
દુખાલાયમ આશાશ્વતમ
નાપ્નુવંતી મહાત્માન
સંસિદ્ધિ પરામાં ગતઃ
(ભ.ગી. ૮.૧૫)

"જો કોઈ મારી પાસે આવે છે." મામ ઉપેત્ય, "તો તેને આવવું નહીં પડે, ફરીથી, આ દુખોથી ભરેલા જગતમાં."

તો અહી શુકદેવ ગોસ્વામી સલાહ આપે છે કે તમે ભક્ત બનો. તમારી બધી સમસ્યાઓ ઊકલી જશે.