GU/Prabhupada 0870 - ક્ષત્રિયનો તે ધર્મ છે કે બચાવ કરવો, રક્ષા કરવી



750519 - Lecture SB - Melbourne

આ મહારાજ પરિક્ષિત અને શુકદેવ ગોસ્વામી વચ્ચેનો વાર્તાલાપ છે. મહારાજ પરિક્ષિત, પાંચ હજાર વર્ષ પહેલા તેઓ સમસ્ત દુનિયાના સમ્રાટ હતા. પહેલા, પાંચ હજાર વર્ષા પહેલા, સમસ્ત દુનિયા પર રાજાઓ દ્વારા શાસન અને નિયંત્રણ રાખવામા આવતું હતું જેની રાજધાની હસ્તિનાપુર હતી, નવી દિલ્હી. એક જ ધ્વજ હતો, એક જ શાસક, એક જ શાસ્ત્ર, વેદિક શાસ્ત્ર, અને આર્યો. આર્ય, તેઓ સભ્ય વ્યક્તિ હતા. તમે યુરોપીયન, અમેરિકન, તમે પણ આર્યો છો, ભારતીય-યુરોપીયન. મહારાજ યયાતી, મહારાજ પરિક્ષિતના પૌત્ર, તેમણે પોતાના બે પુત્રોને આપ્યો પૂર્વ યુરોપનો ભાગ, ગ્રીક અને રોમન. તે ઇતિહાસ છે, મહાભારત. મહાભારત મતલબ મહાન ભારત. તો કોઈ અલગ અલગ ધર્મો ન હતા. એક જ ધર્મ: વેદિક ધર્મ. વેદિક ધર્મનો મતલબ શ્રી ભગવાનને પરમ વ્યક્તિત્વ, નિરપેક્ષ સત્યના રૂપમાં સ્વીકાર કરવો. તે વેદિક ધર્મ છે. જેમણે ભગવદ ગીતા વાંચી છે. પંદરમાં અધ્યાયમાં કહ્યું છે, વેદેશ્ચ સર્વેર અહં એવ વેદ્યમ (ભ.ગી. ૧૫.૧૫) વેદિક જ્ઞાન મતલબ ભગવાનને સમજવા તે. તે વેદિક ધર્મ છે.

પછી, કલિયુગની પ્રગતિ સાથે... કલિયુગ મતલબ અંધકારનો યુગ, કે પાપમય યુગ, કે બોલાચાલીનો, બિનજરૂરી વાતો અને ઝગડાઓનો યુગ. આ કલિયુગ કહેવાય છે. તે ચાલી રહ્યો છે. છેલ્લા પાંચ હજાર વર્ષોથી, કલિયુગ શરૂ થઈ જ્ઞાઓ છે, અને કલિયુગની શરૂઆતમાં ગૌ-હત્યા હતી. જ્યારે મહારાજ પરિક્ષિત સમસ્ત દુનિયાનું ભ્રમણ કરી રહ્યા હતા, તેમણે એક કાળા પુરુષને એક ગાયને મારવાનો પ્રયાસ કરતાં જોયો. અને મહારાજ પરિક્ષિતે આ જોયું અને તરત જ... ગાય કાંપી રહી હતી મરવાના ડરથી. અને મહારાજ પરિક્ષિતે જોયું, "આ મારા સામ્રાજ્યમાં ગાયને મારવાની કોશિશ કરવાવાળો આ માણસ કોણ છે?" તો તેમણે તરત જ પોતાની તલવાર ઉઠાવી. તે ક્ષત્રિય છે. ક્ષત્રિય મતલબ કે... ક્ષત મતલબ ઘા, અને ત્રયતે - તેને ક્ષત્રિય કહેવાય છે. લોકો એવા હોય છે કે જે બીજાને હાનિ પહોચાડવા માંગતા હોય છે. તે હવે વધી ગયું છે. પણ મહારાજ પરિક્ષિતના સમયમાં, તેની અનુમતિ હતી નહીં. રાજા જવાબદાર હતો. સરકાર જવાબદાર હતી કે તેની કોઈ પણ પ્રજા, પશુ કે મનુષ્ય, તે પરેશાન ના થાય; તે પોતાને તથા પોતાની સંપત્તિથી સુરક્ષા અનુભવે, અને તે ક્ષત્રિયનો ધર્મ છે કે બચાવ કરવો, રક્ષા કરવી. આ સરકારની વ્યવસ્થા હતી. તો તે લાંબી વાર્તા છે. પરિક્ષિત મહારાજ ઘણા પુણ્યશાળી હતા. તે વ્યવસ્થા હતી.