GU/Prabhupada 0913 - કૃષ્ણને કોઈ અતીત, વર્તમાન કે ભવિષ્ય નથી. તેથી તેઓ શાશ્વત છે



730420 - Lecture SB 01.08.28 - Los Angeles

તો આ મુક્તિ દરેક માટે ઉપલબ્ધ છે. સમામ ચરંતમ. કૃષ્ણ એવું નથી કહેતા કે: "તમે મારી પાસે આવો. તમે મુક્ત બનો." ના. તેઓ દરેક માટે ઉપલબ્ધ છે. તેઓ કહે છે: સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તેઓ દરેકને કહે છે. એવું નથી કે તેઓ અર્જુનને જ કહે છે. તેઓ દરેકને કહે છે. ભગવદ ગીતા અર્જુનને જ નથી કહેવામા આવી. અર્જુન, માત્ર એક લક્ષ્ય છે. પણ તે દરેકને કહેવામા આવી છે બધા મનુષ્યો માટે. તો તેનો લાભ લેવો જોઈએ. સમામ ચરંતમ. તેઓ પક્ષપાતી નથી કે: "તમે બનો..." જેમ કે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ પક્ષપાતી નથી, કે: "અહી ગરીબ માણસ છે, અહી નીચલા વર્ગનો છે, અહી ભૂંડ છે. હું તેમને મારો સૂર્યપ્રકાશ નહીં આપું." ના. સૂર્ય સમદર્શી છે. તેનો લાભ લેવો જોઈએ. સૂર્યપ્રકાશ ત્યાં ખુલ્લો છે, પણ જો તમે દરવાજો બંધ કરી દેશો, જો તમારે તમારી જાતને ગાઢ અંધકારમાં રાખવી છે, તો તે તમારું કાર્ય છે.

તેવી જ રીતે, કૃષ્ણ બધે જ છે. કૃષ્ણ બધા માટે છે. જેવા તમે શરણાગત થાઓ કે કૃષ્ણ તમને સ્વીકારવા માટે તૈયાર છે. સમામ ચરંતમ. કોઈ રોકટોક નથી. કૃષ્ણ કહે છે: મામ હી પાર્થ વ્યપાશ્રિત્ય યે આપી સ્યુ: પાપ યોનય: (ભ.ગી. ૯.૩૨). તેઓ ભેદભાવ કરે છે કે આ નીચલો વર્ગ છે, આ ઉપલો વર્ગ છે. તેથી કૃષ્ણ કહે છે, "ભલે નીચલો વર્ગ, કહેવાતો નીચલો વર્ગ, તેનો ફરક નથી પડતો, જો તે મારી શરણમાં આવે છે, તો તે ભગવદ ધામ જવા માટે લાયક બને છે." સમામ ચરંતમ.

અને તેઓ શાશ્વત કાળ છે. બધી જ વસ્તુઓ કાળ પ્રમાણે ચાલી રહી છે. સમય... આપણી સમયની ગણતરી છે ભૂત, વર્તમાન અને ભવિષ્ય. તે સાપેક્ષ છે. આપણે બીજી બાજુની ચર્ચા કરી રહ્યા છીએ. આ ભૂત, વર્તમાન અને ભવિષ્ય તે સાપેક્ષ શબ્દ છે. એક નાના કીડા માટે, ભૂત, વર્તમાન અને ભવિષ્ય અલગ છે મારા ભૂત, વર્તમાન અને ભવિષ્ય કરતાં. સાપેક્ષ શબ્દ. તેવી જ રીતે, બ્રહ્માનો ભૂત, વર્તમાન અને ભવિષ્ય મારા ભૂત, વર્તમાન અને ભવિષ્ય કરતાં અલગ છે. પણ કૃષ્ણ ને કોઈ ભૂત, વર્તમાન કે ભવિષ્ય નથી. તેથી તેઓ શાશ્વત છે. આપણે ભૂત, વર્તમાન અને ભવિષ્ય હોય છે કારણકે આપણે શરીર બદલીએ છીએ. હવે આપણે આ શરીર છે... તેને એક તારીખ હોય છે. ફલાણા ફલાણા તારીખે હું મારા પિતા અને માતાથી જન્મ્યો હતો. હવે થોડોક સમય આ શરીર મારી સાથે રહેશે. તે વધશે. તે કઈ ઉત્પાદન કરશે. તે ઘરડું થશે. તે સુખાઈ જશે. પછી સમાપ્ત. હવે શરીર રહ્યું નથી. તમે બીજું શરીર લો. આ શરીર સમાપ્ત છે. આ શરીરનો ઇતિહાસ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય, સમાપ્ત. તમે બીજું શરીર સ્વીકારો. ફરીથી તમારું ભૂત, વર્તમાન અને ભવિષ્ય શરૂ થાય છે. પણ કૃષ્ણને કોઈ ભૂત, વર્તમાન કે ભવિષ્ય નથી કારણકે તેઓ શરીર નથી બદલતા. તે ફરક છે આપણામાં અને કૃષ્ણમાં.

જેમકે કૃષ્ણએ અર્જુન ને કહ્યું હતું: "ભૂતકાળમાં, મે આ તત્વજ્ઞાન સૂર્યદેવને આપ્યું હતું, ભગવદ ગીતા." તો અર્જુન તે માની ના શક્યો. અર્જુનને બધુ જ્ઞાત હતું, પણ આપણા, આપણી શિક્ષા માટે, તેણે આ પ્રશ્ન પૂછ્યો કે: "કૃષ્ણ, આપણે સહબંધુઓ છીએ, આપણે વ્યાવહારિક રીતે એક જ સમયે જન્મ્યા છીએ. તો હું કેવી રીતે માનું કે તમે આ તત્વજ્ઞાન સૂર્યદેવને આપ્યું? અને જવાબ હતો કે: "મારા વ્હાલા અર્જુન, તું પણ હતો ત્યારે, પણ તું ભૂલી ગયો છું. હું ભૂલ્યો નથી. તે ફરક છે." ભૂત, વર્તમાન, ભવિષ્ય, વ્યક્તિઓ માટે જે ભૂલી જાય છે. પણ તેઓ કે જે નથી ભૂલતા, કે જે શાશ્વત રીતે રહે છે, તેમના માટે કોઈ ભૂત, વર્તમાન કે ભવિષ્ય નથી. તેથી, કુંતી કૃષ્ણને શાશ્વત તરીકે સંબોધે છે. મન્યે ત્વાં કાલમ. અને કારણકે તેઓ શાશ્વત છે, ઇશાનમ, તે પૂર્ણ નિયંત્રક છે. કુંતી કહે છે: મન્યે, "હું વિચારું છું..." પણ કૃષ્ણનું વર્તન, તેઓ સમજી શક્યા કે કૃષ્ણ શાશ્વત છે, કૃષ્ણ પરમ નિયંત્રક છે. અનાદિ નિધનમ. અનાદિ નિધન... કોઈ શરૂઆત નથી, કોઈ અંત નથી. તેથી વિભૂમ.