GU/Prabhupada 0879 - વિનમ્રતા ભક્તિમય સેવામાં બહુ સારી છે.
730412 - Lecture SB 01.08.20 - New York
શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું હતું:
- પૃથ્વીતે આછે યત નગરાદી ગ્રામ
- સર્વત્ર પ્રચાર હઈબે મોરા નામ
- (ચૈ.ભા. અંત્ય-ખંડ ૪.૧૨૬)
દુનિયાના દરેક નગર, શહેર, ગામમાં, તેમના પંથનો પ્રચાર થશે. આ પંથ શું છે? શું તેનો મતલબ એ છે કે યુરોપીયન અને અમેરિકન બ્રાહ્મણ નહીં બને? કારણકે વૈષ્ણવ સંપ્રદાય મતલબ બ્રાહ્મણત્વથી ઉપર, બ્રાહ્મણત્વથી ઉપર.
- મામ ચ યો અવ્યભિચારેણ
- ભક્તિ યોગેન સેવતે
- સ ગુણાન સમતીત્ય એતાન
- બ્રહ્મ ભૂયાય કલ્પતે
- (ભ.ગી. ૧૪.૧૨૬)
તે, ભક્તિયોગ... તે કે જે ભક્તિયોગ ગ્રહણ કરે છે, તે તરત જ દિવ્ય સ્તર પર આવી જાય છે, બ્રહ્મભૂત (શ્રી.ભા. ૪.૩૦.૨૦). બ્રાહ્મણનું શું કહેવું? અને આ કહેવાતા, મચડાયેલા ખ્યાલે વેદિક સંસ્કૃતિનો વિનાશ કર્યો છે. હવે આપણે પુનર્જીવિત કરી રહ્યા છીએ. તે સર્વે માટે છે.
કૃષ્ણ કહે છે,
- મામ હી પાર્થ વ્યપાશ્રિત્ય
- યે અપી સ્યુઃ પાપયોનઃ
- સ્ત્રીયો શુદ્રસ તથા વૈશ્યસ
- તે અપી યાંતી પરમ ગતિમ
- (ભ.ગી. ૯.૩૨)
કૃષ્ણ કહે છે. જોકે સામાન્ય રીતે આપણે સ્ત્રીઓ, મતલબ નારી લઈએ છીએ, શુદ્ર અને વૈશ્યને નીચલી જાતિમાં ગણીએ છીએ, પણ જ્યારે કોઈ ભક્ત બને છે... તે કોઈ નીચલી જાતિનો રહેતો નથી. તે અપી યાંતી પરમ ગતિમ. ભક્તિમય સેવા એટલી સરસ છે કે કોઈ પણ... સામાન્ય રીતે સ્ત્રીઓને ઓછી બુદ્ધિશાળી ગણવામાં આવે છે; શુદ્રને ઓછા બુદ્ધિશાળી ગણવામાં આવે છે, વૈશ્યને ઓછા બુદ્ધિશાળી ગણવામાં આવે છે. પણ જો તે કૃષ્ણ ભાવના ગ્રહણ કરે, તો તે સૌથી બુદ્ધિશાળી છે. કૃષ્ણ યેઈ ભજે સેઈ બડા ચતુર. આ ચૈતન્ય મહાપ્રભુનું વિધાન છે. કોઈ પણ જે કૃષ્ણ ભાવના ગ્રહણ કરે છે, તે સૌથી બુદ્ધિશાળી છે. અને ચૈતન્ય મહાપ્રભુ કહે છે: ગુરુ કૃષ્ણ કૃપયા પાય ભક્તિ લતા બીજ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૫૧), કોન ભાગ્યવાન જીવ. એઈ રૂપે બ્રહ્માણ્ડ ભ્રમિતે કોન ભાગ્યવાન જીવ. કૃષ્ણ ભાવનામૃત આંદોલન તે નીચ, દુર્ભાગ્યપૂર્ણ વર્ગ માટે નથી. ના. તે સૌથી ભાગ્યશાળી માણસો માટે છે. જે કોઈ કૃષ્ણ ભાવના ગ્રહણ કરે છે, તેને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ ગણવો જોઈએ કારણકે તેને ખબર પડી ગઈ છે કે કેવી રીતે તેનું જીવન પરિપૂર્ણ થશે.
