GU/Prabhupada 0903 - જેવો તે નશો પૂરો થાય છે, તમારા બધા નશીલા સ્વપ્ન સમાપ્ત થાય છે



730418 - Lecture SB 01.08.26 - Los Angeles

અનુવાદ: "મારા પ્રભુ, તમે સરળતાથી પ્રાપ્ય છો, પણ ફક્ત તેમના જ દ્વારા જે ભૌતિક રીતે હતાશ થયેલા છે. તે કે જે ભૌતિક પ્રગતિના માર્ગ પર છે, પોતાને સુધારવાના પ્રયાસ કરતો જેમ કે સન્માનજનક પિતૃત્વ, મહાન વૈભવ, ઉચ્ચ શિક્ષા અને શારીરિક સૌંદર્ય, ઈમાનદારીભરી લાગણીઓથી તમારા સુધી નથી પહોંચી શકતો."

પ્રભુપાદ: આ બધી આયોગ્યતાઓ છે. ભૌતિક વૈભવ, આ વસ્તુઓ... જન્મ, બહુ વૈભવશાળી કુટુંબ કે રાષ્ટ્રમાં જન્મ લેવો. જેમ કે તમે અમેરિકન છોકરાઓ અને છોકરીઓ, તમે ધનીપિતા, માતાના સંતાનો છો, ધનીરાષ્ટ્રના. તો આ છે, એક રીતે, ભગવાની કૃપા. તે પણ છે... સારા કુટુંબ કે સારા દેશમાં જન્મ લેવો, વૈભવશાળી, બહુ ધની થવું, જ્ઞાનમા ઉન્નત થવું, શિક્ષમાં, બધુ, બધુ ભૌતિક. અને સૌંદર્ય, આ પુણ્ય કર્મોની ભેટ છે. નહીં તો, કેમ એક ગરીબ માણસ, તે કોઈને આકર્ષિત નથી કરતો? પણ એક ધની માણસ કરે છે. એક શિક્ષિત માણસ આકર્ષિત કરે છે. એક મૂર્ખ, ધૂર્ત, આકર્ષિત નથી કરતો. તો તેવી જ રીતે, સૌંદર્ય, વૈભવ, આ બધી વસ્તુઓ ભૌતિક રીતે ખૂબ લાભકારી છે. જન્મેશ્વર્ય શ્રુત (શ્રી.ભા. ૧.૮.૨૬).

પણ જ્યારે એક વ્યક્તિ આ રીતે ભૌતિક રીતે વૈભવશાળી હોય છે, તે નશાગ્રસ્ત બને છે., "ઓહ, હું એક ધની માણસ છું. હું એક શિક્ષિત માણસ છું. મારી પાસે ધન છે." નશાગ્રસ્ત બને છે. તેથી અમે સલાહ આપીએ છીએ... કારણકે તેઓ પહેલેથીજ નશાગ્રસ્ત છે આ બધી માલિકીઓથી. અને ફરીથી નશો? પછી, સ્વભાવથી, આ લોકો પહેલેથી જ નશાગ્રસ્ત છે. નશાગ્રસ્ત આ અર્થમાં.... જેમ કે જો તમે દારૂ પીઓ, તમે નશાગ્રસ્ત બનો છો. તમે આકાશમાં ઊડી રહ્યા છો. તમે તેવું વિચારો છો. તમે સ્વર્ગમાં ગયા છો. હા. તો આ નશાનું સત્ય છે. પણ નશાખોર વ્યક્તિ જાણતો નથી કે આ નશો, નશો સમાપ્ત થઈ જશે. તે સમય મર્યાદામાં છે. તે ચાલવાનો નથી. તે ભ્રમ કહેવાય છે. કોઈ નશાગ્રસ્ત છે, કે "હું બહુ ધની છું. હું બહુ શિક્ષિત છું, હું બહુ રૂપવાન છું, હું બહુ... હું ઉચ્ચ કુટુંબમાં જન્મ્યો છું, ઉચ્ચ દેશમાં." તે ઠીક છે. પણ આ નશો, તે ક્યાં સુધી રહેશે?

ધારોકે તમે અમેરિકન છો. તમે ધનવાન છો, તમે રૂપવાન છો. તમે જ્ઞાનમા ઉન્નત છો, અને તમે અમેરિકન બનવા પર ગર્વ કરી શકો છો. પણ ક્યાં સુધી આ નશો રહેશે? જેવુ આ શરીર સમાપ્ત થઈ જશે, બધુ સમાપ્ત થઈ જશે. બધુ, બધો જશો. જેમ કે... તેજ વસ્તુ. તમે કઈક પીવો છો, નશાગ્રસ્ત થાઓ છો. પણ જેવો નશો સમાપ્ત થઈ જાય છે, તમારા બધા જ સ્વપ્ન પૂરા થઈ જાય છે, સમાપ્ત. તો આ નશો, જો તમે નશામાં રહેશો, આકાશમાં ઉડશો અને માનસિક સ્તર... આ માનસિક સ્તર છે, અહંકારી સ્તર. શારીરિક સ્તર.

પણ તમે આ શરીર નથી, આ સ્થૂળ શરીર નહીં અને સૂક્ષ્મ શરીર. આ સ્થૂળ શરીર બનેલું છે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, અને સૂક્ષ્મ શરીર બનેલું છે મન, બુદ્ધિ અને અહંકાર. પણ તમે આ આઠ વસ્તુઓના નથી, અપરેયમ. ભગવદ ગીતામાં. આ છે ભગવાનની અપરા શક્તિ. ભલે કોઈ માનસિક રીતે બહુ ઉન્નત હોય, તે જાણતો નથી કે તે અપરા શક્તિની અસર હેઠળ છે. તે જાણતો નથી. તે નશો છે. જેમ કે નશાગ્રસ્ત વ્યક્તિ નથી જાણતો કે તે કઈ પરિસ્થિતિમાં છે. તો આ વૈભવશાળી પરિસ્થિતી નશો છે. અને જો તમે તમારો નશો વધારશો... આધુનિક સમાજ છે કે આપણે પહેલેથીજ નશાગ્રસ્ત છીએ અને નશો વધારવો. આપણે આ નશાગ્રસ્ત સ્થિતિમાથી બહાર આવવું પડશે, પણ આધુનિક સમાજ વધારી રહ્યો છે, કે "તમે વધારે નશાગ્રસ્ત બનો, વધારે નશાગ્રસ્ત, અને નર્કમાં જાઓ." આ આધુનિક સમાજની પરિસ્થિતી છે.