GU/Prabhupada 0877 - જો તમે આદર્શ નહીં હોઓ, તો કેન્દ્ર ખોલવું બેકાર હશે



750519 - Lecture SB - Melbourne

મધુદ્વિષ: શું તે શક્ય નથી કે એક ચાંડાલ (કૂતરા ભક્ષક) એક પ્રથમ વર્ગનો માણસ બને?

પ્રભુપાદ: ઓહ, હા. તમારી જીભને આ બે કાર્યોમાં જોડી દો: હરે કૃષ્ણ નો જપ અને પ્રસાદ લો. તે કૂતરાને ખાવાનું ભૂલી જશે. (હાસ્ય) કોઈ અપવાદ નથી. દરેક વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત બની શકે છે જો તે અનુસરે, શરૂઆતમાં, આ બે નિયમો: હરે કૃષ્ણનો જપ અને પ્રસાદ લો. બસ એટલું જ. તેનો પ્રયોગ કરી જુઓ. પ્રયોગ કરો. મંદિર અહિયાં જ છે. અમે આમંત્રિત કરીએ છીએ. અહી આવો. આ કાર્યો કરો. અને આપના મધુદ્વિષ મહારાજ તમને પ્રસાદ આપવા તૈયાર છે અને નાચવાનું અને ગાવાનું પણ. બસ એટલું જ. મુશ્કેલી ક્યાં છે? તમારે કોઈ મૂલ્ય ચૂકવવાનું નથી. કોઈ નુકસાન નહીં. જો કોઈ ફાયદો હોય તો, તમે તે પ્રયોગ કેમ નથી કરતાં?

મધુદ્વિષ: શ્રીલ પ્રભુપાદ, કોઈના માટે તે કેમ આવશ્યક છે કે તે અહી આવે અને હરે કૃષ્ણ જપ કરે અને પ્રસાદ લે?

પ્રભુપાદ: કારણકે... અહી કેન્દ્ર છે. બધુ બરાબર રીતે થઈ રહ્યું છે. તમે શિખશો. જેમ કે તમારે શાળાએ અથવા કોલેજ જવું પડે છે શીખવા. તો તેવી જ રીતે, જો તમારે અધ્યાત્મિક જીવનનું શિક્ષણ લેવું હોય, તેઓ અહી આવશે અને જોશે કેવી રીતે તમે લોકો વર્તી રહ્યા છો, આદર્શ. અને તમે આદર્શ હોવા જોઈએ. જો તમે આદર્શ નહીં હોઓ, તો કેન્દ્ર ખોલવું બેકાર હશે તમે બહુ સારી રીતે વર્તાવ કરો, તેઓ આવશે, તેઓ જોશે, અને તેઓ શિખશે. જો તમે કોઈ શાળાએ જાઓ અને પ્રોફેસરો જો ધૂર્ત હોય, તો તમે શું શિખશો? તે અન્યોન્ય છે. તમે પ્રોફેસર, શિક્ષક તરીકે વર્તો. તમારું જીવન આદર્શ હોવું જોઈએ, અને તેઓ આવશે, અને જોશે, અને તેઓ શિખશે.

યુવતી ભક્ત: શ્રીલ પ્રભુપાદ, જો રાજાઓને સમસ્ત બ્રહ્માણ્ડનું શાસન કરવાની શિક્ષા આપવામાં આવતી, શું તેનો મતલબ એ છે કે બધીજ દુનિયા, બધીજ દુનિયા સમસ્ત બ્રહ્માણ્ડમાં કે ફક્ત આજ પૃથ્વી?

મધુદ્વિષ: તે વિચારે છે કે એક રાજાને સમસ્ત દુનિયા પર શાસન કરવું કેવી રીતે શક્ય હોય. એવું લાગે છે કે તે ખૂબ અઘરું છે. અત્યારના સમયમાં આપણે ઘણા બધા નેતાઓ છે, અને તેઓ નથી સાંભળી શકતા...

પ્રભુપાદ: તેને ભૂલી જાઓ. તમે એવું કેમ વિચારો છો કે તમે નથી શાસન કરી શક્ત, તેથી બીજા પણ ના કરી શકે? તમે તમારી રીતે વિચારો છો. પણ તે છે. તે શક્ય છે. તો તે આપણું કાર્યક્ષેત્ર નથી. તે બીજાનું છે, રાજનીતિ અને... પણ આપણે... આપનું કાર્ય છે કે કેવી રીતે આપણું આધ્યાત્મિક જીવન ઉન્નત કરવું. અને જો તમે પૂરી દુનિયા પર શાસન ના પણ કરતાં હોય, તો કોઈ ફરક નથી પડતો. તો તમે શા કારણે દુનિયા પર શાસન કરવા આતુર છો? તે આપણું કાર્ય નથી. તમે હરે કૃષ્ણનો જપ કરો અને પ્રસાદ લો. (હાસ્ય)