GU/Prabhupada 0904 - તમે ભગવાનની સંપત્તિની ચોરી કરી છે



730418 - Lecture SB 01.08.26 - Los Angeles

તો કુંતી કહે છે કે આ નશાગ્રસ્ત પરિસ્થિતી, મદ:, એધમાન મદ: (શ્રી.ભા. ૧.૮.૨૬), વધે છે, પુમાન, આવો વ્યક્તિ, નૈવાર્હતિ, તેઓ લાગણીથી સંબોધી નથી શકતા: "જય રાધા માધવ." તેઓ લાગણીથી ના કરી શકે. તે શક્ય નથી. તેમની લાગણી, અધ્યાત્મિક લાગણી, ખોવાઈ ગઈ છે. તેઓ લાગણીથી સંબોધી ના શકે કારણકે તેમને ખબર નથી. "ઓહ, આ ભગવાન ગરીબ માણસ માટે છે. તેમની પાસે પર્યાપ્ત ભોજન હોઈ ના શકે. તેમને ચર્ચ જવા દો અને માંગવા દો: "ઓહ ભગવાન, અમને અમારો દૈનિક રોટલો આપો." આપણી પાસે પૂરતું ભોજન છે. આપણે ચર્ચ કેમ જવું? આ મત છે. તેથી અત્યારે, આર્થિક વિકાસના દિવસોમાં, કોઈ ચર્ચ કે મંદિર જવામાં રુચિ નથી રાખતું. "આ બકવાસ શું છે? હું ચર્ચ કેમ જવું રોટલો માંગવા? આપણે આર્થિક સ્થિતિ વિકાસવીશું અને રોટલાનો પર્યાપ્ત પુરવઠો હશે."

જેમકે મૂડીવાદી દેશમાં, તેઓ આવું કરે છે. મૂડીવાદી દેશ, તેઓ ગામોમાં પ્રચાર કરે છે. તેઓ લોકોને કહે છે કે ચર્ચ જાઓ અને રોટલો માંગો. તેઓ, નિર્દોષ લોકો, તેઓ તેમ જ માંગે છે: "ઓહ ભગવાન, અમને અમારો દૈનિક રોટલો આપો." પછી જેવો ચર્ચથી બહાર આવે, મૂડીવાદી લોકો પૂછે છે: "તમને તમારો રોટલો મળ્યો?" તેઓ કહે છે: "ના, સાહેબ." "ઠીક છે, અમારી પાસે માંગો." અને તેઓ માંગે છે: "ઓહ મૂડીવાદી મિત્ર, અમને રોટલો આપો." (હાસ્ય) અને મૂડીવાદી મિત્ર એક ટ્રક ભરીને રોટલા લઈ આવે છે: "જોઈએ તેટલું લો. તો વધુ સારું શું છે? અમે વધારે સારા છે કે તમારા ભગવાન સારા છે?" તેઓ કહે છે: "નહીં સાહેબ, તમે સારા છો." કારણકે તેમની પાસે કોઈ બુદ્ધિ નથી. તેઓ પૃચ્છા નથી કરતાં: "તમે ધૂર્તો, તમારી પાસે રોટલો ક્યાથી આવ્યો? (હાસ્ય) તમે તમારા કારખાના માં બનાવ્યો? શું તમે અન્નને, રોટલાની સામગ્રીને તમારા કારખાનામાં બનાવી શકો?" કારણકે તેમની પાસે કોઈ બુદ્ધિ નથી.

શુદ્ર, તેઓને શુદ્ર કહેવાય છે. શુદ્ર મતલબ તેઓ કે જેમને પાસે બુદ્ધિ નથી હોતી. તેઓ જેવુ છે, તેવું જ લઈ લે છે. પણ તે કે જે બ્રાહ્મણ છે, જે બુદ્ધિમાં વિકસિત છે, તે તરત જ પૂછશે: "તમે ધૂર્તો, તમે આ રોટલો ક્યાથી લાવ્યા?" તે બ્રાહ્મણનો પ્રશ્ન છે. તમે રોટલો બનાવી ના શકો. તમે ફક્ત ભગવાનના અન્ન ને રૂપાંતરિત કર્યા છે... અન્ન, ઘઉં ભગવાન દ્વારા આપવામાં આવે છે, અને તમે ફક્ત રૂપાંતરિત કર્યા છે. પણ કઈક વસ્તુ ને કઈકમાં બદલવાથી તે તમારી સંપત્તિ નથી બની જતી.

જેમ કે હું કોઈ સુથારને થોડું લાકડું આપું, થોડા ઓજાર અને પગાર. અને તે બહુ સુંદર, અલમારી બનાવી છે. તો તે અલમારી કોની થઈ? સુથારની, કે જે માણસે બધી સામગ્રી આપી તેની? તે કોની થઈ? સુથાર ના કહી શકે કે: "કારણકે મે આ લાકડાને આટલી સરસ અલમારીમાં પરિવર્તિત કરી છે, તે મારી છે." ના. તે તારી નથી. તેવી જ રીતે, આ બધી સામગ્રી કોણ પૂરી પાડે છે, ધૂર્ત? તે કૃષ્ણ છે. કૃષ્ણ કહે છે: ભૂમિર અપો અનલો વાયુ: ખમ મનો બુદ્ધિર એવ... પ્રકૃતિર મે અષ્ટધા (ભ.ગી. ૭.૪). "આ મારી સંપત્તિ છે." તમે આ સાગર, જમીન, આકાશ, અગ્નિ અને વાયુની રચના નથી કરી. તે તમારી રચના નથી. તમે આ ભૌતિક વસ્તુઓને બદલી શકો છો, તેજો વારી મ્ર્દામ વિનિમય:, ભેગું કરીને અને રૂપાંતરિત કરીને. તમે ભૂમિ પાસેથી પૃથ્વી લો છો, તમે સાગર પાસેથી પાણી લો છો અને ભેગું કરો છો અને અગ્નિમાં મૂકો છો. અને તે ઈંટ બને છે. અને પછી તમે આ બધી ઈંટોનો ઢેર બનાવો છો અને ગગનચુંબી ઇમારત બનાવો છો. પણ આ સામગ્રી તમારી પાસે ક્યાથી આવી, ધૂર્ત, કે તમે આ ગગનચુંબી ઇમારત તમારી હોવાનો દાવો કરો છો? તે બુદ્ધિશાળી પ્રશ્ન છે. તમે ભગવાનની સંપત્તિની ચોરી કરી છે, અને તમે તેને તમારી સંપત્તિ હોવાનો દાવો કરો છો. આ જ્ઞાન છે. આ જ્ઞાન છે.