GU/Prabhupada 0878 - ભારતમાં વેદિક સંસ્કૃતિનું પતન
730412 - Lecture SB 01.08.20 - New York
પ્રદ્યુમ્ન: અનુવાદ: "તમે સ્વયં અવતરિત થાઓ છો ભક્તિસેવા ના દિવ્ય વિજ્ઞાનનો પ્રચાર કરવા ઉન્નત આત્મવાદીઓના હ્રદયમાં, અને ભૌતિક ચિંતન કરવાવાળા જે લોકો શુદ્ધ થયા છે આત્મા અને પદાર્થ વચ્ચેના અંતરને સમજવાને કારણે. કેવી રીતે અમે સ્ત્રીઓ તમને પૂર્ણ રીતે જાણી શકીશું?
પ્રભુપાદ: તો કુંતીદેવી, તે વિનમ્રતાથી... તે વૈષ્ણવનું લક્ષણ છે... ભગવાન, કૃષ્ણ, કુંતીદેવી પાસે આવ્યા છે તેમના ચરણોની ધૂળ લેવા માટે કારણકે કૃષ્ણ કુંતીદેવીને પોતાની કાકી ગણે છે, તેમને આદર આપવા, કૃષ્ણ કુંતીદેવીના ચરણ સ્પર્શ કરતાં હતા. પણ કુંતીદેવી, આટલા ઉચ્ચ સ્થિતિ પર હોવા છતા, વ્યાવહારિક રીતે યશોદામાઈના સ્તર પર, આટલા મહાન ભક્ત... તો તેટલા વિનમ્ર છે કે "કૃષ્ણ, તમે પરમહંસો માટે છો, અને અમે તમને શું જોઈ શકીએ? અમે સ્ત્રીઓ છીએ."
તો તે ભગવદ ગીતામાં કહ્યું છે, સ્ત્રીયો વૈશ્યસ તથા શુદ્ર: (ભ.ગી. ૯.૩૨). બીજી જગ્યાએ ભાગવતમાં તે કહ્યું છે, સ્ત્રી-શુદ્ર-દ્વિજબંધુનામ. શુદ્ર, સ્ત્રી અને દ્વિજબંધુ. દ્વિજબંધુ મતલબ તેઓ કે જ બ્રાહ્મણ કુટુંબમાં કે ક્ષત્રિય કુટુંબમાં જન્મ્યા છે, ઉચ્ચ જ્ઞાતિ... વેદિક પ્રથા અનુસાર, ચાર વર્ગો છે: ચાતુર વરણ્યમ મયા શ્રુશ્ટમ ગુણ કર્મ... (ભ.ગી. ૪.૧૩). ગુણ અને કર્મ પ્રમાણે, પ્રથમ વર્ગના માણસ બ્રાહ્મણ છે, બુદ્ધિમાન. પછી, ક્ષત્રિય; પછી, વૈશ્ય; અને પછી, શુદ્ર. તો આ વર્ગીકરણ પ્રમાણે, સ્ત્રીઓ, શુદ્ર અને દ્વિજબંધુ, દ્વિજબંધુ, તેઓ તેજ શ્રેણીમાં આવે છે. દ્વિજબંધુ મતલબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો, ક્ષત્રિય કુટુંબમાં જન્મેલો, પણ કોઈ ગુણ નહીં. ગુણ દ્વારા તેની ગણતરી થાય છે. તે ખૂબ વ્યવહારુ છે. જો કોઈ માણસ એક ઉચ્ચ ન્યાયાધીશના ઘરે જન્મ્યો. તો તેને મતલબ એ નથી કે કારણકે તે એક ઉચ્ચ ન્યાયાધીશનો પુત્ર છે, તે પણ ઉચ્ચ ન્યાયાધીશ છે. તે ચાલી રહ્યું છે. કારણકે કોઈ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લે છે, કોઈ યોગ્યતા વગર, તે બ્રાહ્મણ હોવાનો દાવો કરે છે. તે ભારતમાં વેદિક સંસ્કૃતિનું પતન છે. પ્રથમ કક્ષાનો ધૂર્ત, તે દાવો કરે છે કે તે બ્રાહ્મણ છે - કોઈ પણ યોગ્યતા વગર. તેની યોગ્યતા એક શુદ્ર કરતાં પણ ઓછી છે, છતા તે દાવો કરે છે. અને તેને સ્વીકારવામાં આવે છે.
તો તે બહુ સ્પષ્ટતાથી લખેલું છે: ગુણ કર્મ વિભાગશ: (ભ.ગી. ૪.૧૩). યોગ્યતા વગર... બ્રાહ્મણ મતલબ યોગ્યતા. તે આ શરીર નથી. ઘણી બધી દલીલો છે, પણ તેઓ નહીં સાંભળે. તેઓ મારા આંદોલનની વિરુદ્ધ છે, કારણકે હું યુરોપ અને અમેરિકામાં બ્રાહ્મણો બનાવી રહ્યો છું. તે લોકો મારી વિરુદ્ધમાં છે. પણ આપણે તેમની દરકાર નથી રાખતા. કે કોઈ પણ ઉચિત માણસ તેમના વિષે દરકાર નહીં રાખે. પણ મારા વિરુદ્ધ પ્રચાર છે. મારા ગુરુભાઈઓ સુદ્ધાં, તેઓ... કારણકે તેઓ નથી કરી શકતા, તો કોઈક વાંધો શોધો. તમે જોયું.