GU/Prabhupada 0980 - આપણે ભૌતિક સમૃદ્ધિથી સુખી ના થઈ શકીએ, તે હકીકત છે



720905 - Lecture SB 01.02.06 - New Vrindaban, USA

પ્રદ્યુમ્ન: અનુવાદ: "સમસ્ત માનવતા માટે સર્વોચ્ચ વ્યવસાય અથવા ધર્મ છે તે કે જેનાથી માણસો દિવ્ય ભગવાનની પ્રેમમય ભક્તિમય સેવા મેળવી શકે. આવી ભક્તિમય સેવા આત્માને સંપૂર્ણ સંતોષ આપવા માટે નિસ્વાર્થ અને અસ્થગીત હોવી જોઈએ ."

પ્રભુપાદ: તો...

સ વૈ પુંસામ પરો ધર્મો
યતો ભક્તિર અધોક્ષજે
અહૈતુકી અપ્રતિહતા
યયાત્મા સુપ્રસિદતી
(શ્રી.ભા. ૧.૨.૬)

દરેક વ્યક્તિ સંતોષની પાછળ છે, અત્યંતિક્ષુ. દરેક વ્યક્તિ પરમ સુખ મેળવવા માટેના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે. પણ આ ભૌતિક જગતમાં, જોકે તેઓ વિચારી રહ્યા છે. ભૌતિક સંપત્તિ મેળવીને તેઓ સંતુષ્ટ થશે, પણ તે હકીકત નથી. ઉદાહરણ તરીકે તમારા દેશમાં, તમારી પાસે પૂરતો ભૌતિક વૈભવ છે બીજા દેશો કરતાં, પણ છતાં સંતોષ નથી. ભૌતિક આનંદની બધીજ સરસ વ્યવસ્થા હોવા છતાં, પૂરતું ભોજન, પૂરતું... સરસ એપાર્ટમેંટ, મોટર ગાડીઓ, રસ્તાઓ, અને ખૂબ સારી વ્યવસ્થા સેક્સની છૂટ માટે, અને સારી વ્યવસ્થા રક્ષણ માટે પણ - બધુ પૂર્ણ છે - પણ છતાં, લોકો અસંતોષી છે, ભ્રમિત છે, અને યુવા પેઢી, તેઓ હિપ્પી બની રહ્યા છે, વિરોધ કરો, અથવા અસંતોષી કારણકે તેઓ ખુશ નથી. મે ઘણી વાર ઉદાહરણ આપ્યું છે કે લોસ એંજલિસમાં, જ્યારે હું બેવર્લી હિલ્સ પર સવારની લટાર મારતો હતો, ઘણા હિપ્પીઓ એક બહુ સમ્માનજનક ઘરમાથી બહાર આવતા હતા. તેવું લાગ્યું કે તેને પિતા, તેની પાસે સારી ગાડી પણ હતી, પણ વસ્ત્ર હિપ્પીનું હતું. તો કહેવાતી ભૌતિક વ્યવસ્થા સામે વિરોધ છે, તેઓને તે પસંદ નથી.

વાસ્તવિક રીતે, આપણે ભૌતિક સમૃદ્ધિથી સુખી ના થઈ શકીએ, તે હકીકત છે. તે શ્રીમદ ભાગવતમમાં પણ કહ્યું છે. પ્રહલાદ મહારાજ તેમના નાસ્તિક પિતાને કહે છે... તેમના પિતા હતા હિરણ્યકશિપુ. હિરણ્ય મતલબ સોનું અને કશિપુ મતલબ નરમ પલંગ, તકિયો. તે ભૌતિક સમાજ છે. તેઓને ખૂબ નરમ પલંગ જોઈએ છે, અને સૂવાનો સાથી, અને પૂરતું બેન્ક બેલેન્સ, ધન. તે હિરણ્યકશિપુનો બીજો અર્થ છે. તો તે પણ ખુશ ન હતો. હિરણ્યકશિપુ ખુશ ન હતો - ઓછામાં ઓછું તે ખુશ ન હતો, કે તેનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત બની રહ્યો હતો, જે તેને ગમ્યું ન હતું. તો તેણે તેના પુત્રને પૂછ્યું કે "તને કેવું લાગે છે? તું એક નાનો છોકરો છું, બાળક, તું કેવી રીતે આટલો આરામ અનુભવે છે મારા આટલા આંતક છતાં. તો તારી મૂળ સંપત્તિ શું છે?" તો તેમણે કહ્યું, "મારા વ્હાલા પિતાશ્રી, ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ (શ્રી.ભા. ૭.૫.૩૧). મૂર્ખ વ્યક્તિઓ, તેઓ નથી જાણતા કે તેમના સુખનું અંતિમ લક્ષ્ય વિષ્ણુ છે, ભગવાન, પરમ ભગવાન." દુરાશયા યે બહિર અર્થ માનીન: (શ્રી.ભા. ૭.૫.૩૧). દુરાશયા, દૂર, આશા વિરોધી આશા, તેઓ એવી કઈક આશા રાખી રહ્યા છે કે જે ક્યારેય પૂર્ણ નહીં થાય. તે શું છે? દુરાશયા યે બહિર અર્થ માનીન: