GU/Prabhupada 0952 - ભગવાનની ભાવનાનું લક્ષણ એ છે કે તે બધીજ ભૌતિક ક્રિયાઓથી વિરૂદ્ધ છે



740700 - Garden Conversation - New Vrindaban, USA

મહેમાન: મને નથી લાગતું કે તમારા શિષ્યો કે જે અપરાધી અદાલતોમાં હતા તેમના વિષે આપણે ચિંતા કરવી જોઈએ. આપણે તે વિષે ચિંતા કરવાની જરૂર નથી. તમારે અહિયાં સુંદર અનુયાયીઓ છે.

પ્રભુપાદ: હા.

મહેમાન: આ સંપ્રદાય, સુંદર સંપ્રદાય.

પ્રભુપાદ: હા.

મહેમાન: સારા લોકો.

(તોડ)

પ્રભુપાદ: એક ન્યાયાધીશ કે વકીલ પહેલેથી જ ગ્રેજયુએટ છે. જો તે વકીલ છે તો તે સમજવું પડે કે તેણે તેની ગ્રેજયુએટ પરીક્ષા પાસ કરી દીધી છે. તેવી જ રીતે, જો કોઈ વૈષ્ણવ છે તો તે સમજવું જોઈએ કે તે પહેલેથી જ બ્રાહ્મણ બની ગયો છે. શું તે સ્પષ્ટ છે? અમે તમને કેમ જનોઈ આપીએ છીએ? તેનો મતલબ તે બ્રાહ્મણ સ્તર પર છે. જ્યાં સુધી કોઈ બ્રાહ્મણ નથી તે વૈષ્ણવ ના બની શકે. જેમ કે જ્યાં સુધી કોઈ ગ્રેજયુએટ નથી, તે વકીલ ના બની શકે. તો વકીલ મતલબ તે પહેલથી જ યુનિવર્સિટિનો ગ્રેજયુએટ છે, તેવી જ રીતે એક વૈષ્ણવ મતલબ તે પહેલેથી જ બ્રાહ્મણ છે.

ભક્ત: તો તેથી, વૈષ્ણવો, તેઓ બધા, તેઓ રજોગુણ અને તમોગુણ થી દૂષિત ના થવા જોઈએ, તેથી. તેઓ તે સ્તર પર હોવા જોઈએ...

પ્રભુપાદ: હા, વૈષ્ણવ મતલબ, ભક્તિ મતલબ, ભક્તિ: પરેશાનુભાવો વિરક્તિર અન્યત્ર સ્યત (શ્રી.ભા. ૧૧.૨.૪૨). ભક્તિ મતલબ ભગવાનની ભાવનાનો સાક્ષાત્કાર. અને ભગવાનની ભાવનાનું લક્ષણ એ છે કે તે બધીજ ભૌતિક ક્રિયાઓથી વિરૂદ્ધ છે. તેને કોઈ રુચિ નથી.

ભક્ત: તો પછી બ્રાહ્મણને પોતાના હોવામાં કોઈ રુચિ નથી, માફ કરજો, વૈષ્ણવને પોતાના હોવામાં કોઈ રુચિ નથી એક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર, પણ તે કોઈક ચોક્કસ વ્યવસાય ગ્રહણ કરે છે...

પ્રભુપાદ: તે છે, ખરેખર તે સર્વોચ્ચ સ્થિતિ પર છે. તેને કોઈ રુચિ નથી. પણ જ્યાં સુધી તે પૂર્ણ નથી, તેને રુચિ છે. તેથી રુચિ તાલમેલ ખાવી જોઈએ, કે, શું કહેવાય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય પ્રમાણે બંધબેસતું... (તોડ)

...કારણકે, તે સમયમાં, લોકો તેટલા બગડી ગયેલા હતા, કે તેઓ સમજી ન હતા શકતા કે ભગવાન શું છે. તેથી તેણે નક્કી કર્યું કે "સૌ પ્રથમ તેમને નિષ્પાપ થવા દો. પછી એક દિવસ આવશે કે જ્યારે તેઓ સમજશે કે ભગવાન શું છે. પ્રભુ ખ્રિસ્તે પણ કહ્યું છે, "તમે મારશો નહીં." હવે, તે વખતે લોકો હત્યારા હતા. નહીં તો તેઓએ શું કરવા કહ્યું કે: "તમે મારશો નહીં." કેમ પહેલી આજ્ઞા? કારણકે હત્યારાઓથી ભરપૂર. બહુ સારો સમાજ નહીં. જો સમાજમાં સતત હત્યાઓ થતી હોય, તો શું તે બહુ સારો સમાજ છે? તો તેથી તેમણે સૌથી પ્રથમ કહ્યું મારશો નહીં, સૌ પ્રથમ તેમને નિષ્પાપ બનવા દો, પછી તેઓ સમજશે કે ભગવાન શું છે. અહી ભગવદ ગીતા સમર્થન કરે છે: યેશામ ત્વ અંત ગતામ પાપમ (ભ.ગી. ૭.૨૮). જે પૂર્ણ રીતે નિષ્પાપ થઈ ગયો છે. તો ભગવાન ભાવના તેમના માટે છે કે જે નિષ્પાપ છે. તમે ભગવાનભાવિત ના બની શકો જો તમે પાપી હોવ તો. તે છેતરપિંડી છે. એક ભગવાનભાવિત વ્યક્તિ મતલબ તે કોઈ પાપ નથી કરતો. તે પાપી ગતિવિધિઓના ક્ષેત્રાધિકારમાં ના હોઈ શકે. તે ભગવાન ભાવનામૃત છે. તમે પાપી રહીને ભગવાન ભાવનાભાવિત ના બની શકો. તે શક્ય નથી. તો દરેક પોતાના કાર્યોને માપીને તે સમજી શકે છે કે શું તે ખરેખર ભગવાન ભાવનાભાવિત થયો છે. કોઈ બહારથી પ્રમાણપત્ર લેવાની જરૂર નથી. શું હું આ ચાર સિદ્ધાંતો પર સ્થિર છું: અવૈધ યૌન સંબંધ નહીં, માંસાહાર નહીં, જુગાર નહીં, ધૂમ્રપાન નહીં... જો કોઈ ગંભીર છે તો તે માપી શકે છે પોતાની જાતને કે શું હું ખરેખર તે સ્તર પર છું કે નહીં. જેમ કે તમે ભૂખ્યા છો, જો તમે કઈક ખાધું છે તો તમે શક્તિ, સંતોષ અનુભવશો. કોઈ બહારથી પ્રમાણપત્ર લેવાની જરૂર નથી. તેવી જ રીતે, ભગવાન ભાવનામૃત મતલબ તમે સમસ્ત પાપમય કાર્યોથી મુક્ત છો. પછી તમે બનશો. એક ભગવાન ભાવનાભાવિત વ્યક્તિ કોઈ પાપમાય કાર્ય કરવા ઇચ્છુક ના હોય.