GU/Prabhupada 0962 - અમે ભગવાનને ઠોસ હકીકત તરીકે લઈએ છીએ
720000 - Lecture BG Introduction - Los Angeles
તો, હું ભગવદ ગીતા તેના મૂળ રૂપે વિષે બોલીશ. ભગવદ ગીતા તેના મૂળ રૂપે કહેવાનો હેતુ, સમજાવવું, કે ભગવદ ગીતાની ઘણી આવૃત્તિઓ છે. તે બધાનું તેમની પોતાની રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે, ભગવદ ગીતાના મર્મને સ્પર્શ કર્યા વગર. તો આ ચોક્કસ નામ, 'તેના મૂળ રૂપે' મહત્વપૂર્ણ છે, કદાચ ભગવદ ગીતાની બીજી કોઈ આવૃત્તિ નથી કે જ્યાં 'તેને મૂળ રૂપે' લખ્યું હોય. આ સંબંધમાં, શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર ડિમોકે આગળનું કથન લખ્યું છે, અને તેમણે આ વિચારની બહુ પ્રશંસા કરી છે. તેઓ કહે છે, "સ્વામી ભક્તિવેદાંત ગીતા ઉપર ટિપ્પણી કરે છે આ દ્રષ્ટિકોણથી, અને તે વિધિસમ્મત છે." તેઓ ભગવદ ગીતા તેના મૂળ રૂપે નો જ્ઞાનની મહાન પુસ્તકની વિધિસમ્મત પ્રસ્તુતિ તરીકે સ્વીકાર કરે છે. તેઓ તે પણ કહે છે, "વધુમાં, આ અનુવાદમાં એક પાશ્ચાત્ય વાચક પાસે એક અનન્ય અવસર છે તે જોવાનો કે કેવી રીતે એક કૃષ્ણ ભક્ત તેમના પોતાના શબ્દોની વ્યાખ્યા કરે છે." તો કૃષ્ણ વિષે... ખરેખર ભક્ત કૃષ્ણ વિષે વ્યાખ્યા કરી શકે, પુસ્તક. બીજા, જો તેઓ ભક્ત નથી, તેઓ કૃષ્ણ વિષે વ્યાખ્યા કેવી રીતે કરી શકે? જેમ કે એક કુટુંબનો સભ્ય કુટુંબના વડા વિષે સારૂ બોલી શકે; પણ બહારના લોકો કુટુંબ વિષે કેવી રીતે બોલી શકે? તે શક્ય નથી. તેવી જ રીતે, કૃષ્ણ વિષે, એક કૃષ્ણ ભક્ત સરસ રીતે બોલી શકે. બીજા નહીં. બીજાને કૃષ્ણ વિષે બોલવાનો કોઈ અધિકાર નથી, અને કૃષ્ણ પણ, સ્વીકાર કરે છે કે અર્જુન ભગવદ ગીતાનો યોગ્ય વિદ્યાર્થી છે. શરૂઆતમાં, કૃષ્ણ કહે છે કે "મે તને મારા વિદ્યાર્થી તરીકે પસંદ કર્યો છે કારણકે તું મારો મિત્ર છું અને મારો ભક્ત છું." તો, બીજા શબ્દોમાં, આપણે સમજી શકીએ કે ભગવદ ગીતા સમજી શકાય, તેમના દ્વારા કે જે કૃષ્ણ સાથે ગાઢ સંબંધમાં હોય. જેમ કે, કૃષ્ણ કહે છે, "તું મારો પ્રિય મિત્ર છે." કે તેને કૃષ્ણ સાથે ગાઢ સંબંધ છે. એક ભક્ત બન્યા સિવાય, કોઈ પણ કૃષ્ણ સાથે ગાઢ સંબંધ બાંધી ના શકે. આ સમજવાની વાત છે.
તો, આ ભગવદ ગીતા પાંચ હજાર વર્ષો પૂર્વે કહેવામા આવી હતી, કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં અર્જુનને. ભગવદ ગીતામાં ભગવાનને જાણવાનું વિજ્ઞાન છે. ભગવદ ગીતા ભગવાનનું વિજ્ઞાન છે. દરેક વસ્તુમાં કઈક વિજ્ઞાન હોય છે, વૈજ્ઞાનિક પુસ્તક, તે વસ્તુને સમજવા માટે. તેવી જ રીતે, ભગવાનની અવધારણાઓ ના અલગ અલગ પ્રકાર છે. સામાન્ય રીતે, તેઓ તેને ખ્યાલ તરીકે લે છે પણ અમે તેને ખ્યાલ તરીકે નથી લેતા. અમે ભગવાનને ઠોસ હકીકત તરીકે લઈએ છીએ. જેમ કે તમે મને જોઈ રહ્યા છો, હું તમને જોઈ રહ્યો છું. તે ઠોસ હકીકત છે. તેવી જ રીતે, તમે ભગવાનને જોઈ શકો, અને ભગવાન તમને જોઈ જ રહ્યા છે. તેના વિષે કોઈ શંકા છે જ નહીં. પણ તમે પણ ભગવાનને જોઈ શકો છો. તો તે વિધિ આપણે સમજવી પડશે, કેવી રીતે ભગવાનને જોવા. તે વિધિ બધા વેદિક સાહિત્યોમાં આપેલી છે. તેને ભક્તિયોગ કહેવાય છે, તે વિધિ. કૃષ્ણ પણ ભગવદ ગીતા માં કહે છે, ભક્તયા મામ અભિજાનાતી યાવાન યશ ચાસ્મિ તત્વત: (ભ.ગી. ૧૮.૫૫). જો કોઈને કૃષ્ણને જાણવા છે, તેઓ શું છે, તો તેને ભક્તિયોગની વિધિ સ્વીકારવી પડશે. ત્રણ પ્રકારના યોગ હોય છે. યોગ મતલબ પોતાની જાતને પૂર્ણ પુરષોત્તમ ભગવાન સાથે જોડવા. તો, માનસિક ધારણાવાળો યોગ આપણને મદદ નહીં કરે. તમારે ઠોસ યોગ લેવો પડશે. ઠોસ યોગ છે કૃષ્ણ ભાવનામૃત.