GU/Prabhupada 0975 - આપણે નાના ભગવાન છીએ. અતિ નાના, નમૂનાના ભગવાન



730408 - Lecture BG 04.13 - New York

આપણે એક અવકાશયાનને આકાશમાં તરતો મૂકી શકીએ છીએ, અને આપણે ઘણો બધો યશ લઈએ છીએ, કે આપણે બહુ, બહુ મોટા વૈજ્ઞાનિકો બની ગયા છીએ. આપણે ભગવાનની દરકાર નથી કરતાં. તે મૂર્ખતા છે. મૂર્ખ વ્યક્તિ તેવું કહેશે. પણ જે બુદ્ધિશાળી છે, તે જાણે છે કે ભગવાન લાખો અને કરોડો ગ્રહોને આકાશમાં તરતા મૂકે છે, અને તેની સરખામણીમાં આપણે શું કર્યું છે? તે બુદ્ધિ છે. તો આપણે આપના વૈજ્ઞાનિક વિકાસથી બહુ અભિમાની બન્યા છીએ, અને તેથી, વર્તમાન સમયમાં, આપણે ભગવાનના અસ્તિત્વનો ઇનકાર કરીએ છીએ. કોઈક વાર આપણે કહીએ છીએ કે "હવે હું ભગવાન બની ગયો છું." આ બધા મૂર્ખતાપૂર્ણ વિધાનો છે.

તમે બુદ્ધિની સરખામણીમાં કશું જ નથી.... તે પણ બુદ્ધિશાળી છે. કારણકે આપણે ભગવાનના અભિન્ન અંશ છીએ, તેથી આપણે જો ફક્ત આપણી જાતનો અભ્યાસ કરીએ તો આપણે જાણી શકીએ કે ભગવાન શું છે. જેમ કે જો તમે એક સમુદ્રના પાણીના ટીપાંનો અભ્યાસ કરો, જો તેનું રસાયણિક વિશ્લેષણ કરો, તો તમને તે ટીપાંમાં ઘણા બધા રસાયણો મળશે. તો તમે સમજી શકશો કે સમુદ્રની રચના શું છે. તેજ રચના. પણ મોટી માત્રામાં. તે ભગવાન અને આપણી વચ્ચેનું અંતર છે. આપણે નાના ભગવાન છીએ, આપણે કહી શકીએ, નાના ભગવાન. અતિ નાના, નમૂનાના ભગવાન. તેથી, આપણે ખૂબ અભિમાની છીએ. પણ આપણે અભિમાન ના કરવું જોઈએ, કારણકે આપણે જાણવું જોઈએ કે આપણે બધા ગુણો ભગવાન પાસેથી લીધેલા છે. કારણકે આપણે અભિન્ન અંશ છીએ. તો મૂળ રૂપે આ બધા ગુણો ભગવાનમાં છે.

અને તેથી વેદાંત સૂત્ર કહે છે કે ભગવાન શું છે, નિરપેક્ષ સત્ય શું છે? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. જ્યારે આપણે ભગવાન વિષે પૃચ્છા કરીએ છીએ, નિરપેક્ષ સત્ય વિષે, જવાબ તરત જ આપેલો છે: જન્માદિ અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧). નિરપેક્ષ સત્ય તે છે કે જેમાંથી બધુજ આવે છે, જે બધાનો સ્ત્રોત છે. તો બધુ જ ભગવાનમાથી આવે છે. તે બધા જ પુરવઠાનો મૂળ સ્ત્રોત છે. હવે આપણી સ્થિતિ શું છે? અસંખ્ય જીવો છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તે વેદિક માહિતી છે. ભગવાન પણ જીવ છે, આપણી જેમ, પણ તે મુખ્ય જીવ છે. અને આપણે પણ જીવ છીએ.

જેમ કે પિતા. પિતાને વીસ સંતાન હોઈ શકે છે. વીસ પુત્રો. પહેલા, પિતાઓને સો પુત્રો હતા. હવે પિતાઓ પાસે એવી શક્તિ નથી. પાંચ હજાર વર્ષો પહેલા, ધૃતરાષ્ટ્રએ સો પુત્રોને જન્મ આપેલો. હવે આપણે... આપણે કહીએ છીએ કે વસ્તીવધારો છે. પણ તે હકીકત નથી. વર્તમાન સમયમાં, વસ્તીવધારાનો પ્રશ્ન જ ક્યાં છે? હવે આપણામાથી કોણ સો બાળકોને જન્મ આપે છે? ના. કોઈ નહીં. પણ પહેલા, એક પિતા સો બાળકોને જન્મ આપી શકતો. તો વસ્તીવધારાનો કોઈ પ્રશ્ન જ નથી. અને જો વસ્તીવધારો હોય તો પણ, આપણને વેદોમાથી માહિતી મળે છે: એકો બહુનામ યો વિદધાતી કામાન. તે મુખ્ય જીવ, ભગવાન, તે અસંખ્ય જીવોનું પાલન કરી શકે છે.