GU/Prabhupada 0961 - આપણી સ્થિતિ છે આધીન રહેવાની અને ભગવાન આધિપતિ છે



740707 - Lecture Festival Ratha-yatra - San Francisco

આ આંદોલનની ૫૦૦ વર્ષો પહેલા ભગવાન ચૈતન્ય મહાપ્રભુ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી (અસ્પષ્ટ) ... પહેલા ભગવાન કૃષ્ણ ૫૦૦ વર્ષો પૂર્વે અવતરિત થયા હતા. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર તેમણે ભગવદ ગીતા કહી હતી. તમારામાના મોટાભાગના, તમે નામ સાંભળ્યુ હશે અને (અસ્પષ્ટ) અમે "ભગવદ ગીતા તેને મૂળ રૂપે" પ્રકાશિત પણ કરી છે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પાયો છે "ભગવદ ગીતા તેના મૂળ રૂપે." ભગવદ ગીતા... ભગવદ ગીતાનો હેતુ છે તમને યાદ અપાવવું કે તમે બધા... તમે મતલબ બધા જીવ, ફક્ત મનુષ્યો નહીં, પણ મનુષ્યો સિવાયના બીજા પણ. પશુઓ, વૃક્ષો, પક્ષીઓ, જળચરો. ક્યાય પણ તમે જીવ શક્તિ જોશો, તે ભગવાનનો અભિન્ન અંશ છે. ભગવાન પણ જીવ છે, પણ તે વેદોમાં વર્ણવેલું છે, મુખ્ય જીવ. તે કઠ ઉપનિષદમાં કહ્યું છે, નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ. ભગવાન એક જીવ છે, આપણી જેમ, પણ ભગવાન અને આપણી વચ્ચે ફરક આ છે: એકો યો બહુનામ વિદધાતી કામાન. તે એક જીવ બધાજ જીવનું પાલન કરે છે, પોષણ કરે છે. તો આપણી સ્થિતિ છે ભગવાન દ્વારા પાલિત થવાની અને ભગવાન પાલનકર્તા છે. આપણી સ્થિતિ છે આધીન રહેવાની અને ભગવાન આધિપતિ છે. તો, આ ભૌતિક જગતમાં, જીવ, તે જીવો કે જેમને ભગવાન જેવુ બનવું હતું... (તોડ).

તો મનુષ્ય જીવન અવસર છે જન્મ, મૃત્યુ, રોગ અને વૃદ્ધાવસ્થાના ચક્કરમાથી મુક્ત થવાનો. અને આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે લોકોને આ મહાન વિજ્ઞાન વિષે શિક્ષણ આપવા માટે. તો અમે અત્યારસુધીમાં આશરે વીસ પુસ્તકો પ્રકાશિત કરી છે, દરેક ચારસો પાનાની, આ કૃષ્ણ ભાવનામૃત વિજ્ઞાનને વિસ્તૃત કરવા માટે. તો વૈજ્ઞાનિકો, તત્વજ્ઞાનીઓ, તેઓ અમારી પુસ્તકો વાંચીને સમજી શકે અને ભવિષ્યમાં વધારે પુસ્તકો હશે