તેથી, જે કોઈ પણ કૃષ્ણ ભાવનામાં છે અને પોતાના કર્તવ્યો સરસ રીતે બજાવે છે, તે સૌથી ભાગ્યશાળી માણસ છે, સૌથી આદર્શ વ્યક્તિ. તેજ, કુંતીદેવી વિનમ્રતાપૂર્વક પ્રસ્તુત કરી રહ્યા છે. જોકે સ્ત્રીના શરીરમાં, તે ભક્ત હતા. તેઓ સાધારણ સ્ત્રીની જેમ ઓછા બુદ્ધિશાળી ન હતા. તે સૌથી... તેમણે કૃષ્ણને ઓળખી લીધેલા, કે કૃષ્ણ પૂર્ણ પુરષોત્તમ ભગવાન છે. "જો કે તેઓ મારી પાસે આવ્યા છે, ભૌતિક રીતે, મારા ભત્રીજાના રૂપમાં, આદર આપવા, પણ તે પૂર્ણ પુરષોત્તમ ભગવાન છે." તેથી પાછલા શ્લોકમાં તેઓ કહે છે, અલક્ષ્યામ સર્વ ભૂતાનામ અંતર બહિર અવસ્થિતમ: (શ્રી.ભા. ૧.૮.૧૮) "તમે સાધારણ મનુષ્ય દ્વારા જોઈ નથી શકાતા, જોકે તમે અંદર અને બહાર છો." બીજા શ્લોક માં પણ, ન લક્ષ્યસે મુઢા દૃશા (શ્રી.ભા. ૧.૮.૧૯) "મુર્ખો અને ધૂર્તો તમને જોઈ નથી શકતા." તેઓ મતલબ, કુંતી તેમને જુએ છે. જ્યાં સુધી તે કૃષ્ણને જેમ તેઓ છે તેમ જુએ નહીં, તે કેવી રીતે કહી શકે, મુઢા દૃશા ના લક્ષ્યસે? અને તેઓ કહે છે, પ્રકૃતે પરમ: "તમે આ ભૌતિક રચનાથી પરે દિવ્ય છો."
તો અહી પણ તેઓ તેમની વિનમ્રતા ચાલુ રાખે છે. આ વિનમ્રતા ભક્તિમય સેવામાં બહુ જ સરસ છે. તેથી ચૈતન્ય, શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ આપણને શીખવાડે છે: તૃનાદ અપી સુનીચેન તરોર અપી સહિષ્ણુના. વ્યક્તિએ વૃક્ષ કરતાં વધારે સહનશીલ અને ઘાસ કરતાં વધારે વિનમ્ર થવું જોઈએ, અધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે. કારણકે ઘણા બધી અડચણો આવશે. કારણકે માયા... આપણે જીવી રહ્યા છીએ.... જેમ કે જો આપણે મહાસાગરમાં હોઈએ. તો તમે મહાસાગરમાં ખૂબ શાંતિવાળી અવસ્થાની આશા ના રાખી શકો. હમેશા ઉપર નીચે થશે, શું કહેવાય છે, ઝુકાવ. મોટા જહાજો સુધ્ધાં, તેઓ પણ સ્થિર હાલતમાં નથી રહેતા. કોઈ પણ ક્ષણે ઊથલ પુથલ વાળી લહેરો આવે શકે છે. તો આ ભૌતિક જગતમાં તમે હમેશા ખતરાની આશા રાખી શકો છો. તમે આ ભૌતિક જગતની અંદર પણ બહુ શાંતિપૂર્ણ જીવનની આશા ના રાખી શકો. પદમ પદમ યદ વિપદામ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). શાસ્ત્ર કહે છે કે દરેક પગ પર ખતરો છે. પણ જો તમે ભક્ત બનો, તો તમે બચી શકો છો. માયામ એતામ તરન્તિ તે (ભ.ગી. ૭.૧૪).