GU/Prabhupada 0905 - વાસ્તવિક ચેતનમાં આવો કે બધુ જ ભગવાનનું છે



730418 - Lecture SB 01.08.26 - Los Angeles

તો તેઓ કે જે નશાગ્રસ્ત છે, તેઓ સમજી ના શકે. તેઓ વિચારે છે: "આ મારી સંપત્તિ છે. મે ચોરેલી છે, મે ચોરેલી છે આ અમેરિકાની ભૂમિ રેડ ઇંડિયન પાસેથી. હવે તે મારી સંપત્તિ છે." પણ તેને ખબર નથી કે તે ચોર છે. તે ચોર છે. સ્તેન એવ સ ઉચ્યતે (ભ.ગી. ૩.૧૨). ભગવદ ગીતામાં. તે કે જે ભગવાનની સંપત્તિ લે છે, અને પોતાની હોવાનો દાવો કરે છે, તે ચોર છે. સ્તેન એવ સ ઉચ્યતે. તેથી આપણને મૂડીવાદી ખ્યાલ છે, ભક્ત, કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ. આપણો કૃષ્ણ ભાવનાભાવિત મૂડીવાદી કાર્યક્રમ છે. તે શું છે? કે બધી વસ્તુ ભગવાનની છે. જેમે કે તેઓ વિચારે છે કે બધી વસ્તુ રાજ્યની છે. આ મૂડીવાદીઓ, આ મોસ્કો, મોસ્કોના લોકો, કે રશિયન, કે ચાઈનિઝ, તેઓ રાજ્ય પ્રમાણે વિચારે છે. પણ આપણે રાજ્ય પ્રમાણે નથી વિચારતા. આપણે ભગવાન પ્રમાણે વિચારીએ છીએ. બધુ ભગવાનનું છે. તે જ તત્વજ્ઞાન. તમે વિસ્તૃત કરો. ફક્ત તમને થોડી બુદ્ધિ જોઈશે, થોડી બુદ્ધિ. તમે કેમ વિચારો છો કે આ રાજ્ય અમુક લોકોનું જ છે? તમે વિચારો છો કે વસ્તી છે, અમેરિકન વસ્તી, આ અમેરિકાની ભૂમિ આ વસ્તીની છે. તમે એવું કેમ વિચારો છો? તમે વિચારો કે આ ભગવાનની સંપત્તિ છે.

તો દરેક જીવ ભગવાનની સંતાન છે. ભગવાન સર્વોચ્ચ પિતા છે. કૃષ્ણ કહે છે: અહમ બીજપ્રદ પિતા. "દરેક જીવનો હું બીજ આપવાવાળો પિતા છું." સર્વ યોનિષુ કૌંતેય (ભ.ગી. ૧૪.૪). "કોઈ પણ રૂપમાં તેઓ રહે, તેઓ જીવ છે, તેઓ મારી સંતાન છે." ખરેખર તે સત્ય છે. આપણે જીવ, આપણે ભગવાનની સંતાન છીએ. પણ આપણે ભૂલી ગયા છીએ. તેથી આપણે લડી રહ્યા છીએ. જેમકે એક સરસ કુટુંબમાં, જો કોઈને ખબર હોય: "પિતા ભોજન પૂરું પાડે છે. તો આપણે ભાઈઓ, આપણે કેમ લડવું જોઈએ?" તેવી જ રીતે, જો આપણે ભગવાનની ભાવના અપનાવીશું, જો આપણે કૃષ્ણ ભાવનાભાવિત બનીશું, આ લડાઈ સમાપ્ત થઈ જશે. "હું અમેરિકન છું, હું ભારતીય છું, હું રશિયન છું, હું ચાઈનિઝ છું." આ બધી બકવાસ વસ્તુઓ સમાપ્ત થઈ જશે. કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સુંદર છે. જેવુ લોકો કૃષ્ણ ભાવનાભાવિત બનશે, આ લડાઈ, આ રાજનૈતિક લડાઈ, રાષ્ટ્રીય લડાઈ, તરત જ સમાપ્ત થઈ જશે. કારણકે તેઓ સાચી ચેતના પર આવશે કે બધુ ભગવાનનું છે. અને સંતાન તરીકે, કુટુંબના બાળકનો પિતા પાસેથી લાભ લેવાનો હક છે, તેવી જ રીતે જો બધા ભગવાનના અભિન્ન અંશ છે, જો બધા ભગવાનની સંતાન છે, તો બધાને પિતાની સંપત્તિનો ઉપયોગ કરવાનો હક છે. તો હક તે હક નથી, કે હક ફક્ત મનુષ્યને જ છે. ભગવદ ગીતા અનુસાર, આ હક બધા જ જીવને મળે છે. કોઈ વાંધો નહીં કે તે જીવ પશુ કે વૃક્ષ કે પક્ષી કે જાનવર કે કીડો છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. આપણે એવું નથી વિચારતા કે ફક્ત મારો ભાઈ સારો છે, હું સારો છું. બાકી બધા ખરાબ છે. આ રીતની સંકુચિત ચેતનાને આપણે ધિકકારીએ છીએ, આપણે લાત મારીએ છીએ. આપણે વિચારીએ છીએ" પંડિતા: સમ દર્શિના: (ભ.ગી. ૫.૧૮). ભગવદ ગીતા માં તમને મળશે.

વિદ્યા વિનય સંપન્ને
બ્રાહ્મણે ગવી હસ્તિની
શુની ચૈવ શ્વપાકે ચ
પંડિતા: સમ દર્શિના:

(ભ.ગી. ૫.૧૮)

તે કે જે પંડિત છે, તે કે જે જ્ઞાની છે, તે દરેક જીવને સમાન કક્ષાએ જુએ છે. તેથી વૈષ્ણવ એટલો દયાળુ હોય છે. લોકાનામ હિત કારીણૌ. તેઓ ખરેખરમાં મનુષ્ય માટે લાભકારી કાર્ય કરી શકે છે. તેઓ જુએ છે, ખરેખરમાં અનુભવે છે કે આ બધા જીવ, તેઓ ભગવાનના અભિન્ન અંશ છે. કોઈક રીતે, તેઓ આ ભૌતિક જગતના સંપર્કમાં આવીને નીચે પડ્યા છે. અને, અલગ અલગ કર્મ પ્રમાણે, તેઓએ અલગ અલગ પ્રકારનું શરીર ગ્રહણ કર્યું છે. તો પંડિત, તેઓ કે જે વિદ્વાન છે, તેઓને કોઈ ભેદભાવ નથી હોતો કે: "આ એક પ્રાણી છે, તેને કતલખાને મોકલવું જોઈએ, અને આ એક માણસ છે, તે તેને ખાશે." ના. સાચો કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ, તે બધા પ્રત્યે દયાળુ હોય છે. શા માટે પ્રાણીઓને કતલખાને મોકલવા જોઈએ? તેથી આપણુ તત્વજ્ઞાન છે કે માંસાહાર નહીં. માંસાહાર નહીં. તમે ના ખાઈ શકો. તેથી તેઓ આપણને નહીં સાંભળે. "ઓહ, આ બકવાસ શું છે? આ આપણું ભોજન છે. કેમ આપણે તે ના ખાઈએ?" કારણકે એધમાન મદ: (શ્રી.ભા. ૧.૮.૨૬). તે નશાગ્રસ્ત ધૂર્ત છે. તે સાચા સત્ય વિષે નહીં સાંભળે.