GU/Prabhupada 0979 - ભારતની હાલત ખૂબ જ અંધાધૂંધીથી ભરેલી છે
730408 - Lecture BG 04.13 - New York
પ્રભુપાદ: તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન મનુષ્ય સમાજમાં થોડીક બુદ્ધિ ઉત્પન્ન કરવા માટે છે. બ્રાહ્મણ. અને આ બુદ્ધિ... બ્રાહમણનું કાર્ય છે... બ્રાહ્મણ, આ શબ્દ, શબ્દ આવે છે:
- નમો બ્રહમણ્ય દેવાય
- ગો બ્રાહ્મણ હિતાય ચ
- જગદ હિતાય કૃષ્ણાય
- ગોવિંદાય નમો નમઃ
- (ચૈ.ચ. મધ્ય ૧૩.૭૭, વિષ્ણુ પુરાણ ૧.૧૯.૬૫)
તો બ્રાહ્મણ મતલબ તે કે જે ભગવાનને જાણે છ. તે બ્રાહ્મણ છે. અને ભગવાનને ધ્યાનમાં રાખીને, તે બીજાને ભગવાન ભાવનાભાવિત થવાનું શીખવે છે. ભગવાન ભાવનાભાવિત બન્યા વગર, માનવ સમાજ ફક્ત પશુ સમાજ છે. કારણકે પશુઓ ભગવાન ભાવનાભાવિત ના હોઈ શકે, ગમે તેટલું તમે પશુઓમાં પ્રચાર કરો પશુઓમાં, બિલાડા અને કુતરા. તે શક્ય નથી. કારણકે તેમની પાસે ભગવાન શું છે તે સમજવા માટે કોઈ બુદ્ધિ નથી. તો મનુષ્ય સમાજ, જો કોઈ બ્રાહ્મણ નથી કે જે ભગવાન વિષે શિક્ષા આપી શકે, જે વ્યક્તિઓને ભગવાન ભાવનાના સ્તર પર ઉન્નત કરી શકે, તો તે પણ પશુ સમાજ છે. ફક્ત ખાવું, ઊંઘવું, સેક્સ જીવન અને રક્ષણ, આ પશુઓના પણ કાર્યો છે. પશુઓને પણ ખબર છે કે કેવી રીતે ખાવું, કેવી રીતે ઊંઘવું, કેવી રીતે સેક્સ જીવન માણવું, કેવી રીતે રક્ષણ કરવું. તેમને તેમની પોતાની રીતે ખ્યાલ છે.
તો ફક્ત આ કાર્યો કરવાનો મતલબ મનુષ્ય નથી. મનુષ્ય, મનુષ્ય હોવાનું મિશન પૂરું નહીં થાય. મનુષ્યોના ચાર વર્ગો હોવા જ જોઈએ, જેમ કૃષ્ણ કહે છે: ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ (ભ.ગી. ૪.૧૩). બ્રાહ્મણ વર્ગના માણસ હોવા જ જોઈએ, ક્ષત્રિય વર્ગના માણસ હોવા જ જોઈએ, વૈશ્ય વર્ગ... તેઓ પહેલેથી જ છે. પણ તેઓ બહુ વૈજ્ઞાનિક રીતે સ્થાપિત નથી, જેવુ કે ભગવદ ગીતા માં કહ્યું છે. ચતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ (ભ.ગી. ૪.૧૩). આ છે ગુણ કર્મ વિભાગશ: ગુણ મતલબ ગુણો અનુસાર. તો ભારતમાં, આ ચાર વર્ગના માણસો છે, પણ તેઓ નામ માત્રના. ખરેખર તે પણ અંધાધૂંધીભરી સ્થિતિમાં. કારણકે કોઈ પણ ભગવદ ગીતામાં આપેલા નિર્દેશો અનુસાર પાલન નથી કરતું, ગુણ કર્મ વિભાગશ: ભારતમાં, જોકે એક વ્યક્તિ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો, પણ તેના ગુણ, શુદ્ર કરતાં પણ નિમ્ન હોય, પણ છતાં તેનો બ્રાહ્મણ તરીકે સ્વીકાર કરવામાં આવે છે. તે મુશ્કેલી છે. તેથી, ભારતની હાલત ખૂબ જ અંધાધૂંધીથી ભરેલી છે.
પણ આ એક વૈજ્ઞાનિક વિધિ છે. તમે પાશ્ચાત્ય લોકો, તમારે તે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. અને અમારા છોકરાઓ અને છોકરીઓ, જેઓ જોડાયા છે, તેઓ સમજવાનો પ્રયાસ કરે છે, અને સિદ્ધાંતોને અમલમાં મૂકવાનો. તો જો તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ગ્રહણ કરશો, જે બ્રાહ્મણો માટે છે, તો તમે ગુણથી બ્રાહ્મણ બનશો, પછી, તમારા, પાશ્ચાત્ય દેશો... ખાસ કરીને અમેરિકા, તે પ્રથમ વર્ગનું રાષ્ટ્ર થઈ જશે. તે પ્રથમ વર્ગનું રાષ્ટ્ર થઈ જશે. તમારી પાસે બુદ્ધિ છે. તમારી પાસે સ્ત્રોતો છે. તમે જિજ્ઞાસુ પણ છો. તમે સારી વસ્તુઓ લઈ લો છો. તો તમારી પાસે સારા ગુણો છે. તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ગંભીરતાપૂર્વક ગ્રહણ કરો અને તમે દુનિયાનું પ્રથમ વર્ગનું રાષ્ટ્ર બનો. આ મારી વિનંતી છે.
આપનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ.
ભક્તો: જય, શ્રીલ પ્રભુપાદનો જય હો!