GU/Prabhupada 0947 - આપણને ખૂબ સ્વતંત્રતા મળેલી છે, પણ હવે આપણે આ શરીરથી બધ્ધ છીએ



720831 - Lecture - New Vrindaban, USA

જેમ કે આધુનિક વૈજ્ઞાનિકો, તેઓ બીજા ગ્રહો પર જવા માટે દોડી રહ્યા છે પણ તેઓ બધ્ધ છે, તેઓ જઈ ના શકે. આપણે તે જોઈ શકીએ છીએ. લાખો અને કરોડો ગ્રહો છે આપણી સામે - સૂર્ય ગ્રહ, ચંદ્ર ગ્રહ, શુક્ર, મંગળ. કોઈક વાર આપણે ઈચ્છીએ છીએ, "હું ત્યાં કેવી રીતે જઈ શકું." પણ કારણકે હું બધ્ધ છું, હું સ્વતંત્ર નથી, હું ના જઈ શકું. પણ મૂળ રૂપે, કારણકે તમે આધ્યાત્મિક આત્મા છો, મૂળ રૂપે તમે ગમે ત્યાં જવા માટે સ્વતંત્ર છો. જેમ કે નારદ મુનિ. નારદ મુનિ ગમે ત્યાં જાય છે; તેમને ગમે તે ગ્રહ પર જવું હોય તે જઈ શકે છે. હજુ, આ બ્રહ્માણ્ડમાં એક ગ્રહ છે જેને સિધ્ધલોક કહેવાય છે. તે સિધ્ધલોક, સિધ્ધ્લોકના નિવાસીઓ, તેઓ એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર કોઈ પણ વિમાન વગર ઊડી શકે છે. યોગીઓ પણ, યોગીઓ, હઠ યોગીઓ, તેઓ કે જેમણે અભ્યાસ કર્યો છે, તેઓ પણ કોઈ પણ સ્થળેથી બીજા સ્થળે જઈ શકે છે. યોગીઓ, તેઓ એક જગ્યાએ બેસે છે અને તરત જ બીજા જગ્યાએ સ્થાનાંતરિત થાય છે. તેઓ અહી નજીકની એક નદીમાં ડૂબકી લગાવે છે, અને તેઓ ભારતમાં કોઈ નદીમાથી બહાર નીકળી શકે છે. તેઓ અહી ડૂબકી લગાવે અને ત્યાં બહાર નીકળે. આને યોગ શક્તિઓ કહે છે.

તો આપણને ખૂબ સ્વતંત્રતા મળેલી છે, પણ હવે આપણે આ શરીરથી બધ્ધ છીએ. તેથી મનુષ્ય જીવનમાં તે એક અવસર છે આપણી મૂળ સ્વતંત્રતા પર પાછા આવવા. તેને કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે. સ્વતંત્રતા. જ્યારે આપણે આપણું આધ્યાત્મિક શરીર હશે, આ ભૌતિક શરીરના આવરણ વગર... આ ભૌતિક શરીરની અંદર આપણને આપણું આધ્યાત્મિક શરીર છે. અત્યારે હું બે પ્રકારના ભૌતિક શરીરોથી આચ્છાદિત છું. એક સૂક્ષ્મ શરીર કહેવાય છે અને બીજું સ્થૂળ શરીર. સૂક્ષ્મ શરીર બનેલું છે મન, બુદ્ધિ અને અહંકારનું, અને સ્થૂળ શરીર બનેલું છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, બધુ મિશ્રિત, આ શરીર. તો આપણને બે પ્રકારના શરીર છે. અને આપણે બદલી રહ્યા છીએ. સામાન્ય રીતે આપણે સ્થૂળ શરીર જોઈ શકીએ છીએ, આપણે સૂક્ષ્મ શરીર નથી જોઈ શકતા. જેમકે દરેક જાણે છે... મને ખબર છે કે તમને મન છે. મને ખબર છે કે તમને બુદ્ધિ છે. તમને ખબર છે કે મને મન છે, મને બુદ્ધિ છે. પણ હું તમારું મન જોઈ ના શકું, હું તમારી બુદ્ધિ જોઈ ના શકું. હું તમારો સંકલ્પ જોઈ ના શકું. હું તમારા વિચારો, વિચારસરણી, લાગણી અને ઈચ્છા જોઈ ના શકું. તેવી જ રીતે, તમે ના જોઈ શકો. તમે મારુ સ્થૂળ શરીર જુઓ છો જે બનેલું છે આકાશ, પાણી, વાયુ, અગ્નિ, અને હું તમારું સ્થૂળ શરીર જોઈ શકું છું. તેથી, જ્યારે આ સ્થૂળ શરીર બદલાય છે અને તમે લઈ જવામાં આવો છો, તમે આ સૂક્ષ્મ શરીર દ્વારા લઈ જવામાં આવો છો, તેને મૃત્યુ કહે છે. આપણે કહીએ છીએ, "મારા પિતા ચાલ્યા ગયા છે." તમે કેવી રીતે જુઓ છો કે તમારા પિતા જતાં રહ્યા છે? શરીર અહી પડ્યું છે. પણ ખરેખર તેના પિતા જતાં રહ્યા છે તેમના સૂક્ષ્મ શરીર દ્વારા.