GU/Prabhupada 0891 - કૃષ્ણ આ બ્રહ્માણ્ડમાં અવતરિત થાય છે ક્રમાનુસાર ઘણા વર્ષો પછી



750522 - Lecture SB 06.01.01-2 - Melbourne

પ્રભુપાદ: હા.

ભક્ત: તમે કેટલું લાંબુ કહો છો કે પહેલા કૃષ્ણ આવે છે આ ગ્રહ પર તેમના શારીરિક..., મનુષ્યના રૂપમાં?

પ્રભુપાદ: હવે ગણતરી કરો. મે તમને પહેલીથી જ બ્રહ્માના એક દિવસ, બાર કલાકનો સમય કહી દીધો છે, મતલબ તેતાલીસ લાખ વર્ષ ગુણ્યા એક હજાર. કેટલું થાય? તેતાલીસ લાખ વર્ષ ગુણ્યા એક હજાર.

ભક્ત: તેતાલીસ કરોડ.

પ્રભુપાદ: ના, ના.

પરમહંસ: ચારસો ત્રીસ કરોડ.

પ્રભુપાદ: ઓહ, મતભેદ. (હાસ્ય)

મધુદ્વિષ: ઓસ્ટ્રેલિયામાં તેઓ અલગ પ્રકારની ગણતરી કરે છે. (હાસ્ય)

પ્રભુપાદ: કઈ વાંધો નહીં, ઓસ્ટ્રેલિયાની ગણતરી શું છે? મને કહો.

મધુદ્વિષ: તે સાચું છે. ચારસો કરોડ જેવુ.

પ્રભુપાદ: ઓહ, કઈ વાંધો નહીં. હું તમને સાચો આંકડો કહું. ચાલીસ લાખ, અમેરિકન કે અંગ્રેજી ગણતરી પ્રમાણે, (હાસ્ય) તેતાલીસ લાખ વર્ષ ગુણ્યા એક હજાર. તો અંગ્રેજી ગણતરી પ્રમાણે શું આવે? (હાસ્ય)

પરમહંસ: ચારસો ત્રીસ કરોડ.

પ્રભુપાદ: હું?

પરમહંસ: ચારસો ત્રીસ કરોડ.

પ્રભુપાદ: તે બાર કલાક છે. અને તેટલી જ બાર કલાકની રાત્રિ. તો એશિ કરોડ...?

પરમહંસ: છસો કરોડ.

પ્રભુપાદ: તો કૃષ્ણ તેટલા સમય પછી આવે છે. (હાસ્ય) એક દિવસ માં, બ્રહ્માના એક દિવસ પછી, તેઓ આવે છે.

ભક્ત (૮): શ્રીલ પ્રભુપાદ, શું ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પણ બ્રહ્માના દરેક દિવસમાં આવે છે?

પ્રભુપાદ: હા, કૃષ્ણને અનુસરીને. કૃષ્ણ દ્વાપરયુગમાં આવે છે. દરેક યુગની ચાર અવધિ હોય છે: સત્ય, ત્રેતા, દ્વાપર, કલી. તો કૃષ્ણ દ્વાપર યુગના અંત સમયે આવે છે, અને ચૈતન્ય મહાપ્રભુ કલિયુગમાં આવે છે. તો લગભગ એક જ વર્ષમાં, એક જ ગણતરી. જેમકે સૂર્ય અમુક કલાકો પછી આવે છે. તે તેવું છે. અને સૂર્ય જતો નથી રહેતો. તે આકાશમાં છે જ. તે ઓસ્ટ્રેલિયાની દ્રષ્ટિમાં ના હોઈ શકે, પણ તે બીજા કોઈ દેશની દ્રષ્ટિમાં છે. સૂર્ય મૃત નથી. કૃષ્ણ આ બ્રહ્માણ્ડમાં અવતરિત થાય છે ક્રમાનુસાર ઘણા વર્ષો પછી, ૮૦૦ અને ૯૦૦ કરોડ વર્ષો પછી. તો પછી તેઓ બીજા બ્રહ્માણ્ડમાં જાય છે. જેમ કે સૂર્ય, ઓસ્ટ્રેલિયામાં અદ્રશ્ય થયા પછી, તે બીજા દેશમાં જાય છે.

તેવી જ રીતે, કૃષ્ણ, આ બ્રહ્માણ્ડમાથી કાર્ય સમાપ્ત કર્યા ઉપરાંત, તે બીજા બ્રહ્માણ્ડમાં જાય છે. આ રીતે ભ્રમણ ચાલુ રહે છે, ૮૦૦ કરોડ..., ૯૦૦ કરોડ વર્ષો. જરા વિચારો કે કેટલા બ્રહ્માણ્ડ હશે. તે એક બ્રહ્માણ્ડમાં ૧૨૫ વર્ષ રહે છે. બધુ જ છે, ગણતરી, શાસ્ત્રમાં. હવે આપણે વિચારી શકીએ છીએ કેટલા બ્રહ્માણ્ડ હશે. તે, કુલ મિલાવીને, ભૌતિક જગત. તે જણાવેલું છે...

અથવા બહુનૈતેન
કીમ જ્ઞાતેન તવાર્જુન
વિષ્ટભ્યાહમ ઇદમ કૃત્સ્નમ
એકાંશેન સ્થિતો જગત
(ભ.ગી. ૧૦.૪૨)

આ ભૌતિક રચના એક ચતુર્થ ભાગ છે ભગવાનની સંપત્તિનો. અને ત્રણ ચતુર્થ ભાગ છે અધ્યાત્મિક જગત. તે ભગવાન છે. પેલા સસ્તા ભગવાન નહીં, "હું ભગવાન છું," આ ભગવાનમાં. આપણે એવા સસ્તા ભગવાનનો સ્વીકાર નથી કરતાં.