GU/Prabhupada 0895 - એક ભક્ત ભયાનક સ્થિતીને ક્યારેય બહુ આપત્તિજનક સ્થિતી તરીકે નથી લેતો. તે સ્વાગત કરે છે.



730417 - Lecture SB 01.08.25 - Los Angeles

તો તમારે જીભ છે. તમે કૃષ્ણ, હરે કૃષ્ણ, જપ કરી શકો છો. તરત જ તમે પ્રત્યક્ષ રીતે કૃષ્ણના સંપર્કમાં આવશો. તરત જ. કારણકે કૃષ્ણ નામ અને કૃષ્ણ વ્યક્તિ અભિન્ન છે. એક સમાન. તો ભલે તમે વિચારો કે કૃષ્ણ દૂર છે, ખૂબ દૂર... કૃષ્ણ દૂર નથી, કૃષ્ણ તમારી અંદર છે. તે દૂર નથી. તે દૂર છે, તેજ સમયે સૌથી નજીક પણ છે. તો ભલે તમે વિચારો કે કૃષ્ણ દૂર છે, તેમનું નામ તો છે. તમે હરે કૃષ્ણ જપ કરો, કૃષ્ણ તરત જ લભ્ય થઈ જાય છે. અનિયમીત: અને કૃષ્ણને આ રીતે ટૂંકમાં લભ્ય બનાવવાના કોઈ સખત નિયમો પણ નથી. તમે કોઈ પણ સમયે જપ કરી શકો છો. તરત જ તમને કૃષ્ણ મળશે. જરા કૃષ્ણની કૃપા જુઓ.

તેથી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે: એતાદૃશી તવ કૃપા. "મારા વ્હાલા ભગવાન, તમે મને કેટલી બધી સુંદર સુવિધાઓ આપી છે તમારી સાથે સંપર્ક કરવા માટે, પણ દુર્દૈવ, પણ હું, હું કેટલો કમનસીબ છું, મને આ વસ્તુઓ માટે કોઈ લગાવ નથી. મને કોઈ લગાવ નથી. મને બીજી ઘણી વસ્તુઓ માટે ઘણા લગાવ છે. પણ મને હરે કૃષ્ણ જપ કરવા માટે કોઈ લગાવ નથી. આ મારુ દુર્ભાગ્ય છે." કૃષ્ણએ ઘણી બધી સુવિધાઓ આપી છે, કે તે સ્વયં પોતે તમારી સમક્ષ ઉપસ્થિત છે તેમના નામના દિવ્ય કંપન દ્વારા, અને નામમાં કૃષ્ણની બધી શક્તિઓ છે. તો જો તમે નામ સાથે સંપર્કમાં રહેશો, તો તમે કૃષ્ણના આશીર્વાદનો પૂર્ણ લાભ મળશે. પણ છતાં, હું હરે કૃષ્ણ મંત્ર જપ કરવા માટે ઇચ્છુક નથી. આ દુર્ભાગ્ય છે.

તો એક ભક્ત ક્યારેય એક ભયાનક પરિસ્થિતિને ખૂબ વિપરીત કે આપત્તિજનક પરિસ્થિતી તરીકે લેતો નથી. તે સ્વાગત કરે છે. કારણકે એક શરણાગત આત્મા, તેને ખબર છે કે ખતરામાં કે ઉત્સવમાં, તે બધા કૃષ્ણના અલગ અલગ પ્રદર્શન છે. કૃષ્ણ નિરપેક્ષ છે. શાસ્ત્રમાં તે કહ્યું છે કે જેવી રીતે બે રીત હોય છે, બે બાજુ હોય છે, ધર્મ અને અધર્મ, તદ્દન વિરોધાભાસી. પણ શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ધર્મ તે ભગવાનનો આગળનો ભાગ છે, અને અધર્મ તે ભગવાનનો પાછળનો ભાગ છે. તો ભગવાનનો આગળનો ભાગ કે પાછળનો ભાગ, કોઈ અંતર છે? ભગવાન નિરપેક્ષ છે. તેથી, એક ભક્ત, વૈભવમાં કે ખતરામાં, તે વિચલિત નથી થતો. તે જાણે છે કે બંને વસ્તુઓ કૃષ્ણ છે. જો ભયાનક પરિસ્થિતીમાં... "હવે કૃષ્ણ મારી સમક્ષ ખતરા તરીકે આવ્યા છે".

જેમ કે હિરણ્યકશ્યપુ અને પ્રહલાદ મહારાજ અને નરસિંહદેવ. નરસિંહદેવ હિરણ્યકશ્યપુ માટે ભયાનક હતા, અને તે પ્રહલાદ મહારાજના સર્વોચ્ચ મિત્ર હતા, તે જ વ્યક્તિ. તેજ રીતે ભગવાન ક્યારેય ભક્ત માટે ભયાનક નથી હોતા. ભક્ત ક્યારેય ખતરાઓથી ડરતો નથી. તેને વિશ્વાસ હોય છે કે ખતરો, ભગવાનનું બીજું રૂપ છે. "તો શું કરવા ગભરાવું? હું તેમને શરણાગત થાઉં છું." તેથી કુંતીદેવી કહે છે કે: વિપદા: સંતુ. વિપદા: સંતુ તા: શાશ્વત. કારણકે તેમને ખબર છે કે ખતરના સમયે કૃષ્ણને કેવી રીતે યાદ કરવા. તો તે, ખતરાનું સ્વાગત કરી રહ્યા છે. "મારા વ્હાલા પ્રભુ, હું એવા ખતરાઓનું સ્વાગત કરું છું કે જ્યારે હું તમને યાદ કરી શકું." જેમ કે પ્રહલાદ મહારાજ, તેઓ હમેશા કૃષ્ણ વિષે વિચારતા હતા જ્યારે તેમના પિતા તેમને ભયાનક પરિસ્થિતી માં મુક્તા હતા. તો જો તમે ભયાનક પરિસ્થિતીમાં મુકાયા હોવ, અને જો તે ભયાનક પરિસ્થિતી તમને કૃષ્ણને યાદ કરવા માટે પ્રેરણા આપે, તો તેનું સ્વાગત છે. તેનું સ્વાગત છે. "ઓહ, મને આ અવસર મળે છે કૃષ્ણ ને યાદ કરવાનો." તો કેવી રીતે તેનું સ્વાગત છે? તેનું સ્વાગત છે કારણકે કૃષ્ણને જોવું મતલબ હું મારા અધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરી રહ્યો છું જેથી મારે આ ભયાનક પરિસ્થિતિની પીડા હવે નહીં સહન કરવી પડે.