GU/Prabhupada 0888 - હરે કૃષ્ણનો જપ કરો અને ભગવાનનો સાક્ષાત્કાર કરો



750522 - Lecture SB 06.01.01-2 - Melbourne

તો પ્રકૃતિનો કાયદો કેવી રીતે કામ કરે છે તે જાણવાની લોકો દરકાર નથી રાખતા. પ્રકૃતિનો કાયદો મતલબ ભગવાનનો કાયદો. પ્રકૃતિ સ્વતંત્ર નથી. તે ભગવદ ગીતામાં આપેલું છે: મયાધ્યક્ષેણ પ્રકૃતિ: સુયતે સચરાચરમ (ભ.ગી. ૯.૧૦). પ્રકૃતિ એક યંત્ર છે. તમને લાગે છે કે એક યંત્ર એક ચાલક વગર કાર્ય કરી શકે? તમને લાગે છે? કોઈ પ્રમાણ છે? હવે, આ એક યંત્ર છે, ફોટોગ્રાફી, એક અદ્ભુત યંત્ર. તે ફોટા લે છે, અને તે આવે છે. પણ એક ચાલક છે. ચાલક વગર ચાલતું યંત્ર ક્યાં છે? શું તમે કોઈ ઉદાહરણ આપી શકો, "અહિયાં યંત્ર છે કે જે ચાલક વગર ચાલે છે"? તો તમે કેવી રીતે વિચારી શકો કે પ્રકૃતિનું યંત્ર એ સર્વોચ્ચ ચાલક, ભગવાનની સૂચના, વગર, ચાલી શકે? તમે કેવી રીતે વિચારી શકો? તે બહુ ઉચિત નથી. આપણે નિર્ણય લેવો પડશે. ઘણા બધા પ્રમાણ છે. એક પ્રમાણ છે પરિકલ્પના. તે પરિકલ્પના છે કે "કારણકે આપણે જોઈએ છીએ કે યંત્ર ચાલક વગર ચાલે છે, તેથી આપણે નિષ્કર્ષ કાઢવો જોઈએ કે, ભલે આપણને ખબર નથી કે ભગવાન શું છે, પ્રકૃતિ શું છે, આપણે નિષ્કર્ષ કાઢવો જ પડે કે આ પ્રકૃતિ કોઈ સર્વોચ્ચ ચાલકના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. તે ભગવાન છે." ચાલકને જોવો જરૂરી નથી, પણ આપણે ધારી શકીએ છીએ કે એક ચાલક હોવો જ જોઈએ.

તો મનુષ્ય જીવન મળ્યું છે તે શોધવા કે ચાલક કોણ છે. તે મનુષ્ય જીવન છે. નહીં તો તે બિલાડીઓ અને કુતરાઓનું જીવન છે. તેઓ પણ ભોજન કરે છે, ઊંઘે છે, પ્રજનન કરે છે અને નાચે છે. બસ તેટલું જ. તે મનુષ્ય જીવન નથી. તમારે તે શોધવું જ જોઈએ કે તે ચાલક કોણ છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ કહેવાય છે, સંસ્કૃત શબ્દમાં, "હવે આ મનુષ્ય જીવન મળ્યું છે તે સર્વોચ્ચ ચાલક વિષે પૃચ્છા કરવા." હવે તે સર્વોચ્ચ ચાલક, કૃષ્ણ, બહુ દયાળુ છે. તે ભગવદ ગીતમાં પ્રમાણ આપે છે, મયાધ્યક્ષેણ પ્રકૃતિ: સુયતે સચરાચરમ (ભ.ગી. ૯.૧૦: "હવે હું અહિયાં છું. મારા માર્ગદર્શન હેઠળ પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ, કામ કરે છે." તો તમે સ્વીકારો. તો તમારું કાર્ય પૂર્ણ છે. અને કૃષ્ણે પ્રમાણ આપ્યા હતા કે કેવી રીતે તે પ્રકૃતિનું નિયંત્રણ કરે છે. જ્યારે કૃષ્ણ સાત વર્ષના હતા, તેમણે એક મોટો પર્વત તેમની આંગળી પર ઊઠાવેલો. તેનો મતલબ... આપણે... આપણી સમજ છે કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે. ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર, આટલો મોટો પર્વત, તે એક માણસની આંગળી પર ના રહી શકે. તે આપણી ગણતરી છે. પણ તેમણે તે કર્યું હતું. તેનો મતલબ તેમણે ગુરુત્વાકર્ષણના નિયમને પ્રભાવહીન કર્યો હતો. તે ભગવાન છે. તો જો તમે આ વિશ્વાસ કરો, તો તમે ભગવાનને તરત જ જાણી લો છો. કોઈ મુશ્કેલી નથી. જેમ કે એક શિશુ ને ચેતવણી આપવામાં આવે છે, "મારા વ્હાલા બાળક, અગ્નિને અડીશનહીં. તે તને દઝાડી દેશે." તો જો તે શિશુ સ્વીકારશે, તો તેને પૂર્ણ જ્ઞાન તરત જ મળી જશે. પણ જો બાળક નહીં સ્વીકારે - તેને પ્રયોગ કરવો છે - તો તે પોતાની આંગળી દઝાડશે.

તો આપણી જ્ઞાનની વિધિ - તમારે તે સર્વોચ્ચ સત્તા પાસેથી ગ્રહણ કરવું જોઈએ. તો આપણે સંશોધન કરવામાથી સમય બચાવીશું. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. આપણે પૂર્ણ જ્ઞાન લઈએ છીએ કૃષ્ણ પાસેથી. હું અપૂર્ણ હોઈ શકું છે. જેમ કે બાળક અપૂર્ણ છે, તો હું અપૂર્ણ હોઈ શકું છું, તમે અપૂર્ણ હોઈ શકો છો. પણ જો તમે પૂર્ણ જ્ઞાન પરમ પૂર્ણ પાસેથી લેશો, તો તમારું જ્ઞાન પૂર્ણ છે. તે વિધિ છે. આને અવરોહ પંથ કહેવાય છે, જ્ઞાનનું આવવું, તાર્કિક જ્ઞાન. તો બધી વસ્તુ છે, અને જો તમે આ આંદોલનનો લાભ લેવા માંગતા હોય અને તમારું જીવન પૂર્ણ કરવા માંગતા હોય, પરમ ધામમાં, ભગવાનના ધામમાં જવા માંગતા હોય, તો આ કેન્દ્રનો પૂર્ણ ઉપયોગ કરો, આપણું મેલબોર્ન કેન્દ્ર. અહી આવો, અમારી પુસ્તકો વાંચો અને તર્ક કરો. તમારા પૂર્ણ જ્ઞાનથી સમજવાનો પ્રયાસ કરો, અંધવિશ્વાસ નહીં. કારણ છે. તર્ક છે. તત્વજ્ઞાન છે. વિજ્ઞાન છે. બધુ જ છે. અને જો તમે સ્વીકરશો કે "ફક્ત જપ કરવાથી, હું સમજીશ," તેની પણ અનુમતિ છે. બંને રીતે: જો તમે આ સરળ વિધિ સ્વીકરશો, કે "હરે કૃષ્ણનો જપ કરો અને ભગવાનનો સાક્ષાત્કાર કરો," તે પણ સત્ય છે. અને જો તમે વિચારો, "આ બકવાસ શું છે, હરે કૃષ્ણનો જપ?" તો તમે પુસ્તકો વાંચો. બંને રીતે અમે તૈયાર છીએ. આવો અને આ આંદોલનનો લાભ લો.

તમારો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય, જય!