GU/Prabhupada 0856 - આત્મા પણ વ્યક્તિ છે જેટલા ભગવાન પણ વ્યક્તિ છે
740327 - Conversation - Bombay
પ્રભુપાદ: તો શરૂઆતમાં, સૃષ્ટિ પહેલા, ભગવાન હતા; અને રચના પછી, જ્યારે રચનાનો વિધ્વંસ થશે, ત્યારે તેઓ રહેશે. આ દિવ્ય સ્થિતિ કહેવાય છે.
પંચદ્રવિડ: ભાવાર્થ: ભગવાનની સ્થિતિ હમેશા દિવ્ય હોય છે, કારણકે કારણ અને ક્રિયાશીલ શક્તિઓ કે જે નિર્માણ માટે જરૂરી છે... (અંતરાલ)
પ્રભુપાદ: આ શર્ટને બનાવ્યા પહેલા, તે અવ્યક્ત હતું. તેને કોઈ હાથ ના હતા, કોઈ ગરદન ન હતી, કોઈ શરીર ન હતું. તે જ કપડું. પણ દરજી, શરીર પ્રમાણે, હાથ માપીને બનાવ્યું અને હવે તે હાથ જેવુ લાગી રહ્યું છે. આ છાતીનું કપડું છાતી જેવુ લાગી રહ્યું છે. તેથી, અવ્યક્ત મતલબ ભૌતિક આવરણ. નહીં તો, આત્મા એક વ્યક્તિ છે. જેમ કે, તમે દરજી પાસે જાઓ, તમારા શરીર પ્રમાણે દરજી એક કોટ બનાવશે. આ કોટ, કોટની સામગ્રી, કપડું, તે અવ્યક્ત છે. પણ તેને એક વ્યક્તિ જેવુ બનાવ્યુ છે, વ્યક્તિનું આવરણ. બીજા શબ્દોમાં, આત્મા પણ વ્યક્તિ છે જેટલા ભગવાન પણ વ્યક્તિ છે. અવ્યક્ત મતલબ આવરણ. સમજવાની કોશિશ કરો. આવરણ અવ્યક્ત છે, જીવ નહીં. તે ઢંકાયેલો છે. તે અવ્યક્ત નથી. તે વ્યક્તિ છે. ખૂબ સરળ ઉદાહરણ. કોટ, શર્ટ, તે અવ્યક્ત છે, પણ મનુષ્ય જે કોટ પહેરે છે, તે અવ્યક્ત નથી. તે વ્યક્તિ છે. તો ભગવાન અવ્યક્ત કેવી રીતે હોઈ શકે? ભૌતિક શક્તિ અવ્યક્ત છે. તે સમજાવેલુ છે... તે ભગવદ ગીતમાં સમજાવેલુ છે,
- મયા તતમ ઇદં સર્વમ
- જગદ અવ્યક્તમુર્તિના
- (ભ.ગી. ૯.૪)
આ જગદ અવયકત છે. તે કૃષ્ણની શક્તિ પણ છે. તેથી તેઓ કહે છે, "હું અવ્યક્ત રૂપમાં વિસ્તારીત થાઉં છું." આ અવ્યક્ત રૂપ એ કૃષ્ણની શક્તિ છે. તો આ ભૌતિક આવરણ અવ્યક્ત છે પણ આત્મા કે પરમાત્મા વ્યક્તિ છે. આની ઉપર કોઈ પ્રશ્ન છે, આ બહુ જટિલ પ્રશ્ન છે, કોઈને? કોઈ સમજવામાં તકલીફ છે? (વિરામ)
ભવ-ભૂતિ:... કારણકે મે ઘણા બધા કહેવાતા યોગીઓને અંગ્રેજીમાં ભગવદ ગીતા કે આ કે પેલા ઉપર બોલતા સાંભળેલા છે, પણ તેઓ સમજાવી નથી શકતા, તેમને સંકેત પણ નથી...
પ્રભુપાદ: ના, ના, તેઓ કેવી રીતે સમજાવી શકે?
ભવ-ભૂતિ: તેમને સંકેત નથી.
પ્રભુપાદ: તેઓ ભગવદ ગીતને અડી પણ ના શકે. તેમની પાસે કોઈ યોગ્યતા નથી.
ભવ-ભૂતિ: તેમની પાસે કોઈ સમજ નથી.
પ્રભુપાદ: તેમનું ભગવદ ગીતા પર બોલવું કૃત્રિમ છે.
ભાવ-ભૂતિ: હા.
પ્રભુપાદ: તેઓ બોલી ના શકે કારણકે ખરેખર યોગ્યતા, જેમ ભગવદ ગીતા માં જણાવેલું છે, ભક્તો અસિ. પહેલા ભક્ત બનવું પડે, પછી તેઓ ભગવદ ગીતા ને અડી શકે.
ભવ-ભૂતિ: માયાપૂરમાં પણ, જ્યારે અમે તે વખતે શ્રીધર સ્વામીના આશ્રમની મુલાકાત લેવા ગયા, અને તેઓ કઈક અંગ્રેજીમાં બોલ્યા, બીજા કોઈ પણ અંગ્રેજીમાં બોલ્યા. તેઓ તમારી જેમ સમજાવી નથી શકતા, શ્રીલ પ્રભુપાદ. તમે એક જ છો, કે જ્યારે તમે જ્યારે તમે આ જ્ઞાન બોલો છો, તે તરત જ, કાનમાં અને હ્રદયમાં સમાઈ જાય છે, અને પછી અનુભવ થાય છે.
પ્રભુપાદ: કદાચ (હસતાં).
ભારતીય માણસ: જય (હિન્દી).
પ્રભુપાદ: હરે કૃષ્ણ. વિશાખા, તમે પણ એવું વિચારો છો?
વિશાખા: કોઈ પણ શંકા વગર.
પ્રભુપાદ: હરે કૃષ્ણ (હસતાં)