GU/Prabhupada 0906 - તમારી પાસે શૂન્ય છે. કૃષ્ણને મૂકો. તમે દસ બની જાઓ છો



730418 - Lecture SB 01.08.26 - Los Angeles

પ્રભુપાદ: જેમ કે રાજ્યમાં, કારણકે એક માણસ શેરી પર પડ્યો છે, ગરીબ માણસ, કોઈ મદદ નથી, તો શું હું તેને મારી શકું? શું રાજ્ય મને માફ કરી દેશે? "ના મે એક નિર્દોષ વ્યક્તિને માર્યો છે. તેની કોઈ જરૂર ન હતી. સમાજમાં તેની કોઈ જરૂર ન હતી. તો તેણે કેમ જીવવું? શું રાજ્ય મને માફ કરશે કે: "તમે બહુ સારું કામ કર્યું છે."? ના. તે ગરીબ માણસ પણ એક પ્રજા છે, કે રાજ્યની નાગરિક. તમે મારી ના શકો. આ તત્વજ્ઞાનને વિસ્તૃત કેમ નથી કરતાં, કે બિચારું પ્રાણી, વૃક્ષ, પક્ષીઓ, જાનવરો, તેઓ પણ ભગવાનની સંતાન છે. તમે મારી ના શકો. તમે ઉત્તરદાયી થશો. તમને ફાંસીએ લટકાવવામાં આવશે. જેમ કે એક શેરી પરના ગરીબ માણસને મારીને તમને ફાંસીએ લટકાવવામાં આવશે. ભલે તે ગરીબ હોય. તેવી જ રીતે, ભગવાનની નજરમાં, આવો કોઈ ભેદભાવ નથી. ભગવાનનું શું કહેવું, એક વિદ્વાન માણસની નજરમાં પણ આવો ભેદભાવ નથી, "આ ગરીબ છે, આ ધની છે, આ કાળો છે, આ સફેદ છે, આ છે..." ના. બધા જીવ છે, ભગવાનના અભિન્ન અંશ.

તેથી દરેક જીવનો હિતકારી એકમાત્ર વૈષ્ણવ છે. તે ઉન્નત કરવાનો પ્રયાસ કરે છે. એક વૈષ્ણવ દરેક જીવને કૃષ્ણ ભાવનામૃતના સ્તર પર ઉન્નત કરવાનો પ્રયાસ કરે છે. લોકાનામ હિત કારિણૌ. જેમ કે રૂપ ગોસ્વામી, ગોસ્વામીઓ. લોકાનામ હિત કારિણૌ ત્રિભુવને માન્યૌ શરણ્યાકરૌ. એક વૈષ્ણવને એવી કોઈ દૃષ્ટિ નથી કે આ ભારતીય છે, આ અમેરિકન છે, આ છે... કોઈએ મને પૂછ્યું હતું કે: "તમે અમેરિકા કેમ આવ્યા છો?" હું કેમ ના આવું? હું ભગવાનનો સેવક છું, અને આ રાજ્ય ભગવાનનું છે. હું કેમ ના આવું? મને રોકવું કૃત્રિમ છે. જો તમે મને રોકો, તો તમે પાપમય કર્મ કરશો. જેમ કે સરકારના સેવક, પોલીસ, તેમને હક છે કોઈ પણ ઘરમાં, કોઈના પણ ઘરમાં પ્રવેશવાનો. કોઈ રોકી ના શકે. તેવી જ રીતે, ભગવાનના સેવકને ગમે ત્યાં જવાનો હક છે. કોઈ રોકી ના શકે. જો તે રોકે, તો તેને દંડિત કરવામાં આવશે. કારણકે બધી જ વસ્તુઓ ભગવાનની છે.

