GU/Prabhupada 0890 - કેટલો સમય લાગે કૃષ્ણને શરણાગત થવામાં?



750522 - Lecture SB 06.01.01-2 - Melbourne

પ્રભુપાદ: હા.

મહેમાન: તમે તે વ્યક્તિ ને કેવી રીતે આશ્વસ્ત કરાવો જે કહે..., તે લોકો ખરેખર સહન કરી રહ્યા છે, જ્યારે તેઓ કહે કે તેઓ ખુશ છે અને તેઓ મૃત્યુથી ભયભીત નથી?

મધુદ્વિષ: કોઈ કે જે મરવાથી ગભરાતું નથી અને કહે છે કે તે સહન નથી કરી રહ્યો, કેવી રીતે...

પ્રભુપાદ: તે પાગલ માણસ છે. (હાસ્ય) બસ તેટલું જ. પાગલ માણસની મૃત્યુની ચિંતા કોણ કરે?

ભક્ત: તે બહુ સરળ છે લોકોને વિશ્વાસ અપાવવો કે તેઓ શરીર નથી, પણ તે બહુ સરળ નથી તેમને આશ્વસ્ત કરાવવું કે તો મગજ નથી. કોઈ રસ્તો છે કે આપણે...

પ્રભુપાદ: તે સમય લેશે. તમે કેવી રીતે આશા રાખી શકો કે એક મિનટમાં દરેક બધુ સમજી લેશે? તેમાં શિક્ષણની જરૂર છે, સમયની. જો તે સમય આપવા તૈયાર હોય, તો તે સમજશે, એવું નથી કે પાંચ મિનટમાં, દસ મિનટમાં, તે આખી વસ્તુ સમજી જશે. તે શક્ય નથી. તે રોગી માણસ છે. તેને ઈલાજની જરૂર છે, દવા અને આહાર. તે રીતે તે સમજી શકશે. એક રોગી માણસ, જો તે દવા અને આહારની દરકાર નહીં કરે, તો તે સહન કરશે. બસ તેટલું જ. હા? બીજું કોઈ? નહીં?

ભક્ત(૨): જો આપણે અહિયાં જન્મ પર જન્મ પાપમય કાર્યો કરતાં હતા, તો તેનો મતલબ એવો છે કે આપણે અહિયાં જન્મ પર જન્મ રહેવું પડશે પુણ્ય કાર્યો કરવા માટે કે જેથી આપણા પાપો સમતોલ થઈ જાય?

પ્રભુપાદ: હમ્મ?

મધુદ્વિષ: આપણે અહિયાં ઘણા જન્મોથી છીએ પાપમય કાર્યો કરતાં. તો શું તે બધા પાપોનો નિકાલ એકજ જીવનમાં શક્ય છે, કે ઘણા બધા...?"

પ્રભુપાદ: એક મિનટ. તે છે કૃષ્ણ ભાવનામૃત આંદોલન. એક મિનટ. તમે ભગવદ ગીતા વાંચતાં નથી? કૃષ્ણ શું કહે છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિશ્યામિ (ભ.ગી. ૧૮.૬૬): "તમે મને શરણાગત થાઓ. તમારા બધા કાર્યો ત્યજી દો. હું તમને સમસ્ત પાપોમાથી મુક્તિ તરત જ આપી દઇશ." તો એક જ મિનટ લાગે. "મારા વ્હાલા કૃષ્ણ, હું ભૂલી ગયો હતો. હવે હું જાણી ગયો છું. હું તમને પૂર્ણ રીતે શરણાગત થાઉં છું." પછી તમે તરતજ બધા પાપોમાથી મુક્ત થાઓ છો. કોઈ પણ પ્રકારના સંશય વગર, કોઈ રાજનીતિ વગર, જો તમે પૂર્ણ શરણાગત થાઓ, કૃષ્ણ આશ્વસ્ત કરે છે, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિશ્યામિ મા શુચ: તે ફરીથી આશ્વાસન આપે છે, "ચિંતા ના કરો કે શું હું તમને દરેક કર્મોમાથી મુક્ત કરીશ." મા શુચ: "સમાપ્ત, નક્કી. તમે આ કરો." તો કૃષ્ણને શરણાગત થવામા કેટલો સમય લાગે? તરત જ તમે તે કરી શકો છો. શરણાગતિ મતલબ તમે શરણાગત થાઓ અને કૃષ્ણ કહે છે તેમ કરો. તે શરણાગતિ છે. કૃષ્ણ તમને શું કરવાનું કહે છે? મનમના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). ચાર વસ્તુઓ. "હમેશા મારા વિષે વિચારો, અને મારા ભક્ત બનો, મારી પુજા કરો, અને મને પ્રણામ કરો, પૂર્ણ દંડવત, મને કરો." તમે આ ચાર વસ્તુઓ કરો. તે પૂર્ણ શરણાગતિ છે. મામ એવેશ્યસી અસંશય: "પછી તમે કોઈ સંશય વગર મારી પાસે આવશો." બધુ જ છે. કૃષ્ણએ બધુ જ પૂર્ણ રીતે આપેલું છે. જો તમે તેને સ્વીકારો, તો જીવન ઘણું સરળ છે. કોઈ મુશ્કેલી નથી.