GU/Prabhupada 0951 - કેરીના વૃક્ષની ટોચ પર એક બહુ પરિપક્વ ફળ છે



720902 - Lecture Festival Sri Vyasa-puja - New Vrindaban, USA

પ્રભુપાદ: તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે, કે તે વ્યક્તિને દરેક રીતે પૂર્ણ બનાવી દે છે. જ્ઞાનમા પૂર્ણ, શક્તિમાં પૂર્ણ, આયુમાં પૂર્ણ, બધી જ રીતે. આપણને ઘણી બધી વસ્તુઓ જોઈએ છે. તો આ જીવનની પૂર્ણતા, તે વિધિ કે કેવી રીતે જીવનને પૂર્ણ બનાવવું, તે કૃષ્ણ પાસેથી આવી રહ્યું છે. કૃષ્ણ, તેઓ બધી વસ્તુના મૂળ છે. તેથી પૂર્ણતાનું જ્ઞાન પણ તેમની પાસેથી આવી રહ્યું છે, અને સમય સમયે મતલબ લાખો અને લાખો વર્ષો પછી - કૃષ્ણ અવતરિત થાય છે. તેઓ બ્રહ્માના એક દિવસમાં એક વાર અવતરિત થાય છે. તો બ્રહ્માના દિવસો, એક દિવસ પણ, એક દિવસની આયુ, તે ગણવી બહુ મુશ્કેલ છે. સહસ્ર યુગ પર્યંતમ અહર્યદ બ્રહ્મણો વિદુ: (ભ.ગી. ૮.૧૭). બ્રહ્માનો દિવસ મતલબ ૪૩૩ મિલિયન વર્ષો. તો બ્રહમાના એક દિવસમાં કૃષ્ણ અવતરિત થાય છે, દિવસમાં એક વાર. તેનો મતલબ ૪૩૩ મિલિયન વર્ષો પછી તેઓ એક વાર અવતરિત થાય છે. કેમ? જીવનનું પૂર્ણ જ્ઞાન આપવા માટે, એક મનુષ્યે તેનું જીવન પૂર્ણ કરવા કેવી રીતે જીવવું જોઈએ. તો ભગવદ ગીતા છે, આ સહસ્ત્રાબ્દીમાં કૃષ્ણ દ્વારા બોલાયેલી, આજે. હવે બ્રહ્માનો એક દિવસ આપણે અઠાવીશમી સહસ્ત્રાબ્દીમાથી પસાર થઈ રહ્યા છીએ. ના, અઠાવીશ.... બ્રહ્માના દિવસમાં ઇકોતેર મનુઓ હોય છે, અને એક મનુ જીવે છે... તે પણ ઘણા લાખો વર્ષો સુધી, બોત્તેર સહસ્ત્રાબ્દી.

તો અત્યારે આપણને તેમાં રસ નથી કેવી રીતે પૂર્ણ જ્ઞાનની ગણતરી કરવી. આ પૂર્ણ જ્ઞાન ભગવાન, કૃષ્ણ, પાસેથી આવે છે, અને તે પરંપરા વિધિ દ્વારા વહેંચવામા આવે છે, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા. ઉદાહરણ અહી જ છે, એક કેરીનું વૃક્ષ. કેરીનાં વૃક્ષની ટોચ ઉપર એક બહુ પરિપક્વ ફળ છે, અને તે ફળનો સ્વાદ કરવાનો છે. તો જો હું તે ફળને ઉપરથી ફેંકીશ, તે ખોવાઈ જશે. તેથી તેને આપવામાં આવે છે, એક પછી બીજાને, બીજાને... પછી તે નીચે આવે છે. તો જ્ઞાનની બધી વેદિક વિધિઓ સત્તા પાસેથી લેવાની હોય છે. અને તે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા નીચે આવે છે. જેમ કે મે પહેલાજ સમજાવેલું છે, કૃષ્ણ જ્ઞાન આપે છે, પૂર્ણ જ્ઞાન, બ્રહ્માને, અને બ્રહ્મા જ્ઞાન આપે છે નારદને. નારદ જ્ઞાન આપે છે વ્યાસને. વ્યાસ જ્ઞાન આપે છે મધ્વાચાર્યને. મધ્વચાર્ય જ્ઞાન આપે છે તેમની ગુરુ શિષ્ય પરંપરાને, પછી, માધવેન્દ્ર પુરીને. માધવેન્દ્ર પુરી તે જ્ઞાન આપે છે ઈશ્વર પુરીને. ઈશ્વર પુરી તે જ્ઞાન આપે છે ચૈતન્ય મહાપ્રભુને, ભગવાન ચૈતન્ય. તેઓ તેમના શિષ્યો, છ ગોસ્વામીઓને જ્ઞાન આપે છે. છ ગોસ્વામીઓ જ્ઞાન આપે છે શ્રીનિવાસ આચાર્ય, જીવ ગોસ્વામી. પછી કવિરાજ ગોસ્વામી, પછી વિશ્વનાથ ચક્રવર્તી, પછી જગન્નાથ દાસ બાબાજી, પછી ભક્તિવિનોદ ઠાકુર, પછી ગૌર કિશોર દાસ બાબાજી મહારાજ, પછી મારા આધ્યાત્મિક ગુરુ, ભક્તિસિદ્ધાંત સરસ્વતી. પછી આપણે તે જ જ્ઞાન આપી રહ્યા છીએ.

ભક્તો: જય પ્રભુપાદ! હરિબોલ!

પ્રભુપાદ: આપણે જ્ઞાનનું નિર્માણ નથી કરતાં, કારણકે કે આપણે કેવી રીતે કરી શકીએ? પૂર્ણ જ્ઞાન મતલબ તે પૂર્ણ હોવું જોઈએ. પણ હું પૂર્ણ નથી. આપણામાના દરેક, હું જ્યારે બોલું છું, કારણકે... આપણે પૂર્ણ નથી કારણકે આપણે બધ્ય જીવનમાં આપણે ચાર અપૂર્ણતાઓ હોય છે. પહેલી અપૂર્ણતા છે આપણે ભૂલ કરીએ છીએ. આપણામાથી કોઈ પણ જે અહી બેઠું છે, કોઈ તે કહી ના શકે તેને જીવનમાં કોઈ ભૂલ નથી કરી. ના, તે સ્વાભાવિક છે. "ભૂલ કરવી તે માનવનો સ્વભાવ છે."