તો આ રીતે આપણે વસ્તુઓને જેમ છે તેમ જોવી પડશે. તે કૃષ્ણ ભાવનામૃત છે. કૃષ્ણ ભાવનામૃત કોઈ કૃપણ વિચાર નથી. તેથી કુંતી કહે છે: "જનમેશ્વર શ્રુત શ્રીભીર એધમાન મદ: પુમાન (શ્રી.ભા. ૧.૮.૨૬). તેઓ કે જે નશો વધારી રહ્યા છે, તેવા વ્યક્તિઓ કૃષ્ણ ભાવનાભાવિત ના બની શકે. આવી વ્યક્તિઓ કૃષ્ણ ભાવનાભાવિત ના બની શકે. એધમાન મદ: કારણકે તેઓ નશાગ્રસ્ત છે. જેમ કે એક નશાગ્રસ્ત વ્યક્તિ, તે હવે પૂર્ણ રીતે નશાગ્રસ્ત છે અને બકવાસ બોલી રહ્યો છે. જો કોઈ કહે: "મારા વ્હાલા ભાઈ, તું બકવાસ કરી રહ્યો છે. અહિયાં પિતા છે. અહિયાં માતા છે." કોને પડી છે? તે નશામાં ચૂર છે. તેવી જ રીતે આ બધા ધૂર્તો, નશાગ્રસ્ત ધૂર્તો, જો તમે કહો: "અહિયાં ભગવાન છે," તેઓ સમજી નહીં શકે. કારણકે નશામાં છે. તેથી કુંતી કહે છે: ત્વામ અકિંચન ગોચરમ. તો તે એક સારી યોગ્યતા છે, જ્યારે કોઈ આ નશામાથી મુક્ત બને છે. જન્મેશ્વર્ય શ્રુત શ્રી.... સારો જન્મ, સારો વૈભવ, સારું શિક્ષણ અને સારું સૌંદર્ય. તે ઉપયોગમાં લઈ શકાય છે. જ્યારે તે જ વ્યક્તિ કૃષ્ણ ભવનભાવિત બને છે... જેમ કે તમે અમેરિકન છોકરાઓ અને છોકરીઓ કરી રહ્યા છો. તમે નશાગ્રસ્ત હતા. પણ જ્યારે નશો સમાપ્ત થઈ ગયો, તમે સરસ સેવા કરી રહ્યા છો. કૃષ્ણ ભાવનામૃત. જેમ કે તમે જ્યારે ભારત જાઓ છો, તેઓ આશ્ચર્ય પામે છે કેવી રીતે આ અમેરિકન છોકરાઓ અને છોકરીઓ ભગવાન પાછળ આટલા પાગલ થઈ ગયા છે. કારણકે તે, તે તેમને શીખવાડે છે: "તમે ધૂર્તો. તમે શીખો. કારણકે તમે પાશ્ચાત્ય દેશોનું અનુકરણ કરો છો. હવે અહિયાં જુઓ, પાશ્ચાત્ય દેશના છોકરાઓ અને છોકરીઓ કૃષ્ણ ભાવનામાં નાચી રહ્યા છે. હવે તમે અનુકરણ કરો." તે મારી નીતિ હતી.

તે હવે પરિપક્વ થઈ રહી છે. હા. તો દરેક વસ્તુનો ઉપયોગ થઈ શકે છે. સારું પિતૃત્વ, જો તમે ઉપયોગ કરો... જો તમે નશાયુક્ત રહો, ઉપયોગ ના કરો, તો તે બહુ સારી સંપત્તિ નથી. પણ જો તમે તેને સારા હેતુ માટે ઉપયોગ કરો. તમારી સંપત્તિને.... જો તમે તમારી સંપત્તિને કૃષ્ણના હેતુ માટે ઉપયોગ કરો, તો તે વધારે સારી પરિસ્થિતી છે. તેજ ઉદાહરણ. જેમ કે શૂન્ય. શૂન્યનું કોઈ મૂલ્ય નથી. પણ જેવુ તમે શૂન્યની આગળ એક મૂકી દો છો, તે તરત જ દસ થઈ જાય છે. તરત જ દસ. બીજું શૂન્ય, સો, બીજું શૂન્ય હજાર. તેવી જ રીતે, આ જન્મેશ્વર્ય શ્રુત શ્રી. જ્યાં સુધી તમે નશાયુક્ત રહેશો, તે બધુ શૂન્ય છે. પણ જેવુ તમે કૃષ્ણને મૂકો છો, તે થઈ જાય છે દસ, સો, હજાર, લાખો.

ભક્તો: જય, હરિબોલ (હાસ્ય)

પ્રભુપાદ: હા. તે તક છે. તો તમારી પાસે આ તક છે. તમે અમેરિકન છોકરાઓ અને છોકરીઓ, તમારી પાસે આ તક છે. તમારી પાસે શૂન્ય છે. કૃષ્ણને મૂકો. તમે દસ થાઓ છો. (હાસ્ય) હા. તમારો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: હરિબોલ, જય પ્રભુપાદ. પ્રભુપાદની જય!